સાયકલોન નાડા: આ ફ્રી એપ તમને આવનારી કુદરતી આફત વિશે જણાવશે

કુદરતી આફત ક્યારેય પણ કહીને નથી આવતી, તે ગમે ત્યારે તમને મુસીબતમાં મૂકી શકે છે.

Written by: anuj prajapati

કુદરતી આફત ક્યારેય પણ કહીને નથી આવતી, તે ગમે ત્યારે તમને મુસીબતમાં મૂકી શકે છે. ઉદાહરણ તરીકે સાયકલોન નાડા થોડા દિવસ પહેલા જ સાઉથ ઇન્ડિયામાં આવ્યો હતો, જેને તામિલનાડુ અને બીજા સ્ટેટના લોકોની ઉંગ હરામ કરી નાખી હતી.

સાયકલોન નાડા: આ ફ્રી એપ તમને આવનારી કુદરતી આફત વિશે જણાવશે

તામિલનાડુ અને તેના કેપિટલ ચેન્નાઇમાં 30 નવેમ્બરે સાયકલોનની ચેતવણી મળી હતી અને કયા હિસ્સામાં તે સાયકલોન ટકરાશે તેની પણ જાણકારી આપી હતી. તેના ઘ્વારા સરકારે યોગ્ય સમયે જોઈતા પગલાં ભરી લીધા જેના કારણે વધારે જાનહાની ના થાય.

એરસેલની લેટેસ્ટ કોમ્બો ઓફર, અનલિમિટેડ કોલ અને ડેટા

આવી પરિસ્થતિમાં આપનો સ્માર્ટફોન આપને આવી પરિસ્થતિમાંથી બહાર કાઢવા અને પાણી પહેલા પાર બાંધવામાં મદદ કરી શકે છે. આપણો સ્માર્ટફોન આપને લાઈવ અપડેટ આપી શકે છે કે આપને કયા સમયે શુ કરવું જોઈએ.

ગેલેક્ષી S8 Vs આઈફોન 8, જાણો કયું ખાનગી કામ કરી રહ્યું છે સેમસંગ?

અહીં અમે એવી 5 એપ વિશે જણાવવા જઈ રહ્યા છે, જે તમને આવી વિકટ પરિસ્થતિમાં બચાવવામાં મદદ કરી શકે છે...

ફેસબૂક

ફેસબુકે હાલમાં જ જણાવ્યું કે તેઓ કુદરતી આફત રિસ્પોન્સ ટૂલ બનાવવાનું પ્લાંનિંગ કરી રહ્યા છે સાથે સાથે તેઓ સિક્યોર ચેક ફીચર પર પણ કામ કરી રહ્યા છે.

ફેસબુકે જણાવ્યું કે તેઓ નવું ફીચર "કોમ્યુનિટી હબ" પણ બનાવવા જઈ રહ્યા છે, જ્યાં કુદરતી આફત સમયે લોકોને રહેવા માટે જગ્યા અને જમવાનું પણ મળી રહે.

ન્યૂ લેપટોપ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

NOAA વેધર રડાર અને એલર્ટ

એપ તમને સરળતાથી રિયલ ટાઈમ એનિમેટેડ હવામાનની તસવીરો મેપમાં બતાવશે. આ એપ યુઝરને હવામાન વિશેની વોર્નિંગની માહિતી પણ આપશે.

નેચરલ ડિઝાસ્ટર મોનિટર

આ એપને ઇન્સ્ટોલ કરતા યુઝર દુનિયાભરમાં થઇ રહેલી કુદરતી આફતો પર નજર રાખી શકે છે. આ એપ તમને હાલમાં જ થયેલી કુદરતી આફત કલર કરેલા આઇકોનમાં બતાવશે. આ આઇકોનની કલર એલર્ટ લેવલ ગ્રીન, ઓરેન્જ અને રેડ તરીકે બતાવશે. આઇકોન પર ક્લિક કરતા તમને તે કુદરતી આફત વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવશે.

યુબીએલર્ટ - ડિઝાસ્ટર એલર્ટ

યુબી એલર્ટ એપ એક ગ્લોબલ સોશ્યિલ નેટવર્ક છે. જે દુનિયાભર ની કુદરતી આફતની વિસ્તૃત માહિતી પૂરતી પાડે છે. માહિતી સાથે સાથે આ એપ તે કુદરતી આફત સાથે જોડાયેલી તસવીરો, વીડિયો પણ મોકલે છે.

ડિઝાસ્ટર એલર્ટ

એપને ડાઉનલોડ કર્યા પછી યુઝર દુનિયાભરમાં થઇ રહેલી રિયલ ટાઈમ ઘટનાઓ ઑથોરિટીવ સોંર્સ ઘ્વારા મેળવી શકે છે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Download these apps and protect yourself from natural disasters including Cyclone Nada right away!
Please Wait while comments are loading...

Social Counting