હવે પેટીએમ વોલેટ પર થી બેંક માં પૈસા ટ્રાન્સફર કરવા પર પેટીએમ દ્વારા 2% ચાર્જ લેવા માં આવશે.

પેટીએમએ પહેલા એવું જાહેર કર્યું હતું કે તેલોકો જાન્યુઆરી 2017 સુધી બેંક ચાર્જીસ ને 0% રાખશે.

Written by: Keval Vachharajani

થોડા સમય પહેલા ઓનલાઇન પેમેન્ટ કંપની પેટીએમએ એવું જાહેર કર્યું હતું કે જાન્યુઆરી 2017 સુધી તેલોકો કોઈ પણ પ્રકાર નો ચાર્જ બેંક ટ્રાન્સફર રેટ પર નહિ વસુલે જેની અંદર સામાન્ય રીતે ચાર્જ રેટ્સ ને 0% રાખવા માં આવ્યા હતા.

હવે પેટીએમ વોલેટ પર થી બેંક માં પૈસા ટ્રાન્સફર કરવા પર પેટીએમ

જેથી પોતે કરેલી જાહેરાત નો સમય પૂરો થતા હવે પેટીએમ પોતાના પેટીએમ વોલેટ માંથી પોતાની બેંક ની અંદર પૈસા ટ્રાન્સફર કરવા પર 2% ચાર્જ વસુલ કરશે, અને આ ફી ફેબ્રુઆરી ની 2જી તારીખ થી જ અમલ માં આવી ચુકી છે.

તેમ છત્તા અમે કંપની તરફ થી અમુક સારા સમાચાર ની અપેક્ષા રાખીએ છીએ, કેમ કે, થોડા સમય પહેલા જ પેટીએમ ને RBI તરફ થી પોતાની પેટીએમ પેમેન્ટ્સ બેંક માટે ની પરવાનગી મળી ગઈ હતી જેનો અર્થ એમ થાય છે કે, કંપની પોતાના વોલેટ પ્લેટફોર્મ ને નવા પેમેન્ટ બેંક માં બદલી શકે છે.

એપલ ટીવી જેમ ફેસબૂક પણ સેટટોપ બોક્સ માટે એપ બનાવશે.

ત્યાર બાદ કંપની એ જણાવ્યું હતું કે પેટીએમ પેમેન્ટ બેંક ના લોન્ચ બાદ, તે યુઝર્સ ને અનુમતિ આપશે કે તે પોતાના પેટીએમ વોલેટ માંથી પોતાના પેમેન્ટ બેંક ની અંદર ફ્રી માં પૈસા ને હંમેશા માટે ટ્રાન્સફર કરી શકે. અને તેની અંદર પણ ગ્રાહકો ને ઓપ્શન આપવા માં આવશે કે તેમને પેમેન્ટ બેંક નો ઉપીયોગ કરવો છે કે નહિ અને તે પેટીએમ કસ્ટમર કેર દ્વારા થઇ શકશે.

પેટીએમ કદાચ પેટીએમ પેમેન્ટ્સ બેંક ને આ મહિના ના અંત સુધી માં લોન્ચ કરી દેશે અને એવું કહેવા માં આવી રહ્યું છે કે કંપની આ સેવા ને સૌથી પહેલા ઉત્તર પ્રદેશ માં ચાલુ કરશે અને ત્યાર બાદ બાકી ના દેશ ની અંદર આ સેવા ને ચાલુ કરવા માં આવશે.

English summary
Paytm is charging 2% fee for transferring money from wallet to bank.
Please Wait while comments are loading...

Social Counting