હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન લીક, ડ્યુઅલ ફિંગરપ્રિન્ટ અને આઈરીશ સ્કેનર

લેટેસ્ટ રિપોર્ટ મુજબ હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન ઓનલાઇન ફીચર લીક થઇ ચુક્યો છે. હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોનને લઈને આ પહેલા પણ ઘણી લીક આવી ચુકી છે.

Written by: anuj prajapati

લેટેસ્ટ રિપોર્ટ મુજબ હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન ઓનલાઇન ફીચર લીક થઇ ચુક્યો છે. હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોનને લઈને આ પહેલા પણ ઘણી લીક આવી ચુકી છે. હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન જે લીક થયો છે તેમાં આગળ તરફ બ્લેક ફિનિશ આપવામાં આવ્યું છે.

હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન લીક, ડ્યુઅલ ફિંગરપ્રિન્ટ અને આઈરીશ સ્કેનર

હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોનની લીક થયેલી માહિતી તમને ઘણું બધું જણાવી જાય છે. ઇમેજમાં બતાવે છે કે પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, સાથે સાથે ફિઝિકલ હોમ બટન પણ આપવામાં આવ્યું છે. આ ખુબ જ ચોંકાવી નાખે તેવું છે કારણકે ફિંગરપ્રિન્ટ બટન અને હોમ બટન અલગ અલગ એડ કરવામાં આવ્યું છે, કે પછી આવું બની શકે કે હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોનમાં ડ્યુઅલ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું હોય.

હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન લીક તસ્વીરને જોતા દેખાઈ રહ્યું છે કે તેમાં એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા ફીચર ત્રીજું સેન્સર છે. જે સેલ્ફી કેમેરા સાથેની બાજુમાં આપવામાં આવ્યું છે. હાલમાં આ એક્સ્ટ્રા ફીચર વિશે એટલું જ કહી શકાય છે કે તે સેકન્ડ સેલ્ફી કેમેરો અથવા આઈરીશ સ્કેનર હોય શકે છે.

આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી, કિંમત 14,999 રૂપિયા

માહિતી મુજબ હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન કર્વ સ્ક્રીન સાથે આવશે. જે બિલકુલ હુવાઈ મેટ 9 પ્રો સ્માર્ટફોનને મળતી આવશે. આ સ્ક્રીન 5.5 ઇંચ ડિસ્પ્લે કવાડ એચડી ડિસ્પ્લે રિઝોલ્યૂશન સાથે આવશે.

હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન કિરીન 965 પ્રોસેસર સાથે આવશે. જેમાં 6 જીબી અને 8 જીબી રેમ તેની સાથે સાથે 128 જીબી અને 256 જીબી મેમરી સ્ટોરેજ સાથે આવી શકે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ સ્માર્ટફોનમાં 3650mAh બેટરી આપવામાં આવશે.

આ સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જેમાં કિંમત અને ફીચર વિશે પુરી માહિતી પણ આવી જશે.

SourceEnglish summary
Huawei P10 Plus may feature an Iris Scanner and Dual Fingerprint Sensor.
Please Wait while comments are loading...

Social Counting