હુગો બારા ફેસબૂક સાથે તેમની વર્ચુઅલ રિયાલિટી ટીમ સાથે જોડાશે.

ફેસબૂક સીઈઓ અને કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હુગો બારા સોશ્યિલ મીડિયા જાયન્ટ માં જોડાવવા જઈ રહ્યા છે.

Written by: anuj prajapati

શ્યોમી કંપનીના સિનિયર ગ્લોબલ વીપી, હુગો બારા ઘ્વારા થોડા દિવસો પહેલા જ જાહેરાત કરવામાં આવી કે તેઓ શ્યોમી કંપની છોડીને પાછા સિલિકોન વેલી જઈ રહ્યા છે, જેને તેઓ પોતાનું ઘર માને છે. જ્યારથી હુગો બારા ઘ્વારા ફેસબૂક માં જોડાવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ટેક ઇન્ડસ્ટ્રી વિચારી રહી છે કે આખરે તેમના દિમાગમાં શુ ચાલી રહ્યું છે.

હુગો બારા ફેસબૂક સાથે તેમની વર્ચુઅલ રિયાલિટી ટીમ સાથે જોડાશે.

ફેસબૂક સીઈઓ અને કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હુગો બારા સોશ્યિલ મીડિયા જાયન્ટ માં જોડાવવા જઈ રહ્યા છે. જેમાં તેઓ વર્ચુઅલ રિયાલિટી સાથે સાથે ઓક્યુલસ ને એક નવી ઉંચાઈ પર લઇ જશે.

માર્ક ઝુકરબર્ગ ઘ્વારા ફેસબૂક પર પોસ્ટ કરવામાં આવી છે કે હુગો બારા ફેસબૂકમાં વર્ચુઅલ રિયાલિટી લીડ અને ઓક્યુલસ સાથે જોડાવવા જઈ રહ્યા છે તેનાથી તેઓ ખુબ જ ઉત્સાહિત છે.

નવું ફેસબૂક અપડેટ: જાણો એવું તો, શુ ખાસ છે?

માર્ક ઝુકરબર્ગ ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું છે કે વર્ચુઅલ રિયાલિટી અને ઔગ્મેન્ટેડ રિયાલિટી હવેનું મેજર કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ સાબિત થશે. તેમને જણાવ્યું કે હુગો બારા એક નવું ફ્યુચર બનાવવામાં મદદ કરશે અને તેઓ તેમને પોતાની ટીમમાં સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે.

માર્ક ઝુકરબર્ગ ઘ્વારા કરવામાં આવેલી કમેન્ટના જવાબમાં હુગો બારા ઘ્વારા લખવામાં આવ્યું કે તેઓ ફેસબૂક સાથે મળીને એક નવું ફ્યુચર બનાવવા માટે ખુબ જ આતુર છે. વર્ચુઅલ રિયાલિટી ક્ષેત્રે કામ કરવું તેમનું એક સપનું હતું. હવે આપણે વર્ચુઅલ દુનિયામાં સેલ્ફી લઇ શકીશુ.

હુગો બારા હજુ ચાઈનામાં જ છે. પરંતુ આ જોવું ખુબ જ રસપ્રદ રહેશે કે જે માણસે શ્યોમી કંપની છેલ્લા 3 વર્ષમાં દુનિયામાં ફેમસ બનાવી દીધી તેઓ હવે ફેસબૂક વર્ચુઅલ રિયાલિટી ટીમને કેટલે લઇ જશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
After putting Xiaomi's name on the world map, Hugo Barra is now going to put all his efforts in Facebook"s Virtual Reality initiatives.
Please Wait while comments are loading...

Social Counting