વર્ષ 2017 માં જોવાલાયક મોબાઈલ એપ ડેવલોપમેન્ટ ટ્રેન્ડ.

આજે મોબાઈલ અને મોબાઈલ એપ આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ચુકી છે. લોકો દિવસે ને દિવસે અલગ અલગ મોબાઈલ એપ એડિક્ટ બની ચુક્યા છે.

Written by: anuj prajapati

આજે મોબાઈલ અને મોબાઈલ એપ આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ચુકી છે. લોકો દિવસે ને દિવસે અલગ અલગ મોબાઈલ એપ એડિક્ટ બની ચુક્યા છે. મોબાઈલ એપના કારણે તેમના ઘણા કામો સરળ બની ચુક્યા છે. આખી દુનિયા મોબાઈલ એપ પાછળ ઘેલી થઇ ચુકી છે.

વર્ષ 2017 માં જોવાલાયક મોબાઈલ એપ ડેવલોપમેન્ટ ટ્રેન્ડ.

ઘણા લોકો મોબાઈલ એપ પર નિર્ભર થઇ ચુક્યા છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયમાં ઘણી મોબાઈલ એપ આવી ચુકી છે. જેના કારણે ગૂગલ અને એપલ પ્લેસ્ટોર પર દર વર્ષે હજારો નવી એપ લોન્ચ થઇ રહી છે અને ભવિષ્યમાં આ નંબરમાં ખુબ જ સારો એવો વધારો થઇ રહ્યો છે.

વોટ્સએપ પર આજ કાલ ફરતો મેસેજ જેમાં જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી ફ્રી Rs. 500 નું રિચાર્જ આપશે તે ખોટો છે

વર્ષ 2016 માં ઘણી નવી અને સારી એવી એપ જેવી કે ગ્રોસરી એપ, રાઈડ શેર એપ, ક્લાઉડ બેઝ એપ, અને બીજી ઘણી હજારો સર્વિસ આપી શકે તેવી આવી છે. વર્ષ 2017 પણ ઘણી નવી આકાંશા લઈને ચોક્કસ આવ્યું છે. તો એક નજર કરો કે આ વર્ષે મોબાઈલ એપ ડેવલોપમેન્ટ ટ્રેન્ડ કેવો રહેશે.

સ્વીફ્ટ ડેવલોપર માટે રોડ અહેડ એપ

સ્વીફ્ટ આઇઓએસ ડેવલોપર માટે નેક્સ્ટ જનરેશન પ્રોગ્રામિંગ લેન્ગવેજ જે ઓબ્જેકટીવ સી કરતા પણ વધુ સરળ છે. સ્વીફ્ટને એક ફ્યુચર ડેવલોપમેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. જેને વર્ષ 2017 માં ખુબ જ વધારે અગત્યતા આપવામાં આવી રહી છે.

લોકેશન બેઝ સર્વિસનો વધારે ઉપયોગ

લોકેશન બેઝ સર્વિસ આપતી એપ વર્ષ 2017 માં એક કી પ્લેયર સાબિત થશે. ગયા વર્ષે આપણે ઉભરતી એપલ બીકોન અને ગૂગલ બીકોન લોકેશન બેઝ સર્વિસ જોઈ હતી.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

IoT બનશે મોટું

ક્લાઉડ બેઝ એપના ઘણા ઓપશન છે. ટેક દુનિયામાં ઈન્ટરનેટ થીંગ ધીરે ધીરે ખુબ જ વધારે મોટું થઇ રહ્યું છે. રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટ થીંગ વર્ષ 2017 માં ખુબ જ અગત્યનું સાબિત થશે.

એમ-કોમર્સ એપમાં સારો ગ્રોથ

વર્ષ 2016 માં આપણે એમ કોમર્સ એપમાં ખુબ જ સારો એવો ગ્રોથ જોયો. લોકો હવે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. શોપિંગ અને બીજા બેન્ક પેમેન્ટ કરવા માટે લોકો ઓનલાઇન વધુ પસંદ કરે છે. તેવામાં એમ કોમર્સ બેસ્ટ ઓપશન છે.

વધુ સિક્યોર એપ

ઘણી એપ તમેની પ્રાયમરી એન્ટ્રી લેવલ સિક્યોરિટી પાર કરી શકતી નથી. ઘણા હેકર તમારા એકાઉન્ટમાં દાખલ થઈને તમારા ડેટા ચોરી કરી શકે છે. તેવામાં વર્ષ 2017 માં ડેવલોપર એપ સિક્યોરિટીને લઈને ચોક્કસ ધ્યાન આપશે.

ઔગ્મેન્ટેડ રિયાલિટી અને વર્ચુઅલ રિયાલિટી

બંને ઔગ્મેન્ટેડ રિયાલિટી અને વર્ચુઅલ રિયાલિટી ટેક દુનિયાનું ભવિષ્ય છે અને તેના ઘણા ઉદાહરણ આપણે વર્ષ 2016 માં જોયા પણ છે. ગેમિંગ અને એન્ટર્ટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આપણે તેના ઉદાહરણ પણ જોયા છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક દુનિયામાં સૌથી આગળ જ રહેશે. રિપોર્ટ મુજબ વર્ષ 2017 માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી માં ખુબ જ વધારે રોકાણ કરવામાં આવશે. વર્ષ 2016 માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એપ પ્રિઝમાં, ગૂગલ નાવ જેવી ઘણી એપ ફેમસ રહી હતી.

ક્લાઉડ ડ્રિવન મોબાઈલ એપ

ક્લાઉડ ટેક્નોલોજી આપણા જીવનના દરેક જગ્યા પર આવી ચુકી છે. ક્લાઉડ કોમ્પ્યુટીંગ આખરે મોબાઈલ એપમાં આવી ચૂક્યું છે. જેના કારણે યુઝર તેના ડેટા સરળતાથી સ્ટોર કરી શકે છે. જેને તેઓ ગમે ત્યારે ઍક્સેસ કરી શકે છે.

એન્ટરપ્રાઇઝ એપ અને માઇક્રો એપ

જોવા જઈએ તો દરેક સ્ટાર્ટઅપ એપ તેમની એપમાં સ્વીફ્ટ ગ્રોથ એન્ટરપ્રાઇઝ એપમાં જોવા મળ્યો છે. આ એપ યુઝરને રિસ્ટ્રચર, સ્ટ્રિમલાઈન અને બિઝનેસ ને મેનેજ કરવામાં મદદ કરે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
App trends to hit the market in 2017.
Please Wait while comments are loading...

Social Counting