ગૂલિગન ઘ્વારા હેક કરવામાં આવ્યા મિલિયન જેટલા ગૂગલ એકાઉન્ટ

રિપોર્ટ અનુસાર હાલમાં એક નવો એન્ડ્રોઇડ માલવેર અત્યારે લોકોમાં આતંક મચાવી રહ્યો છે.

By Anuj Prajapati
|

સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધતા જાય છે. રિપોર્ટ અનુસાર હાલમાં એક નવો એન્ડ્રોઇડ માલવેર અત્યારે લોકોમાં આતંક મચાવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર મેલિસીયસ સોફ્ટવેર જેને ગૂલિગન નામથી ઓળખવામાં આવી રહ્યો છે. તેને મિલિયન જેટલા ગૂગલ એકાઉન્ટને નુકશાન પહોચાડ્યું છે. ગૂલિગન ની ઝપટમાં રોજ 13,000 જેટલી ડિવાઈઝ આવી રહી છે.

ગૂલિગન ઘ્વારા હેક કરવામાં આવ્યા મિલિયન જેટલા ગૂગલ એકાઉન્ટ

આ માલવેર તમારા મેલ એડ્રેસ અને બીજી અર્થેન્ટિક ટોકન જે તમે તમારા એન્ડ્રોઇડ ડિવાઈઝમાં સેવ કરી હોય તેને નુકશાન પહોંચાડે છે.

ટોપ 5 એસેસરીઝ જે તમે ભારતમાં 500 રૂપિયાની અંદર જ મેળવી શકો છો..

સૌથી વધુ ગભરાવે તેવી બાબત એ છે કે હેકર તમારી બધી જ માહિતી જે તમે જીમેલ, ગૂગલ ફોટો, ગૂગલ ડોક, ગૂગલ પ્લે બીજી ગૂગલ એપને નુકશાન પહોંચાડી શકે છે. એટલે કે તમારા બધા જ એકાઉન્ટ જે તમારા ગૂગલ એકાઉન્ટ થશે લિંક થયા છે. તેની માહિતી હેકર મેળવી શકે છે.

સાવધાન, સ્માર્ટફોન ચાર્જર બની શકે છે ઘાતક

બીજી બાજુ ગૂલિગન ક્રિમિનલ માટે પૈસા પણ કમાઈ રહ્યું છે. વિકટીમ તરફથી ગૂગલ પ્લેથી એપ ઇન્સ્ટોલ કરવી અને તેને રેટિંગ આપવું.

અહીં અમે તમને આ માલવેર વિશે કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છે, જે તમને ઉપયોગી સાબિત થઇ શકે છે.

કોણ આવ્યું ઝપટમાં?

કોણ આવ્યું ઝપટમાં?

ગયા વર્ષે ચેક પોઇન્ટ મોબાઈલ રિસર્ચ ટીમને ગૂલિગન કોડ સ્નેપપી એપમાં જોવા મળ્યો હતો.

ઓગસ્ટ 2016 માં આ માલવેર ફરી એકવાર એક્ટિવ થયો અને તેના ઘ્વારા ઘણી ડિવાઈઝને નુકશાન પણ થયું. રિપોર્ટ અનુસાર દરરોજ લગભગ 13,000 ડિવાઈઝને નુકશાન પહોંચી રહ્યું છે. આખી દુનિયાના ઘણા મેલ એડ્રેસની માહિતીઓ લીક થઇ ચુકી છે.

આ માલવેર ઘ્વારા 40 ટકા ડિવાઈઝ એશિયા, 12 ટકા ડિવાઈઝ યુરોપની છે, જેને નુકશાન થયું છે. ચેક પોઇન્ટ ઘ્વારા આગળ કહેવામાં આવ્યું છે કે ગૂલિગન ઘ્વારા એન્ડ્રોઇડ 4 અને એન્ડ્રોઇડ 5 ડિવાઈઝને ટાર્ગેટ કરવામાં આવી છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

કઈ રીતે તે કામ કરે છે?

કઈ રીતે તે કામ કરે છે?

ખુબ જ નવાઈની વાત છે કે ગૂલિગન માલવેરના ટ્રેસ ઘણી બધી એપમાં જોવા મળ્યા. આ ઇન્ફેક્શન ત્યારે શરૂ થાય છે જયારે યુઝર ગૂલિગન માલવેર જેમાં હોય તે એપ તેની મોબાઈલ ડિવાઈઝમાં ઇન્સ્ટોલ કરે છે.

ફિશિંગ સ્કેમ ઘ્વારા પણ ગૂલિગન ઈન્ફેક્ટેડ એપ ઇન્સ્ટોલ થઇ શકે છે. જ્યાં હેકર ગૂલિગન ઈન્ફેક્ટેડ એપની લિંક મેસેજ ઘ્વારા મોકલે છે.

શુ તમે પણ અફેક્ટ થયા છો?

શુ તમે પણ અફેક્ટ થયા છો?

જો તમે જાણવા માંગતા હોવ કે પણ પણ આ ગૂલિગન માલવેરમાં ફસાય છો કે નહીં, તેના માટે ચેક પોઇન્ટ આપણે ફ્રી ઓનલાઇન ટૂલ આપી રહ્યું છે. જ્યાં એન્ડ્રોઇડ યુઝર ચેક કરી શકે છે કે તેનું એકાઉન્ટ ઈન્ફેક્ટેડ થયું છે કે નહીં.

કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે નહીં?

કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે નહીં?

ચેક પોઇન્ટ ટીમ ઘ્વારા ગૂગલ સિક્યોરિટી ટીમને આ ગૂલિગન માલવેર વિશે માહિતી પહોંચાડી દેવામાં આવી છે. ગૂગલ ઘ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેઓ આ માલવેર પાછળ ધ્યાન આપી રહ્યા છે.

એડ્રીયન લુડવિગ જેઓ ગૂગલમાં એન્ડ્રોઇડ સિક્યોરિટીના ડાયરેકટ છે. તેમને ચેક પોઇન્ટની આ કર્યામાં ભાગીદારી ના વખાણ કર્યા છે. ગૂલિગન માલવેર સામે લાડવા માટે તેઓ બંને સાથે મળીને યોગ્ય પગલાં પણ લઇ રહ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Find out how an Android Malware Stole Millions of Google Accounts.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X