આ 5 સોશ્યિલ મીડિયા ટિપ્સ તમને ચાલુ ATM સુધી પહોંચાડશે

By Anuj Prajapati
|

ભારતમાં 500 અને 1000 ની નોટ બંધ થઇ જવાથી કરોડો લોકોને કેશ મેળવવામાં તકલીફ થઇ રહી છે. બેંકોના એટીએમ માં કેશ ઉપાડવવા માટે લાંબી કતારો લાગી ગયી છે.

આ 5 સોશ્યિલ મીડિયા ટિપ્સ તમને ચાલુ ATM સુધી પહોંચાડશે

બ્લેકમની ને નાબૂદ કરવાની આ લડાઈમાં કરોડો લોકોને પૈસા વગર તકલીફ પડી રહી છે. જૂની 500 અને 1000 ની નોટોની કોઈ જ કિંમત રહી નથી. જૂની 500 અને 1000 નોટો હવે ખાલી કાગળના ટુકડા સમાન બની ચુકી છે.

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન મા રિલાયન્સ જીઓ ની સ્પીડ કેટલી છે તે નોટિફિકેશન બાર દ્વારા જાણો

અધૂરી માહિતી અને જૂઠી ખબરોને કારણે ભારતમાં હજુ પણ ઘણા લોકોને જૂની નોટના બદલે નવી નોટો મેળવવામાં તકલીફ પડી રહી છે. જ્યારથી જૂની નોટો બંધ થવાની ખબર આવી છે ત્યારથી ભારતમાં ઘણા બધા એટીએમ મશીનોમાં પૈસા જ નથી. બેંકોમાં પૈસા ઉપાડવા અને જમા કરાવવા માટે લાંબી લાંબી કતારો લાગી ગયી છે.

ગૂગલ ફોટોસ્કેન એપ તમારી જૂની યાદોને સ્માર્ટફોનમાં જીવિત રાખશે, જાણો

હવે કયું એટીએમ મશીન ચાલુ છે અને ક્યાંથી તમને પૈસા મળી શકે છે તે માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઈન્ટરનેટની મદદથી તમને તેની માહિતી સરળતાથી મળી શકે છે. તેના માટે નીચે મુજબની ટિપ્સનો ઉપયોગ કરો....

સોશ્યિલ મીડિયા તમને મદદ કરી શકે છે

સોશ્યિલ મીડિયા તમને મદદ કરી શકે છે

સોશ્યિલ મીડિયા તમને લોકો વિશેને માહિતી સરળતાથી મેળવી આપે છે. સોશ્યિલ મીડિયા પર એવા ઘણા લોકો છે જે એકબીજાને મદદ કરતા હોય છે. સોશ્યિલ મીડિયા એક સારું પ્લેટફોર્મ છે જેના ઘ્વારા તમે કયું એટીએમ મશીન ચાલુ છે તેની માહિતી એકબીજા સાથે શેર કરી શકો છો.

માહિતી મેળવવા માટેનું સરળ સાધન

માહિતી મેળવવા માટેનું સરળ સાધન

આપને જોયું કે કઈ રીતે સોશ્યિલ મીડિયા ઘ્વારા તમે માહિતી એકબીજા સાથે શેર કરી શકો છો. આપણે જોયું પણ છે અને અનુભવ્યું પણ છે. ટ્વિટર અને ફેસબૂક જેવા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા લોકો ઉપયોગી માહિતી શેર કરીને એકબીજાને મદદ કરતા હોય છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

હૅશ ટેગનો ઉપયોગ કરો

હૅશ ટેગનો ઉપયોગ કરો

હાલમાં 3 મહત્વના હૅશ ટેગ ટ્વિટર અને ફેસબૂક પર ચાલી રહ્યા છે. #WorkingATMs, #ATMsWithCash, and #ATMsNearYou જે તમને એટીએમ શોધવા માટે મદદ કરશે. આ ટેગ પર થતી પોસ્ટ અને કમેન્ટ પણ તમને એટલી જ ઉપયોગી સાબિત થશે.

ક્રાઉડસોસ વેબસાઈટનો ઉપયોગ

ક્રાઉડસોસ વેબસાઈટનો ઉપયોગ

ક્રાઉડસોસ વેબસાઈટ જેવી કે એટીએમ સર્ચ તમને જણાવવા માટે ઉપયોગી છે કે તમારા નજીકના વિસ્તારમાં કોઈ એટીએમ મશીનમાં પૈસા છે કે નહીં. આ વેબસાઈટ વધારે ટ્રાફિકને કારણે કોઈક વખત કામ નથી કરતી. પરંતુ તમે થોડી રાહ જોઈ શકો છે અને જુઓ કે તે કામ કરે છે કે નહીં.

માહિતીને હંમેશા પહેલા ચકાસી લો

માહિતીને હંમેશા પહેલા ચકાસી લો

એટીએમ મશીન તરફ જતા પહેલા હંમેશા માહિતીને ચકાસી લો કે તે સાચી છે કે નથી. કોઈ પણ માહિતીને ચકાસ્યા વગર નીકળી જવાથી તમારો કિંમતી સમય અને તાકાતનો વ્યય જ થશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Looking for Working ATMs? Here's How Social Media Can Help

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X