જાણો કેમ વોટ્સએપ વીડિયો કોલ બધા માટે યોગ્ય નથી

જેની કેટલાક સમયથી રાહ જોવાતી હતી એવો વીડિયો કોલિંગ ફીચર કોઈ પણ વોટ્સએપ યુઝર તેના મિત્રો અને પરિવાર સાથે જોડાવવા માટે કરી શકે છે.

Written by: anuj prajapati

વોટ્સએપ ખુબ જ ફેમસ મેસેજિંગ એપ છે. જેને છેલ્લા કેટલાક મહિનામાં એપના નવા નવા ફીચર લોન્ચ કર્યા છે. આ બધા જ નવા ફીચરમાં એક ફીચર છે, વોટ્સએપ વીડિયો કોલ.

જાણો કેમ વોટ્સએપ વીડિયો કોલ બધા માટે યોગ્ય નથી

થોડા મહિના પહેલા વોટ્સએપએ તેનો વીડિયો કોલિંગ ફીચર બીટા યુઝર માટે અમલમાં મુક્યો હતો. પરંતુ ત્યારપછી આ મેસેજિંગ એપે છેલ્લે ઓફિસિયલ વોટ્સએપમાં વીડિયો કોલ ફીચર એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ એપ માટે એડ કરી દીધો.

જુઓ આ ટોપ 5 સેલ્ફી સ્માર્ટફોન, તે પણ 20,000 રૂપિયાની અંદર

જેની કેટલાક સમયથી રાહ જોવાતી હતી એવો વીડિયો કોલિંગ ફીચર કોઈ પણ વોટ્સએપ યુઝર તેના મિત્રો અને પરિવાર સાથે જોડાવવા માટે કરી શકે છે.

Tips: ફોન ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરવો બ્લાસ્ટનું કારણ નથી

આમ જોવા જઈએ તો બીજા વીડિયો કોલિંગ એપ જેવી કે સ્કાઇપ, ફેસટાઈમની સરખામણીમાં વોટ્સએપ વીડિયો કોલ એટલું સારું નથી. જાણો તેની પાછળનું કારણ...

ખરાબ વીડિયો કવોલિટી

બીજા એપની સરખામણીમાં વોટ્સએપ વીડિયો કવોલિટી થોડી ખરાબ છે. તમને ફેસ ટુ ફેસ વાત કરવા માટે પણ સારી ફોટો કવોલિટી નહીં મળી શકે. વોટ્સએપ વીડિયો કોલ દરમિયાન વીડિયોની કવોલિટી ખુબ જ બ્લર જોવા મળશે.

ખુબ જ વધારે ડેટા રોકે છે

બીજા એપ જેવી કે સ્કાઇપ, ફેસટાઈમની સરખામણીમાં વોટ્સએપ વીડિયો કોલ ખુબ જ વધારે ડેટા વાપરી નાખે છે. વોટ્સએપ વીડિયો કોલ કરવાથી તમારો ખુબ જ વધારે ડેટા વપરાઈ જાય છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

વોટ્સએપ વીડિયો કોલનું ઇન્વાઇટ એક સ્કેમ

વોટ્સએપ વીડિયો કોલ આવતા પહેલા જ ઘણા સ્કેમર્સ લોકોને વોટ્સએપ વીડિયો કોલનું ઇન્વાઇટ મોકલતા હતા. જેમને લગભગ બધા જ લોકોને ટાર્ગેટ કરવાનું ચાલુ કરી દીધું હતું.

સ્કેમર્સ લોકોને વોટ્સએપ વીડિયો કોલ માટેનું લિંક મોકલતા હતા. જેના પર ક્લીક કરીને તમે વીડિયો કોલનું ફીચર મેળવી શકો. જે બિલકુલ ફેક હતું. તમે તમારું વોટ્સએપ અપગ્રેડ કરીને વોટ્સએપ વીડિયો કોલ ફીચર મેળવી શકો છો.

 

2G નેટવર્કમાં કામ નહીં કરે

વોટ્સએપ વીડિયો કોલ તમે તમારા 2G નેટવર્ક માં નહીં ચલાવી શકો. કારણકે જો 3G નેટવર્કમાં જ તમને ખરાબ વીડિયો કવોલિટી જોવા મળતી હોય તો પછી 2G ની તો વાત જ ક્યાં કરવી.

સારી કવોલિટી માટે વાઇફાઇ જરૂરી

જો તમારો સ્માર્ટફોન વાઇફાઇ સાથે કનેક્ટ ના હોય તો તમારા મોબાઈલ ડેટામાં ખુબ જ વધારે વપરાશ થશે. જો તમારે વોટ્સએપ વીડિયો કોલ કરવો હોય તો સારું વાઇફાઇ કનેક્શન હોવું પણ એટલું જ જરૂરી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
WhatsApp video calls aren't a good option. Check out why...
Please Wait while comments are loading...

Social Counting