હુવાઈ પી10 બે નવા કલર વેરિયંટ ગ્રીન અને પર્પલ લોન્ચ થઇ શકે છે.

પહેલા રિપોર્ટ મળ્યો હતો કે હુવાઈ પી10 અને તેની સાથે હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન લોન્ચ થવા જઈ રહ્યો છે.

Written by: anuj prajapati

પહેલા રિપોર્ટ મળ્યો હતો કે હુવાઈ પી10 અને તેની સાથે હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન લોન્ચ થવા જઈ રહ્યો છે. આમ જોવા જઇયે તો ચાઈનીઝ મેન્યુફેક્ચર ઘ્વારા આ સ્માર્ટફોન લોન્ચ વિશે કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જેહેરાત કરવામાં આવી નથી.

હુવાઈ પી10 બે નવા કલર વેરિયંટ ગ્રીન અને પર્પલ લોન્ચ થઇ શકે છે.

હુવાઈ પી10 સ્માર્ટફોન લોન્ચ થતા પહેલા જ તેના વિશે ઘણી ચર્ચા થવા લાગી છે. આ સ્માર્ટફોન લૂક, ફીચર અને તેના પી સિરીઝમાં સૌથી મોંઘા મોડલ માટે લોકોમાં આતુરતા જગાવી છે. હાલમાં મળતી માહિતી મુજબ હુવાઈ પી10 સ્માર્ટફોન બે નવા કલર વેરિયંટ ગ્રીન અને પર્પલ માં લોન્ચ થઇ શકે છે.

એટલું જ નહીં પરંતુ સોશ્યિલ મીડિયા પર આ સ્માર્ટફોન કલર વિશે ઘણી માહિતી પોસ્ટ થઇ રહી છે. હુવાઈ પી10 સ્માર્ટફોન તેના નવા ગ્રીન અને પર્પલ કલર અને તેના જુના બ્લેક, ગોલ્ડ અને પિન્ક કલર સાથે પણ આવી શકે છે.

16 મેગાપિક્સલ કેમેરા સ્માર્ટફોન, કિંમત 15,000 રૂપિયાની અંદર

આમ જોવા જઇયે તો કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલી હુવાઈ પી9 સ્માર્ટફોન રેડ અને બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જે ખુબ જ ફેમસ પણ થયા હતા. હવે લાગી રહ્યું છે કે કંપની ગ્રીન અને પર્પલ કલર સાથે પોતાની જૂની સફળતા ફેલાવવા માંગે છે.

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ એચડી કર્વ ડિસ્પ્લે બંને એજ તરફ, તેની સાથે ફ્રન્ટમાં નીચે તરફ હોમ બટન પણ આપવામાં આવી શકે છે. એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોનમાં ટોપ લાઈન હાર્ડવેર ફીચરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

રિપોર્ટ મુજબ હુવાઈ પી10 સ્માર્ટફોનમાં કિરીન 960 પ્રોસેસર અને 6જીબી રેમ આપવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 70 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી શકે છે. એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન પહેલીવાર આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે.

હવે જો આ સ્માર્ટફોન કેમેરા વિશે વાત કરવામાં આવે તો હુવાઈ પી10 સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા રિયર સાઈડ તરફ આપવામાં આવી શકે છે. જયારે પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી રહ્યું છે.

Source

Image sourceEnglish summary
Huawei P10 to come in green and purple colors, launching at MWC 2017.
Please Wait while comments are loading...

Social Counting