હોનોર 8 લાઈટ, એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ પહેલા જ તસવીરો લીક

સૌથી મોટી ટેક ઇવેન્ટ એમડબ્લ્યુસી 2017 શરૂ થવામાં 1 મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે.

Written by: anuj prajapati

સૌથી મોટી ટેક ઇવેન્ટ એમડબ્લ્યુસી 2017 શરૂ થવામાં 1 મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. સ્માર્ટફોન દુનિયામાં અત્યારથી આ ઇવેન્ટને લઈને ગરમા ગરમી શરૂ થઇ ચુકી છે. ઓનલાઇન વર્લ્ડમાં સ્માર્ટફોન લોન્ચને લઈને ઘણી અફવાહો પણ ઉડી રહી છે.

હોનોર 8 લાઈટ, એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ પહેલા જ તસવીરો લીક

હાલમાં જો લેટેસ્ટ લીકની વાત કરવામાં આવે તો ગેજેટ લિકર રોનાલ્ડ કવીન્ટ ઘ્વારા હોનોર 8 લાઈટ સ્માર્ટફોનની તસવીરો લીક કરવામાં આવી છે.

લીક થયેલી તસવીરોમાં જણાઈ આવે છે કે આ સ્માર્ટફોન બિલકુલ જુના હોનોર 8 સ્માર્ટફોનને મળતો આવે છે. નવા સ્માર્ટફોનમાં ખાલી અંદરની તરફ એક પ્લાસ્ટિક કવર લગાવી દેવામાં આવ્યું છે.

હોનોર 8 લાઈટ, એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ પહેલા જ તસવીરો લીક

આ સ્માર્ટફોનની રેર સાઈટ છે કે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સેન્ટરમાં લગાવવામાં આવ્યું છે. હોનોર 8 ડ્યુઅલ લેન્સ કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. જયારે હોનોર 8 લાઈટ સ્માર્ટફોન મોનો કેમેરા મોડ્યુલ એલઇડી ફ્લેશલાઈટ સાથે આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સિ S8 તે બધા અફવાઓ વાળા ફીચર્સ થી લોન્ચ કરે તો ?

હોનોર 8 લાઈટ લીક થયેલી તસવીરોમાં નીચે તરફ માઇક્રો યુએસબી ચાર્જિંગ પોર્ટ અને બે સ્પીકર યુનિટ સાફ સાફ દેખાઈ આવે છે. આ સ્માર્ટફોનની આગળ તરફ 5.2 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે.

હોનોર 8 લાઈટ, એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ પહેલા જ તસવીરો લીક

એન્ડ્રોઇડ ઑર્થોરિટી જણાવ્યા મુજબ હોનોર 8 લાઈટ સ્માર્ટફોનમાં માર્ચ શરૂઆતમાં લોન્ચ થઇ શકે છે. એટલે કે તેને એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. હુવાઈ તેમના સ્માર્ટફોન બ્લુ, બ્લેક, વાઈટ અને ગોલ્ડ કલરમાં લોન્ચ કરે છે.

હુવાઈ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ એક દિવસ પહેલા જ 26 ફેબ્રુઆરીએ ઇવેન્ટ રાખી રહી છે. કંપની આ સ્માર્ટફોનને લોકો સામે ચોક્કસ લાવી શકે છે. કંપની હુવાઈ પી9 સ્માર્ટફોનની સફળતા હોનોર 8 લાઈટ સ્માર્ટફોન સાથે આગળ લઇ જવાની તૈયારીમાં છે.

Image SourceEnglish summary
Huawei Honor 8 Lite, which is expected to launch in the upcoming MWC 2017 has been leaked in images showing the complete look and feel of the handset
Please Wait while comments are loading...

Social Counting