મોબિક્વિક લાઈટ ઈ-વોલેટ સ્લો ઈન્ટરનેટમાં પણ આરામથી ચાલે છે.

જ્યારથી ભારતમાં 500 અને 1000 ની નોટો બંધ થઇ છે, ત્યારથી લોકોમાં પૈસાની ખુબ જ તંગી વર્તાઈ છે. જેના કારણે લોકો ધીરે ધીરે પેટીએમ, ફ્રીચાર્જ અને મોબિક્વિક જેવા પ્લેટફોર્મ તરફ વળ્યાં છે.

By Anuj Prajapati
|

જ્યારથી ભારતમાં 500 અને 1000 ની નોટો બંધ થઇ છે, ત્યારથી લોકોમાં પૈસાની ખુબ જ તંગી વર્તાઈ છે. જેના કારણે લોકો ધીરે ધીરે પેટીએમ, ફ્રીચાર્જ અને મોબિક્વિક જેવા પ્લેટફોર્મ તરફ વળ્યાં છે. જેના કારણે તેઓ કોઈ પણ વસ્તુની ખરીદી આરામથી કરી શકે. આ ઓનલાઇન પ્લેટફોર્મ ઘ્વારા બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવા, રિચાર્જ કરવું, શોપિંગ કરવી તેના માટે ખુબ જ વધારે ડેટા રોકી લે છે આ બધું જ લિમિટેડ ડેટામાં કરવું શક્ય નથી.

મોબિક્વિક લાઈટ ઈ-વોલેટ સ્લો ઈન્ટરનેટમાં પણ આરામથી ચાલે છે.

2જી યુઝર માટે મોબિક્વિક ઘ્વારા હાલમાં જ મોબિક્વિક લાઈટ એપ લોન્ચ કરવામાં આવી. તેના જણાવ્યા મુજબ આ એપ જુના વર્ઝન કરતા ઓછા જગ્યા અને ડેટા રોકશે.

આરકોમે 20 મિલિયન સબસ્કાયબર ગુમાવ્યા, જિયોની વેલકમ ઓફર બન્યો ખતરો

આ નવી એપ ઓછા ડેટામાં પણ ખુબ જ સરળતાથી ઇન્સ્ટોલ થઇ જશે. આ એપની સાઈઝ 1 એમબી છે. એટલા માટે 2જી યુઝર પણ તેને સરળતાથી 30 સેકન્ડમાં ઇન્સ્ટોલ કરી શકશે. એટલું જ નહીં પરંતુ આ એપ 2જી ઈન્ટરનેટ પણ પણ ખુબ જ આરામથી ચાલશે અને ડેટા પણ ખુબ જ ઓછા લેશે.

એપ વિશે માહિતી

એપ વિશે માહિતી

મોબિક્વિક લાઈટ એપ ઈડીજીઈ કનેક્શન પર કામ કરે છે, જે યુઝરને એપ ઘ્વારા બેન્ક ટ્રાન્જેક્શન અને બીજી સુવિધાનો ઉપયોગ ઓછી ઈન્ટરનેટ સ્પીડમાં પણ કરવા દે છે. જે પૈસાની તંગી ના સમયમાં પણ ડિજિટલ પેમેન્ટ સરળ બનાવે છે.

આ એપ ઘ્વારા યુઝર બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવા, પેમેન્ટ રિસીવ કરવું, બિલ ચૂકવવું અને મોબાઈલ રિચાર્જ જેવા કામ કરી શકે છે.

આ એપ અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ

આ એપ અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ

મોબિક્વિક લાઈટ એપ ઇંગલિશ અને હિન્દી બંને ભાષામાં છે. જયારે તેના જુના વર્ઝનમાં આ એપ ખાલી ઇંગલિશ ભાષામાં જ હતી. અઠવાડિયાના અંતમાં મોબિક્વિક લાઈટ બધી જ અલગ અલગ ભાષામાં લોન્ચ થવા જઈ રહી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

કોઈ ગૂગલ પ્લેસ્ટોર નહીં, એક મિસકોલથી એપ ડાઉનલોડ કરો

કોઈ ગૂગલ પ્લેસ્ટોર નહીં, એક મિસકોલથી એપ ડાઉનલોડ કરો

જો તમારી પાસે ગૂગલ પ્લેસ્ટોરનો ઍક્સેસ ના હોય તો તમે એક મિસકોલ ઘ્વારા પણ આ એપ ડાઉનલોડ કરી શકો છો. તમારે 80971-80971 પર એક મિસકોલ કરવાનો રહેશે અને તમે તમારા મોબાઈલ નંબર ઘ્વારા સાઈન અપ કરી શકો છો.

કઈ રીતે મોબિક્વિક લાઈટ એપ ઇન્સ્ટોલ કરવી?

કઈ રીતે મોબિક્વિક લાઈટ એપ ઇન્સ્ટોલ કરવી?

#1. તમારા મોબાઈલ નંબર ઘ્વારા 80971-80971 પર એક મિસકોલ કરવો.

#2. મોબિક્વિક તમને એક લિંક મોકલશે. તમારે ડાઉનલોડ એપ્લિકેશન પર ક્લિક કરવાની રહેશે.

#3. એપ ડાઉનલોડ કર્યા પછી યુઝરને એક ઓટીપી તેના મોબાઈલ પર મળશે અને તે મોબિક્વિક લાઈટ એપમાં રજીસ્ટર થઇ જશે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Try out this multi-lingual mobile wallet app that works perfectly in slow or 2G internet connection.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X