નોકિયા 6 સ્માર્ટફોન ભારતમાં 5 એપ્રિલે લોન્ચ થઇ શકે છે.

નોકિયા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ભારતીય માર્કેટ તરફ ખુબ જ વધુ ફોકસ કરી રહ્યા છે.

By Anuj Prajapati
|

હાલમાં જ એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ દરમિયાન નોકિયા ઘ્વારા નોકિયા 3, નોકિયા 5, નોકિયા 6 અને લેટેસ્ટ નોકિયા 3310 ફોન વિશે જણાવવામાં આવ્યું. નોકિયા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ભારતીય માર્કેટ તરફ ખુબ જ વધુ ફોકસ કરી રહ્યા છે. નોકિયા સ્માર્ટફોન ગ્રોથ માટે ભારતીય માર્કેટ ખુબ જ અગત્યનું છે.

નોકિયા 6 સ્માર્ટફોન ભારતમાં 5 એપ્રિલે લોન્ચ થઇ શકે છે.

હાલમાં જ નોકિયા ઘ્વારા એક ખુબ જ રસપ્રદ જાહેરાત કરવામાં આવી છે, જે ભારતમાં રહેલા નોકિયા ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ નોકિયા 6 સ્માર્ટફોન ભારતમાં વર્ષના બીજા કવાટરમાં લોન્ચ કરશે.

એચએમડી ગ્લોબલ ઘ્વારા નોકિયા 6 સ્માર્ટફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેના વિશે કોઈ પણ ચોક્કસ તારીખ જણાવવામાં આવી નથી. પરંતુ હાલમાં ઈન્ટરનેટ પર ચર્ચા ચાલી રહી છે કે નોકિયા 6 સ્માર્ટફોન ભારતમાં 5 એપ્રિલે લોન્ચ કરી દેવામાં આવશે.

નોકિયા ઘ્વારા 35 મિલિયન ફીચર ફોન શિપમેન્ટ કરવામાં આવ્યા

નોકિયા 6 સ્માર્ટફોન ભારતમાં બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે. રેગ્યુલર નોકિયા 6 સ્માર્ટફોન જેની કિંમત લગભગ 16,000 રૂપિયા રાખવામાં આવી છે. જયારે સ્પેશ્યલ એડિશન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયંટ ધરાવતા સ્માર્ટફોનની કિંમત 21,000 રૂપિયા રાખવામાં આવી શકે છે. આ માહિતી નોકિયા અને એચએમડી ગ્લોબલ ઘ્વારા જણાવવામાં આવી છે. આ ડિવાઈઝ ગૂગલ એસિસ્ટન્ટ સપોર્ટ સાથે આવશે.

હવે જો નોકિયા 6 સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 5.5 ઇંચ એફએચડી 1080 પિક્સલ ડિસ્પ્લે 2.5ડી ગોરીલા ગ્લાસ સાથે આપવામાં આવશે. આ હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 430 પ્રોસેસર, 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે.

હવે જો કેમેરા સેટઅપ વિશે વાત કરવામાં આવે તો 16 મેગાપિક્સલ રિયર કેમેરો અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. નોકિયા 6 સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને હોમ બટન પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 3000mAh બેટરી આપવામાં આવી છે.

Best Mobiles in India

English summary
Nokia 6 is rumored to be released in India on April 5. There is no official confirmation on the same. Read more...

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X