હુવાઈ પી10 અને પી10 પ્લસ માર્ચ અથવા એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે.

હુવાઈ પી10 અને પી10 પ્લસ માર્ચ અથવા એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે. ગયા વર્ષે હુવાઈ પી9 સ્માર્ટફોન પણ એપ્રિલ મહિનામાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Written by: anuj prajapati

જ્યારથી હુવાઈ ઘ્વારા ચાઈનામાં મેટ 9 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારથી કંપનીનો આવનારો સ્માર્ટફોન હુવાઈ પી10 વિશે જોરશોરમાં ચર્ચા થઇ રહી છે. આમ જોવા જઇયે તો હુવાઈ પી10 સ્માર્ટફોન ગયા વર્ષે સફળ રહેલો હુવાઈ પી9 સ્માર્ટફોનનું નવું વર્ઝન છે. હુવાઈ પી10 સ્માર્ટફોનમાં તેના જુના સ્માર્ટફોનના ઘણા સફળ ફીચર રાખવામાં આવ્યા છે.

હુવાઈ પી10 અને પી10 પ્લસ માર્ચ અથવા એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે.

યુ ચેન્ગડોન્ગ જેઓ હુવાઈ કન્ઝ્યુમર બિઝનેસ ગ્રુપના સીઈઓ છે. તેમના જણાવ્યા મુજબ હુવાઈ પી10 અને પી10 પ્લસ માર્ચ અથવા એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે. ગયા વર્ષે હુવાઈ પી9 સ્માર્ટફોન પણ એપ્રિલ મહિનામાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય માર્કેટમાં તે ઓગસ્ટ મહિનામાં લોન્ચ થયો હતો.

આવું પહેલીવાર નથી બન્યું કે હુવાઈ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોન વિશે કોઈ લીક ખબર બહાર આવી હોય. પહેલા પણ આ સ્માર્ટફોન વિશે એવી ખબર આવી હતી કે બંને સ્માર્ટફોનમાં કિરીન 960 ચિપસેટ અને 6જીબી રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હુવાઈ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હુવાઈ પી9 સ્માર્ટફોનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એચટીસી યુ પ્લે સ્માર્ટફોનમાં જોવા નહીં મળે 3.5 એમએમ હેડફોન જેક

હુવાઈ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોન ડિસ્પ્લે સાઈઝ અને હાર્ડવેર ફીચરમાં એકબીજાથી થોડો અલગ ચોક્કસ હશે. બંને સ્માર્ટફોનમાં ઓન સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે.

હુવાઈ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોન એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થઇ શકે છે.

SourceRead more about:
English summary
Huawei, the Chinese smartphone vendor, is now concentrating on their next generation flagship phone, the Huawei P10. Rumors say that they will be launched
Please Wait while comments are loading...

Social Counting