રિલાયન્સ જિયો મ્યુઝિક એપ બીજી મ્યુઝિક એપ માટે બનશે ખતરો.

રિલાયન્સ જિયો ભલે માર્કેટમાં નવું આવ્યું છે. પરંતુ તેમને બધા જ ટેલિકોમ ઓપરેટરો ની ઉંગ ઉડાડી દીધી હતી.

Written by: anuj prajapati

રિલાયન્સ જિયો ભલે માર્કેટમાં નવું આવ્યું છે. પરંતુ તેમને બધા જ ટેલિકોમ ઓપરેટરો ની ઉંગ ઉડાડી દીધી હતી. હવે ટેલિકોમ સેક્ટર પછી રિલાયન્સ જિયો એન્ટરટેઇન્મેન્ટમાં પણ કેટલીક મજેદાર ડિજિટલ મીડિયા એપ સાથે આવી રહ્યું છે.

રિલાયન્સ જિયો મ્યુઝિક એપ બીજી મ્યુઝિક એપ માટે બનશે ખતરો.

રિલાયન્સ જિયો કેટલીક મજેદાર એન્ટરટેઇન્મેન્ટ એપ જિયો ટીવી, જિયો મગસ, જિયો સિનેમા, જિયો મ્યુઝિક આપી રહ્યું છે. રિલાયન્સ જિયો તેમની આ એપ ઘ્વારા લોકોને બેસ્ટ સર્વિસ આપવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ અહીં અમે જિયો મ્યુઝિક એપ વિશે વાત કરીશુ. જેને આપણે માર્કેટની બીજી મ્યુઝિક એપ સાથે સરખામણી પણ કરીશુ.

દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

આપણે અહીં ચેક કરીશુ કે રિલાયન્સ જિયો મ્યુઝિક એપ બીજી મ્યુઝિક એપ માટે ખતરો છે કે નહીં?

મુશ્કિલ કોમ્પિટેટર

ઘણી સારી મ્યુઝિક એપ જેવી કે સાવન, ભારતી એરટેલની વિન્ક મ્યુઝિક અને ગાના જેઓ યુઝરને ફ્રી ઓનલાઇન મ્યુઝિકની સુવિધા આપે છે. રિલાયન્સ જિયો મ્યુઝિક એપ આ એપ સામે સીધી સ્પર્ધામાં છે.

રિલાયન્સ જિયો ખુબ જ તૈયારી સાથે માર્કેટમાં આવ્યું છે. કંપની ઘ્વારા મ્યુઝિક એપમાં ઘણા જ આકર્ષિત ફીચર એડ કરવામાં આવ્યા છે.

રિલાયન્સ જિયો મ્યુઝિક એપમાં ખુબ જ વધારે સોન્ગ એડ કરવામાં આવ્યા છે. કંપની ઘ્વારા વધારે ને વધારે સોન્ગ એડ કરવામાં આવી રહ્યા છે જેથી સોન્ગ કેટાલોગ વધી શકે. તેની સાથે સાથે તેમને અલગ અલગ 20 ભાષાઓમાં સોન્ગ પણ એડ કર્યા છે. જિયો ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેમને યુઝર માટે બેસ્ટ એપ તૈયાર કરી છે.

એડ કરવામાં આવેલા ફીચર

રિલાયન્સ જિયો મ્યુઝિક એપમાં સ્માર્ટ પર્સનલાઈઝ રેકમાન્ડેશન એડ કરવામાં આવી છે. જેના કારણે યુઝર વધારે ને વધારે સોન્ગ સાંભળી શકે. જિયો મ્યુઝિક એપ પ્લેયિંગ મ્યુઝિક પણ સપોર્ટ કરે છે, સાથે સાથે કનેક્ટેડ ડિવાઈઝ સપોર્ટ ડિવાઈઝ ટુ બ્લ્યુટૂથ સ્પીકર.

તેની સાથે સાથે રિલાયન્સ જિયો મ્યુઝિક એપ તમને આખી એપમાં ગમે કોઈ પણ મ્યુઝિક ફ્રી ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. આ એપમાં તમને રેડિયો ફીચર પણ આપવામાં આવ્યું છે.

ડાઉન સાઈડ

આટલી બધી સુવિધાની સાથે એક ડાઉન સાઈડ પણ છે કે આ મ્યુઝિક એપનો ઉપયોગ ખાલી ને ખાલી રિલાયન્સ જિયો સિમ યુઝર જ કરી શકશે. જયારે બધી બધી એપ તમને તેનો ઉપયોગ કરવાની પુરી સુવિધા આપે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Benefits of JioMusic app.
Please Wait while comments are loading...

Social Counting