જાણો કઈ રીતે ઇન્ટેલ કમ્પ્યુટ કાર્ડ આઇઓટી માર્કેટને આગળ લઇ જશે.

ઇન્ટેલ ઘ્વારા રજુ કરવામાં આવેલી નાની આઇઓટી ટેક્નોલોજી બધાની નજરમાં આવી. નવી ટેક્નોલોજી ઇકો સિસ્ટમને સારું સોલ્યુશન આપવા માટે બનાવવામાં આવી છે.

Written by: anuj prajapati

આઇઓટી માર્કેટ આ વર્ષે ખુબ જ રસપ્રદ રહેશે. વર્ષની સૌથી મોટી ટેક્નોલોજી ઇવેન્ટ સીઇએસ 2017 પુરી થઇ ચુકી છે. આ ઇવેન્ટમાં લેટેસ્ટ ટેક્નોલોજી ટ્રેન્ડ સ્માર્ટ વર્લ્ડ અને સ્માર્ટ પ્રોડક્ટ લોકોની સામે આવી. પરંતુ આ બધામાં ઇન્ટેલ ઘ્વારા રજુ કરવામાં આવેલી નાની આઇઓટી ટેક્નોલોજી બધાની નજરમાં આવી.

જાણો કઈ રીતે ઇન્ટેલ કમ્પ્યુટ કાર્ડ આઇઓટી માર્કેટને આગળ લઇ જશે.

ગૂગલ બંધ કરી રહ્યું છે તેનું હેન્ગઆઉટ એપીઆઈ

નવી ટેક્નોલોજી ઇકો સિસ્ટમને સારું સોલ્યુશન આપવા માટે બનાવવામાં આવી છે અને તે કંપની માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. જ્યાં આપણે બધી જ વસ્તુ ઓનલાઇન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો ચાલો તેના વિશે વધુ જાણીયે..

ઇન્ટેલ કમ્પ્યુટ કાર્ડ, જે આવનારા વર્ષોમાં અગત્યનો ભાગ ભજવશે.

ટેક્નોલોજી જાયન્ટ ઇન્ટેલ ઘ્વારા બનાવવામાં આવેલું ઇન્ટેલ કમ્પ્યુટ કાર્ડ આવનારા વર્ષોમાં અગત્યનો ભાગ ભજવશે. ક્રેડિટ કાર્ડ આકારનું કમ્પ્યુટર એક મોડ્યુલર પ્લેટફોર્મ છે, જે વધુ ડિવાઈઝ કનેક્ટ કરવામાં માટે અને આઇઓટી સ્પીડ બુસ્ટ કરવા માટે બનાવવામાં આવી છે.

ઇન્ટેલના જણાવ્યા અનુસાર કમ્પ્યુટ કાર્ડ ઓફિસ અને રિટેલ શોપ પર સ્માર્ટ ઉપયોગ જેવા કે પર્સનલ અપ્લાયન્સને કનેક્ટ કરવા અને સિક્યોરિટી કેમેરા કનેક્ટ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ડની અંદર તરફ એક ચિપ, મેમેરી સ્ટોરેજ, જીપીયુ અને વાયરલેસ કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ કમ્પ્યુટ કાર્ડ તમે વિન્ડોઝ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર પણ ચલાવી શકો છ.

 

મેન્યુફેક્ચર ઘ્વારા કઈ રીતે તેને યુટીલાઈઝ કરવામાં આવે?

કમ્પ્યુટ કાર્ડ સ્ટાન્ડર્ડ યુએસબી-સી કનેક્શન ઘ્વારા ડિવાઈઝ કનેક્ટ કરે છે. આઇઓટી પ્રોડક્ટ મેકર્સ તેમની ડિઝાઇન અને ટાસ્ક રિક્વાયરમેન્ટ અનુસાર ફીચરની પસંદગી કરે છે. આ કાર્ડ માટે ઘણી અલગ અલગ રેન્જ માટે પ્રોસેસર અવેલેબલ છે. જેમાં 7 જનરેશન ઇન્ટેલ કોર પ્રોસેસર પણ શામિલ છે.

મોડ્યુલર આઇઓટી ડિવાઈઝ

ઇન્ટેલ કમ્પ્યુટ કાર્ડ કોઈ પણ આઇઓટી ડિવાઈઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે. કાર્ડમાં જણાવેલી માહિતી અનુસાર બધી જ રિક્વાયરમેન્ટ પ્રોસેસીંગ, કેનેક્ટિવિટી અને સ્ટોરેજ પીસ માટે આઇઓટી મેકર્સ તેમના જુના કાર્ડને સરળતાથી નવા કાર્ડ સાથે બદલી શકે છે. જેના ઘ્વારા તમે તમારા કાર્ડને ગમે ત્યારે અપગ્રેડ કરી શકો છો.

આ ઇન્ટેલ કમ્પ્યુટ કાર્ડ મેન્યુફેક્ચર અપ્રોચ ને પુરી રીતે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેઓ પ્રોસેસ, ડિઝાઇન અને અપગ્રેડની પદ્ધતિ જ બદલી નાખે છે. તેના ઘ્વારા મેન્યુફેક્ચર સરળતાથી તેમની પ્રોડક્ટ ડિઝાઇન કરે છે અને અપગ્રેડ પણ કરી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
A number of smart products were launched in the CES 2017, but the Intel's Compute card has the ability to make the IoT world a lot more exciting
Please Wait while comments are loading...

Social Counting