નવું ફેસબૂક અપડેટ: જાણો એવું તો, શુ ખાસ છે?

ફેસબૂક કેટલાક નવા ફીચર અને પ્લેટફોર્મમાં નવા બદલાવ સાથે આવી રહ્યું છે.

By Anuj Prajapati
|

ફેસબૂક કેટલાક નવા ફીચર અને પ્લેટફોર્મમાં નવા બદલાવ સાથે આવી રહ્યું છે. હાલમાં જ એક નવું પ્રાઇવસી ટૂલ જ્યાં અપડેટ ફિઝિકલ સિક્યોરિટી કી સપોર્ટ અને ન્યુઝફીડ રીમૉડલ જ્યાં સ્ક્રીન પર યોગ્ય વીડિયો જ દેખાશે, તે લઈને આવ્યું છે.

નવું ફેસબૂક અપડેટ: જાણો એવું તો, શુ ખાસ છે?

જાણો કઈ રીતે ફેસબૂક ન્યુઝ ફીડ કસ્ટમાઇઝ કરવું

ફેસબૂક ઘ્વારા કરવામાં આવેલો આ એક લેટેસ્ટ બદલાવ છે. પરંતુ બીજા ઘણા અપડેટ લઈને આવી રહ્યું છે, જે તમારો ફેસબૂક યુઝર અનુભવ વધારે સારો અને સુરક્ષિત બનાવી દેશે. તો એક નજર કરો ફેસબૂક ઘ્વારા કરવામાં આવેલા પ્લેટફોર્મ બદલાવ પર...

નવું પ્રાઇવસી ટૂલ

નવું પ્રાઇવસી ટૂલ

ફેસબૂક ઘ્વારા નવું પ્રાઇવસી બેઝિક પેજ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ તમને સાઈટમાં રહેલી માહિતીને સારી રીતે કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં પરંતુ ફેસબૂક ઘ્વારા પ્રાઇવસી એક્સપર્ટ સાથે ભાગીદારી કરવામાં આવી છે.

જેનાથી તેમના ઘ્વારા યુઝરને પોતાની ઓનલાઇન પ્રાઇવસી મેનેજ કરવામાં મદદ મળી શકે. 32 ગાઈડ અને 44 ભાષાઓ સાઈટ પર છે અને ઘણા ટોપિક જેમાં ઘણી સમસ્યા જેવી કે તમારી પ્રાઇવસી મેનેજ કરવી, તમારી પ્રોફાઈલ કોણ જોઈ શકે તેના માટે કસ્ટમાઇઝ કરવું અને તમારી એકાઉન્ટ સિક્યોરિટી કઈ રીતે વધારવી જેવી માહિતી આપવામાં આવી છે.

ફિઝિકલ કી સપોર્ટ

ફિઝિકલ કી સપોર્ટ

નવા પ્રાઇવસી ટૂલ સાથે ફેસબૂક ઘ્વારા નવું અપડેટ ફિઝિકલ કી સપોર્ટ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનો મતલબ છે કે તમે યુઆઈબી કી ઉપયોગ કરી શકો છો, જે તમારા ફેસબૂક એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટેનું બીજું યુનિવસલ ફેક્ટર છે.

આ યુઆઈબી કી ઉપયોગ કરવા માટે તમારે પાસવૉર્ડ જે સિક્યોરિટી માટે એડ કરવામાં આવ્યો છે, તેની મદદ લેવી પડશે. તમે ફેસબૂક લોગ ઈન કરવા માટે એન્ડ્રોઇડ ડિવાઈઝમાં ક્રોમ નો ઉપયોગ કરી શકો છો. પરંતુ ફોન અને કી બંને માટે એનએફસી વાયરલેસ ટેકની જરૂર પડે છે.

ફેસબૂક ઘ્વારા લેવામાં આવેલું આ ખુબ જ સુંદર પગલું કહી શકાય. કી ઑરથેન્ટિકેશન તમને ઘણા સાયબર અટેક થી બચાવે છે.

ફેસબૂક ન્યુઝફીડ માં બદલાવ

ફેસબૂક ન્યુઝફીડ માં બદલાવ

પ્રાઇવસી અને સિક્યોરિટી અપડેટ પછી ફેસબૂક તેમનું નવું અપડેટ ન્યુઝફીડ લઈને આવ્યું છે. જેમાં તમે તમારી પ્રોફાઈલ પર તમને લગતા વળગતા વીડિયો અથવા તો ન્યુઝ જ આવશે.

જો તમે ફેસબૂક પર કોઈ લાંબો વીડિયો જુઓ છો અને વધારે સમય તેના માટે પસાર કરો છો, તેવામાં આવો વીડિયો બુસ્ટ થઇ જશે. ફેસબૂક ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ લાંબો વીડિયો ફેસબૂક પર અપલોડ થયો હોય અને લોકો તેને જોવામાં વધારે સમય પસાર કરે છે, તો તેનાથી ફેસબૂક ડિસ્ટ્રીબ્યુશનમાં વધારો થાય છે. તેના કારણે જો કોઈ વ્યક્તિ લાંબા ફેસબૂક વીડિયોને જુઓ છે તેના માટે વધારે સમય પણ પસાર કરે છે તેવામાં તેમની ન્યુઝફીડ પર તેવા વીડિયો ચોક્કસ આવશે.

ફેસબૂક ટ્રેન્ડિંગ ટોપિક

ફેસબૂક ટ્રેન્ડિંગ ટોપિક

ફેસબૂક ઘ્વારા ખાલી ન્યુઝફીડ જ નહીં, પરંતુ તેના ટ્રેન્ડિંગ ટોપિક માટે પણ સારો એવો સુધારો કરવામાં આવ્યો છે. ફેસબૂક ઘ્વારા લેવામાં આવેલું આ પગલું ખુબ જ અગત્યનું છે. યુએસ પ્રેસિડેન્ટલ ઈલેક્શન વખતે ફેસબૂક પર ફેક ન્યુઝ ચલાવવાનો આરોપ લાગ્યો હતો. ઈલેક્શન પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ વિજયની ફેક ન્યુઝ ફેસબૂક પર ખુબ જ ચગી હતી. ઘણા લોકોને ખબર નહીં હોય પરંતુ ફેસબૂક છેલ્લા ઘણા સમયથી ફેક ન્યુઝ પ્રોબ્લેમને સોલ્વ કરી રહી છે.

ફેસબૂક ઘ્વારા તેમના ટોપિક સિલેક્શન ને બદલી દેવામાં આવ્યું છે. હવે ફેસબૂકમાં ટોપિક પસંદગી લોકો કઈ રીતે તેની સાથે જોડાય છે તેના આધાર પર થશે. હવે તમને કોઈ પણ ટ્રેન્ડિંગ ટોપિક સાથે તેનો સોર્સ પણ જણાવવામાં આવશે.

એન્ડ્રોઇડ માટે ફેસબૂક સ્લાઇડશૉ ફીચર

એન્ડ્રોઇડ માટે ફેસબૂક સ્લાઇડશૉ ફીચર

એન્ડ્રોઇડ માટે ફેસબૂક સ્લાઇડશૉ ફીચર હાલમાં એડ કરવામાં આવેલો ફેસબૂક ફીચર છે. આ ફીચર આઇઓએસ યુઝર માટે જૂન 2016 માં રિલીઝ કરવામાં આવી ચુક્યો છે. પરંતુ હવે એન્ડ્રોઇડ યુઝર માટે પણ આ સ્લાઇડશૉ ફીચર રિલીઝ કરવામાં આવી રહ્યો છે.

કંપની ઘ્વારા આ ફીચર ગયા મહિને જ ટેસ્ટિંગ કરવામાં આવી ચુક્યો છે. હવે લાગી રહ્યું છે કે ફીચર ટેસ્ટિંગ પૂરું થઇ ચૂક્યું છે અને લોકો માટે આ ફીચર બિલકુલ રેડી છે. એન્ડ્રોઇડ પોલીસ રિપોર્ટ મુજબ આ ફીચર કેટલાક એન્ડ્રોઇડ યુઝર એપમાં આવી ચૂક્યું છે.

આ ફીચર "પોસ્ટ ઓન એક્ટિવિટી" મેનુ, જે ટેગ ફ્રેન્ડ ઉપર આવેલું છે તેના પર ઉપલબ્ધ છે. ત્યાં તમારે સ્લાઇડશૉ પર ક્લિક કરવાનું રહેશે. આ ટેબ તમને ગેલેરી પર લઇ જશે. જ્યાંથી તમે સ્લાઇડશૉ બનાવવા માટે ફોટો પસંદ કરી શકો છો. બસ, પછી તેને ફેસબૂક પર અપલોડ કરી દો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Facebook has brought many changes to become a better platform. Find out about the latest updates here.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X