માઇક્રોસોફ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017, નવું ઇન્સ્ટોલર, ફાસ્ટ અને બીજું ઘણું

માઇક્રોસોફ્ટ ઘ્વારા તેમનું લેટેસ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017 વર્ઝન રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ સોફ્ટવેર પબ્લિક ડાઉનલોડ માટે તૈયાર છે.

માઇક્રોસોફ્ટ ઘ્વારા તેમનું લેટેસ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017 વર્ઝન રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ સોફ્ટવેર પબ્લિક ડાઉનલોડ માટે તૈયાર છે અને તેમાં ઘણા ફીચર અપડેટ આપવામાં આવ્યા છે. આ નવું અપડેટ ડેવલોપરને ઘણું જ ઉપયોગી સાબિત થશે.

માઇક્રોસોફ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017, નવું ઇન્સ્ટોલર, ફાસ્ટ અને બીજું ઘણુ

પાયોનિયર ઘ્વારા 7990 રૂપિયામાં નવું સબવૂફર લોન્ચ કરવામાં આવ્યું

લેટેસ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017 ફ્રી વર્ઝન તેના પ્રોફેશનલ ટૂલ સાથે સ્ટુડન્ટ અને પ્રોફેશનલ ડેવલોપર માટે ઉપલબ્ધ છે. માઇક્રોસોફ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017 વિશે ઉપયોગી એવી બધી જ માહિતી નીચે આપવામાં આવી છે.

નવું મોડ્યૂલર સેટઅપ

નવું વિઝુઅલ સ્ટુડિયો 2017 એક નવા ઈન્સ્ટોલેશન અનુભવ સાથે આવે છે, જે તમને કસ્ટમાઇડ ઈન્સ્ટોલેશન કરવાની મંજૂરી આપે છે. જેનો મતલબ છે કે તમે તમારા પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ અનુસાર કયા કમ્પોનેન્ટ ઇન્સ્ટોલ કરવા અને કયા કમ્પોનેન્ટ સ્કિપ કરવા તેને પસંદ કરી શકો છો.

કોડ ફાસ્ટ અને ડીબગ ફાસ્ટ

નવું વિઝુઅલ સ્ટુડિયો 2017 સ્પીડમાં ખુબ જ સારા સુધારા સાથે આવ્યું છે. ડેવલોપર હવે તેની મદદથી ફાસ્ટ કોડ અને ડી બગ કરી શકે છે. માઇક્રોસોફ્ટ ઘ્વારા લાઈવ યુનિટ ટેસ્ટિંગ, એક્સસેપ્શન, હેલ્પર, અને રન ટુ ક્લિક જેવા ફીચર લોન્ચ કરવામાં આવ્યા છે.

ક્લાઉડ ઇન્ટેગ્રશન અને એફિસિએંટ કોલોબરેશન

નવા વિઝુઅલ સ્ટુડિયો 2017 માં માઇક્રોસોફ્ટ ક્લાઉડ પ્લેટફોર્મ પણ ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે તેમાં ડોટ નેટ કોર, અઝુરે એપ્લિકેશન અને સર્વિસ પણ ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. વિઝુઅલ સ્ટુડિયો ટીમ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તમે સીધે સીધું તમારા ટીમ પ્રોજેક્ટ મેનેજ કરી શકો છો.

યુઆઈ એનાલિસિસ ટૂલ

માઇક્રોસોફ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017 ફીચર યુઆઈ એનાલિસિસ ટૂલ તમારી એપમાં રહેલા એલિમેન્ટ એક્ઝામિન કરે છે. જે તમને તેમાં આવેલા ઇસ્યુને સોલ્વ કરવામાં મદદ કરે છે. આ નવા અપડેટમાં સૌથી વધુ ધ્યાન આપવા જેવી બાબત છે કે તે મેક, લિનક્સ અને બીજા પ્લેટફોર્મ પર સપોર્ટ કરે છે. જેના કારણે ડેવલોપરનું કામ વધારે સરળ બની જાય છે.

વિન્ડોઝ 10 ક્રીયેટર અપડેટ સપોર્ટ

માઇક્રોસોફ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017 વિન્ડોઝ 10 ક્રીયેટર અપડેટ માટે પહેલું પ્લેટફોર્મ રિલીઝ કરવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017 મોબાઈલ એપ બનાવવામાં વધારે ફોકસ કરી રહી છે. ડેવલોપર પણ મોબાઈલ એપ માટે અપાચે કોર્દોવા અથવા તો C++ ક્રોસ પ્લેટફોર્મ લાયબ્રેરી પસંદ કરી શકે છે. માઇક્રોસોફ્ટ ઘ્વારા કોડ નેવિગેશન, ઇંટેલ્લીસેન્સે, રેફક્ટરિંગ, કોડ ફિક્સ અને ડીબગ બાબતે સુધારા કરવામાં આવ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Microsoft Visual Studio 2017 brings some noticeable updates for developers around the globe to help them develop apps for Android, iOS, Windows, web, and cloud.
Please Wait while comments are loading...

Social Counting