જિયો અને પેટીએમ, જાહેરાતમાં મોદીનો ફોટો વાપરવા પર નોટિસ

રિલાયન્સ જિયો અને પેટીએમને હાલમાં જ સરકાર ઘ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

By Anuj Prajapati
|

રિલાયન્સ જિયો અને પેટીએમને હાલમાં જ સરકાર ઘ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ બંને કંપની ઘ્વારા તેમની જાહેરાતમાં પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો વાપરવામાં માટે ભારત સરકાર ઘ્વારા નોટિસ આપવામાં આવી છે.

જિયો અને પેટીએમ, જાહેરાતમાં મોદીનો ફોટો વાપરવા પર નોટિસ

ઘણા મીડિયા રિપોર્ટ અને મળતી માહિતી મુજબ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર જેઓ પ્રેસ્ટિજ હાઈ ઓફિસ જેવા કે પ્રેસિડેન્ટ અને પ્રાઈમ મિનિસ્ટર જેવા મોટા ફિગરનું ધ્યાન રાખે છે. તેમના ઘ્વારા જાહેરાતમાં પ્રાઈમ મિનિસ્ટરનું નામ અને ફોટો ઉપયોગમાં લેવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

આ ગુના હેઠળ તેમને પેનલ્ટી ભરવાનો વારો આવી શકે છે. એટલું જ નહીં વાત અહીં દંડની નથી પરંતુ પ્રાઈમ મિનિસ્ટરનું નામ અને ફોટોનો અયોગ્ય ઉપયોગ કરવા બદલ બંને કંપનીનું નામ ખરાબ થઇ રહ્યું છે.

જિયો રાજસ્થાન, તામિલનાડુ અને આસામમાં 6 સિરીઝનો નંબર આપી રહ્યું છે.

હેમ પાંડે જેઓ કન્ઝ્યુમર અફેર મિનિસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે તેમને આ મુદ્દે પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે તેમને બંને કંપનીઓને પ્રાઈમ મિનિસ્ટરનું નામ અને ફોટાનો ઉપયોગ કરવા બદલ નોટિસ મોકલી આપી છે. પરંતુ હજુ સુધી કંપનીઓ તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આવ્યો નથી. તેમને આગળ જણાવ્યું કે જો વાત અહીં કયા પ્રકારના પગલાં લેવા વિશે કરવામાં આવે તો તેઓ કંપની તરફથી જવાબની રાહ જોઈ રહ્યા છે.

પેટીએમ ઘ્વારા આ આખા મુદ્દે કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવાની ના પાડવામાં આવી છે. જયારે રિલાયન્સ જિયો ઇન્ફોકોમને મોકલાયેલા મેલનો કોઈ પણ જવાબ આવ્યો નથી.

Best Mobiles in India

English summary
Government issues notices to Reliance Jio, Paytm for using PM Modi's photo in advertisements.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X