ટોપ 5 વેન્ડર લિસ્ટમાં કોઈ પણ ભારતીય બ્રાન્ડને જગ્યા નથી મળી

ર્ટફોન માર્કેટમાં ભારતીયો સૌથી વધુ ચાઈનીઝ સ્માર્ટફોન ખરીદી રહ્યા છે. જેના કારણે શ્યોમી, લેનોવો, ઓપ્પો અને વિવો જેવી સ્માર્ટફોન બ્રાન્ડ ટોપ વેન્ડર લિસ્ટમાં આવી ચુકી છે.

By Anuj Prajapati
|

સ્વદેશી વસ્તુઓ અપનાવો આવું સ્લોગન તો આપણે ખુબ જ સાંભળું છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે, ખાસ કરીને સ્માર્ટફોન માર્કેટમાં. સ્માર્ટફોન માર્કેટમાં ભારતીયો સૌથી વધુ ચાઈનીઝ સ્માર્ટફોન ખરીદી રહ્યા છે. જેના કારણે શ્યોમી, લેનોવો, ઓપ્પો અને વિવો જેવી સ્માર્ટફોન બ્રાન્ડ ટોપ વેન્ડર લિસ્ટમાં આવી ચુકી છે. આ રિપોર્ટ ઇન્ટરનેશનલ રિસર્ચ કોર્પોરેશન ઘ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

ટોપ 5 વેન્ડર લિસ્ટમાં કોઈ પણ ભારતીય બ્રાન્ડને જગ્યા નથી મળી

વર્ષ 2016 ચોથા કવાટર દરમિયાન સ્માર્ટફોન શિપમેન્ટ 25.8 મિલિયન યુનિટ સુધી પહોંચી ચૂક્યું હતું. જયારે વર્ષ 2015ની સરખામણીમાં તેમાં 20.3 ટકાનો વધારો થયો છે. વર્ષ 2016 દરમિયાન સ્માર્ટફોન માર્કેટમાં લગભગ 109.1 મિલિયન સ્માર્ટફોન શિપમેન્ટ રજીસ્ટર થયા છે. જેમાં કુલ 5.2 ટકા જેટલો વધારો થયો છે.

ઇન્ટરનેશનલ રિસર્ચ કોર્પોરેશન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ફેસ્ટિવલ સીઝન નવેમ્બર અને ડિસેમ્બરમાં નોટબંધી થવાથી સેલમાં થોડો ઘટાડો થયો હતો.

રિપોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સેમસંગ હજુ પણ 25.1 ટકા સ્માર્ટફોન માર્કેટ શેર સાથે લીડીંગમાં ચાલી રહ્યું છે. ભારતમાં સેમસંગ જે સિરીઝ સ્માર્ટફોન અને બીજી ચાઈનીઝ બ્રાન્ડ જેવી કે શ્યોમી 10.7 સ્માર્ટફોન માર્કેટ શેર ધરાવે છે. જે ગયા વર્ષમાં 3.2 ટકા જેટલો હતો.

નોકિયા 6 Vs રેડમી નોટ 4, લેનોવો K6 પાવર, મોટો એમ અને હોનોર 6X

ત્રીજા નંબર પર લેનોવો 9.9 સ્માર્ટફોન માર્કેટ શેર સાથે ચાલી રહ્યું છે. ઓપ્પો 8.6 ટકા માર્કેટ શેર સાથે ચોથા નંબરે અને વિવો 7.6 ટકા સ્માર્ટફોન માર્કેટ શેર સાથે પાંચમા નંબર પર છે.

રિપોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2016 લાસ્ટ કવાટરમાં ચાઈનીઝ સ્માર્ટફોન 46 ટકા સુધી પહોંચી ચૂક્યું છે. જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ ડબલ થઇ ચૂક્યું છે.

જયપાલ સિંહ જેઓ ઇન્ટરનેશનલ રિસર્ચ કોર્પોરેશનમાં માર્કેટ એનાલિસ્ટ છે તેમને જણાવ્યું કે આવું પહેલી વખત બન્યું છે કે ટોપ 5 સ્માર્ટફોન લિસ્ટમાં કોઈ પણ ભારતીય કંપનીનું નામ નથી આવ્યું.

Best Mobiles in India

English summary
The report also says that in the smartphone market, the share of China-based vendors touched a whopping 46 per cent in the quarter ended December 2016, as their shipments doubled if compared with the same period last year, while the share of homegrown vendors further slipped to 19 per cent

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X