કેમ તમારે જૂનો આઇપોડ ફેકવો જોઈએ નહીં, જાણો અહીં....

જુના આઇપોડ ને આજની મ્યુઝિક સર્વિસ સાથે સરખામણી કરીએ ત્યારે જુના આઇપોડ ખુબ જ વધારે યુઝર ફ્રેંડલી અને ડ્યુરેબલ છે.

Written by: anuj prajapati

ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ લાઈન જયારે તમે તમારા જુના સ્માર્ટફોનને આજના સ્માર્ટફોન સાથે સરખામણી કરો કે પછી તમે જુના આઇપોડને સરખાવો ત્યારે એકદમ ફિટ બેસે છે.

કેમ તમારે જૂનો આઇપોડ ફેકવો જોઈએ નહીં, જાણો અહીં....

આજની ટેક્નોલોજી અને એડવાન્સ એન્વાયરમેન્ટ માં કેટલાક ગેજેટ છે. જે તમારી લાઈફ સરળ બનાવે છે. જયારે બીજા ગેજેટ એટલા યુઝર ફ્રેંડલી નથી રહ્યા. જુના આઇપોડ ને આજની મ્યુઝિક સર્વિસ સાથે સરખામણી કરીએ ત્યારે જુના આઇપોડ ખુબ જ વધારે યુઝર ફ્રેંડલી અને ડ્યુરેબલ છે.

એપલ IOS 10.2, એસઓએસ બટન, ટીવી એપ, ઈમોજી અને બીજું ઘણું

આઇપોડ ઘ્વારા મ્યુઝિક કમ્પાઈલ કરવું ખુબ જ સરળ છે. જે આજની મ્યુઝિક સર્વિસમાં એટલું સરળ નથી. તો જાણો જુના આઇપોડ વિશે વધુ માહિતી...

મ્યુઝિક મેનેજમેન્ટ વધારે મુશ્કિલ બન્યું છે

જુના આઇપોડ ને ધ્યાનમાં લેવામાં આવે તો મ્યુઝિક મેનેજમેન્ટ ખુબ જ સરળ હતું. મ્યુઝિક સ્ટોરને મેનેજ કરવું તેને કમ્પાઈલ કરવું અને તેને સર્ચ કરવું ખુબ જ સરળ હતું. જયારે મ્યુઝિક સ્ત્રેમિંગ સર્વિસમાં યુઝરે તેના પ્લાન, મનપસંદ આલબમ અને પ્લે લિસ્ટને યાદ રાખવું પડે છે. જે કેટલીકવાર ખુબ અઘરું લાગે છે.

આઇપોડમાં ઓછા મેન્ટેનન્સની જરૂર પડે છે.

આઇપોડને ખાલી મ્યુઝિકની મજા માણવા માટે જ બનાવવામાં આવ્યું છે એટલે તેને વધારે મેન્ટેનન્સ ની જરૂર પડતી નથી. સ્માર્ટફોનમાં જયારે તમે મ્યુઝિક સાંભળો છો, ત્યારે ઘણા બિનજરૂરી નોટિફિકેશન આવતા રહે છે જયારે આઇપોડમાં એવું કઈ જ નથી થતું.

મ્યુઝિક કલેક્શન મજાની વાત

યુઝરને કોઈ પણ પ્રકારના મ્યુઝિક નો એક્સેસ મળી શકે છે. આમ જોવા જઈએ તો એમપી3 કલેક્શન, મનપસંદ સોન્ગનું લિસ્ટ બનાવવું, તેને અલગ અલગ કેટેગરીમાં વહેંચી દેવું, સમય ચોક્કસ લે છે પરંતુ તેને કરવામાં મજા પણ આવે છે. જયારે સ્ત્રેમિંગ સર્વિસમાં યુઝર ઘણીવાર પોતાનું પ્લેલિસ્ટ ગુમાવી પણ દે છે.

ઉપયોગ કરવો ખુબ જ સરળ

આઇપોડ નો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે. આઇપોડનો ઉપયોગ તમે ટ્રાવેલિંગ કરો, ચાલવા નીકળો, બાઈક રાઈડ કરો તેવા સમયમાં ખુબ જ મદદ કરે છે. આઇપોડ યુઝરને ગમે ત્યાં લઇ જવામાં પણ ખુબ જ સરળ છે. તે ખુબ ઓછી જગ્યા પણ રોકે છે.Read more about:
English summary
iPod were not as advanced as the present day music streaming services, however dumping them was the bad decision ever, Find out why.
Please Wait while comments are loading...

Social Counting