એલજી જી6 ઇન્વાઇટ ટીપ, સ્ક્રીન સાઈઝ સહીત રિલીઝ ડેટ પણ આવી બહાર

એલજી ઘ્વારા તેમનો આવનારો સ્માર્ટફોન એલજી જી6 માટેનું ટીઝર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ લોન્ચ માટે 26 ફેબ્રુઆરી 12 વાગ્યે ઇવેન્ટ પણ રાખવામાં આવી છે.

Written by: anuj prajapati

એલજી ઘ્વારા તેમનો આવનારો સ્માર્ટફોન એલજી જી6 માટેનું ટીઝર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ લોન્ચ માટે 26 ફેબ્રુઆરી 12 વાગ્યે ઇવેન્ટ પણ રાખવામાં આવી છે. આ ઇવેન્ટ માટે લોકોને ઇન્વાઇટ પણ મોકલી આપવામાં આવ્યા છે.

એલજી જી6 ઇન્વાઇટ ટીપ, સ્ક્રીન સાઈઝ સહીત રિલીઝ ડેટ પણ આવી બહાર

એલજી ઘ્વારા મોકલવામાં આવી રહેલા ઇન્વાઇટ મુજબ એલજી જી6 સ્માર્ટફોનમાં લાર્જ ડિસ્પ્લે આવી શકે છે. ઇન્વાઇટ ટિપ્સ મુજબ એલજી જી6 સ્માર્ટફોન લાર્જ ડિસ્પ્લે સાથે આવશે. જેને તમે આરામથી તમારા હાથમાં પકડી શકો છો. આ સ્માર્ટફોનમાં 5.7 ઇંચ ડિસ્પ્લે કવાડ એચડી 2880*1440 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવી શકે છે.

હવે જો જુના રિપોર્ટને જોવામાં આવે તો જૂનો એલજી જી5 સ્માર્ટફોન સુપર સ્લિમ બેઝલ ડિસ્પ્લે આપવામાં આવી હતી. મેન્યુફેક્ચર ઘ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે લેટેસ્ટ જી6 સ્માર્ટફોનમાં કવાડ એચડી અને ફુલ વર્ઝન ડિસ્પ્લે આપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી એલજી સ્માર્ટફોન ડિસ્પ્લે વિશે ઘણી માહિતી લીક થઇ રહી હતી.

ઇન્સ્ટાગ્રામ એન્ડ્રોઇડ એપ પર કદાચ મલ્ટી ફોટો આલબમ ફીચર લાવી શકે છે.

ઈવાન બ્લાસ્સ ઘ્વારા આ સ્માર્ટફોનની રિલીઝ ડેટ સાથે આવ્યા છે. તેમને આ સ્માર્ટફોન સાઉથ કોરિયા અને યુએસ માર્કેટમાં થનારી રિલીઝ વિશે જણાવ્યું છે. તેમની ટવિટ મુજબ આ સ્માર્ટફોન સાઉથ કોરિયામાં 9 માર્ચ અને યુએસ માર્કેટમાં 7 એપ્રિલે લોન્ચ થશે. આ સ્માર્ટફોન કિંમત વિશે તેમને જણાવ્યું છે કે નવા સ્માર્ટફોનની કિંમત જુના જી5 સ્માર્ટફોન કરતા $50 વધારે રાખવામાં આવી છે.

પહેલા આવેલી રિપોર્ટ મુજબ સેમસંગ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો પહેલો જથ્થો ઉપયોગ કરી લેશે. એલજી જી6 સ્માર્ટફોન જે તેના કરતા પહેલા રિલીઝ થશે અને તેમાં સ્નેપડ્રેગન 821 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે સેમસંગને જોરદાર ટક્કર આપશે. એલજી જી6 સ્માર્ટફોનમાં મેટલ યુનિ બોડીનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
LG G6 invite shows that the device might feature a large screen and slim bezels as well. The release date of the phone has also come to light.
Please Wait while comments are loading...

Social Counting