રિલાયન્સ જિયો ઘ્વારા ભારતમાં ઘણી વસ્તુઓ સરળ બની ચુકી છે.

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવતાની સાથે જ ધમાકો કર્યો છે.

By Anuj Prajapati
|

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવતાની સાથે જ ધમાકો કર્યો છે. રિલાયન્સ જિયો સપ્ટેમ્બર 2016 દરમિયાન ટેલિકોમ સેક્ટરમાં આવ્યું ત્યારથી અત્યાર સુધી સમાચારોની હેડલાઈનમાં રહ્યું છે.

રિલાયન્સ જિયો ઘ્વારા ભારતમાં ઘણી વસ્તુઓ સરળ બની ચુકી છે.

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવતાની સાથે જ ફ્રી અનલિમિટેડ 4જી ડેટા અને અનલિમિટેડ કોલ સુવિધા આપીને ઘણા કસ્ટમર પોતાના બનાવી લીધા છે. ત્યારપછી તેઓ ડેટા અલગ અલગ પ્રાઈઝ ટેગમાં આપવા લાગ્યા. પરંતુ અનલિમિટેડ કોલ અને મેસેજ સુવિધા હજુ પણ ચાલુ જ રાખી છે. હાલમાં રિલાયન્સ જિયો ધન ધના ધન ઓફર હેઠળ રોજ 1 જીબી થી 2 જીબી ડેટા આપી રહ્યા છે.

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવતા તેમાં ઘણા બદલાવ આવ્યા છે. આજે અમે જણાવીશુ કે રિલાયન્સ જિયોની ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રીથી ભારતમાં ઘણી વસ્તુઓ સરળ બની ચુકી છે.

4જી ડેટા ઘણા સસ્તા બન્યા

4જી ડેટા ઘણા સસ્તા બન્યા

રિલાયન્સ જિયો આવતા પહેલા ઘણા મોબાઈલ યુઝર 2જી અને 3જી ડેટા જ ઉપયોગ કરી રહ્યા હતા. 3જી ડેટા અને 4જી ડેટા કિંમત લગભગ સરખી જ હતી, તેમ છતાં પણ 4જી ડેટા એટલા ફેમસ ના હતા. રિલાયન્સ જિયોની ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રીથી લોકો 4જી ડેટા ફ્રીમાં ઉપયોગ કરવા લાગ્યા. રિલાયન્સ જિયો ઘ્વારા 6 મહિના સુધી 4જી ડેટા ફ્રીમાં મળવા લાગ્યા. હાલમાં આવેલી ધન ધના ધન ઓફર પણ તમને સસ્તી કિંમતમાં રોજ લગભગ 1 જીબી થી 2 જીબી ડેટા આપી રહ્યું છે.

બીજા ઓપરેટરોને પણ કિંમતમાં ઘટાડો કરવો પડ્યો

બીજા ઓપરેટરોને પણ કિંમતમાં ઘટાડો કરવો પડ્યો

રિલાયન્સ જિયો ઘ્વારા ફ્રી ડેટા, કોલ અને મેસેજ જેવી સુવિધા મળવા લાગી. તેના કારણે માર્કેટમાં ટકી રહેવા માટે એરટેલ, વોડાફોન, આઈડિયા જેવા બીજા ઓપરેટરો પણ ઓછી કિંમતમાં 4જી પ્લાન લઈને આવી ગયા. એટલું જ નહીં પરંતુ હવે બીજા ઓપરેટરો ફ્રી કોલ અને ઓછી કિંમતમાં 4જી ડેટા આપવા લાગ્યા છે.

કઈ રીતે રિલાયન્સ જિયો બેલેન્સ, ડેટા યુઝ, નંબર જેવી માહિતી ચેક કરવી?કઈ રીતે રિલાયન્સ જિયો બેલેન્સ, ડેટા યુઝ, નંબર જેવી માહિતી ચેક કરવી?

રોમિંગ ચાર્જ ખતમ

રોમિંગ ચાર્જ ખતમ

રિલાયન્સ જિયો અનલિમિટેડ કોલ અને ડેટા સાથે હવે રોમિંગ ચાર્જ પણ ખતમ કરી નાખ્યો છે. રિલાયન્સ જિયો ઘ્વારા લેવામાં આવેલા આ પગલાંથી બીજા ટેલિકોમ પ્રોવાઇડર પણ રોમિંગ ચાર્જમાં ધટાડો કરી નાખ્યો છે અને તેની સાથે સાથે કેટલાક નવા પ્લાન પણ લઈને આવ્યા છે.

જિયો કોઈ પણ સેગ્મેન્ટ બાકી રાખવા માંગતું નથી

જિયો કોઈ પણ સેગ્મેન્ટ બાકી રાખવા માંગતું નથી

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવ્યું અને હવે તે ખુબ જ જલ્દી બ્રોડબેન્ડ અને ડીટીએચ સેક્ટરમાં આવી રહ્યું છે. રિલાયન્સ જિયો અન ઓફિશ્યિલ ડીટીએચ પ્લાન પણ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્લાન 100 રૂપિયાથી શરૂ થયા છે અને પહેલા ત્રણ અથવા 6 મહિના તેની સર્વિસ ફ્રી આપવામાં આવશે.

4G VoLTE ફીચર ફોન પાઈપલાઈનમાં

4G VoLTE ફીચર ફોન પાઈપલાઈનમાં

લાગી રહ્યું છે કે રિલાયન્સ જિયો તેનો 4G VoLTE ફીચર ખુબ જ જલ્દી લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોનની કિંમત 1500 રૂપિયા કરતા પણ ઓછી રાખવામાં આવી છે. જેના કારણે લોકો તેમના ફીચર ફોન ઘ્વારા પણ 4જી અનુભવ લઇ શકે છે.

Best Mobiles in India

English summary
With the launch of the Reliance Jio service, it has become quite easier for people in many ways. Read more...

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X