ફેસબુક ના 5 એવા ફીચર્સ કે જે દરેક ઇન્ડિયન ઈચ્છે છે કે હોઈ! શું તમે પણ માનો છો ?

ફેસબુકે ઘણા બધા નવા ફીચર્સ ને લોન્ચ કર્યા છે પરંતુ હજી એવા ઘણા બધા ફીચર્સ છે કે જે લગભગ દરેક ઇન્ડિયન ઈચ્છે છે કે તે ફેસબુક પર ખુબ જ જલ્દી આવે.

Written by: Keval Vachharajani

ફેસબુકે આ ગત વર્ષ માં અમુક નવા ફીચર્સ બહાર પાડ્યા છે, જેના દ્વારા યુઝર્સ ને ફેસબુક નો ઉપીયોગ કરવા માં સરળતા રહે અને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ને વધુ રસપ્રદ બનાવી બનાવી શકાય, અને તેટલું જ નહિ પોતાના મોબાઈલ એપ યુઝર્સ માટે પણ અમુક નવા ફીચર્સ બહાર પાડ્યા છે.

સૌથી વધુ ઉપીયોગ માં લેવાતું સોશ્યિલ મીડિયા પ્લેટફૉર્મે અમુક નવા ફીચર્સ જોડી અને પોતાનું યુઝર ઇન્ટરફેસ ને વધુ સારું બનાવ્યું છે. અને તેઓ એ અમુક જરૂરિયાત વગર ના ફીચર્સ પણ લોન્ચ કર્યા છે.

ફેસબુક ના 5 એવા ફીચર્સ કે જે દરેક ઇન્ડિયન ઈચ્છે છે કે હોઈ!

અને હવે જયારે 2016 નો અંત છે ત્યારે, એવું કહી શકાય કે તે વર્ષ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ માટે એક સફળ વર્ષ રહ્યું હતું, ખાસ કરી અને ફેસબુક માટે કેમ કે તેલોકોએ ઘણા બધા નવા ફીચર્સ ને લોન્ચ કર્યા હતા, અને તેને આ બધા નવા ફીચર્સ ને જોડી અને વધુ રસપ્રદ અને વધુ ઇન્ટરેક્ટિવ બનાવ્યું હતું.

ટોપ 5 સેલ્ફી એપ્સ, એન્ડ્રોઇડ અને આઈફોન યુઝર માટે, જાણો અહીં

તેમ છત્તા એવા ઘણા બધા ફીચર્સ છે કે જે દરેક ઇન્ડિયન ઈચ્છે છે કે તે ફેસબુક પર હોત, જો કે આ બધા જ ફીચર્સ ને લોન્ચ કરવા માં આવશે તેના વિષે ની કોઈ પણ પ્રકાર ની જાણકારી હજી સુધી આપવા માં આવી નથી. અને તમે પણ અમને જણાવજો કે નીચે આપેલા ફીચર્સ સિવાય તમે કયા ફીચર્સ ને ફેસબુક પર જોવા માંગો છો.

ફેસબુક ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય

જો કે ફેસબુકે હાલહી માં જ એક સિક્રેટ કન્વર્સેશન ફીચર ને લોન્ચ કર્યું હતું, તેની અંદર જે કોઈ યુઝર્સ પોતાના મિત્રો સાથે વાત ચિત કરી શકશે અને તેનો કોઈ પ્રકાર નો રેકોર્ડ રાખવા માં નહિ આવે.

તેમ છત્તા તેમાં યુઝર્સે દરેક કન્વર્સશન માટે અલગ થી તે ફીચર ને ચાલુ કરવું પડે છે, તેથી દરેક ચેટ ને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ કરવા થી કામ વધુ સરળ બનશે અને સેફ બનશે.

કોણ તમારી પ્રોફાઈલ જોઈ રહ્યું છે તે જાણો

ફેસબુક યુઝર્સ ને નોટિસ મોકલે કે જયારે કોઈ તેમને ફોલો કરવા નું શરુ કરે છે, પરંતુ તેવું બની શકે કે તેવા ઘણા બધા મિત્રો હોઈ કે જે તેમના પર આખો દિવસ જાસૂસી કરી રહ્યા હોઈ, તેથી જો એવું એક ફીચર હોઈ કે જેના દ્વારા ફેસબુક તમને જણાવી શકે જયારે કોઈ પણ તમારી પ્રોફાઈલ પર જાસૂસી કરી રહ્યું હોઈ.

ફોટોઝ ડાઉનલોડ કરવા ની પરવાનગી

આવું ઘણી વખત બનતું હોઈ છે કે તમે કોઈ ફોટો ફેસબુક પર અપલોડ કર્યો અને પછી કોઈએ તમારો તે ફોટો તમારી પરવાનગી વગર ડાઉનલોડ કરી લીધે અને પછી ત્યાર બાદ તેનો દુરુપીયોગ કર્યો. તેથી જયારે કોઈ પણ કોઈ યુઝર્સ નો ફોટો ડાઉનલોડ કરવા ની કોશિશ કરે ત્યારે જો પેહલા તેને તમારી પાસે થી પરવાનગી લેવી પડે તો આ સમસ્યા નું સમાધાન સરળતા થી થઇ શકે છે.

ફેસબુક પર વિડિઓ ડાઉનલોડ કરવા માટે અલગ થી ઓપ્શન

તે બધા જ લેટેસ્ટ વિડિઓ કે જે તમે જોવા માંગતા હો તે પ્રમોશન ના લીધે સૌથી પેહલા હવે ફેસબુક પર મુકવા માં આવે છે, અને ઘણી બધી વખત આપડે એવું ઇચ્છતા જોઈએ છીએ કે આપડે તેને ડાઉનલોડ કરી અને આપડા ડિવાઇસ પર સેવ કરી શકી, પરંતુ ફેસબુક યુઝર્સ પાસે હજી સુધી તેના માટે કોઈ અલગ થી ઓપ્શન નથી આપવા માં આવેલ.

અને આ સમસ્યા ના સમાધાન માટે એક નવું જ ફીચર ને લોન્ચ કરવું પડે જેથી યુઝર્સ વધુ ને વધુ ફેસબુક સાથે જોડાયેલા રહી શકે.

 

ગ્રુપ વિડિઓ કોલ

ફેસબુકે વોટ્સએપ ની જેમ જ પોતાનું વિડિઓ કોલિંગ ફીચર ઘણા સમય પેહલા લોન્ચ કર્યું હતું, જેમ કે પોતાના દૂર રહેતા પરિવારજનો અને મિત્રો સાથે જોડાવા માટે નું ફેસબુક એક સારું માધ્યમ છે તેથી, લોકો વિડિઓ કોલ ની અંદર ગ્રુપ ચેટ માં જોડાવું આજ કાલ વધુ પસંદ કરતા હોઈ છે.

તો આ સમસ્યા ના સમાધાન માટે નવું ગ્રુપ વિડિઓ કોલિંગ ફીચર ને એડ કરવું કેવું રહેશે?

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Check out these 5 features that most Facebook users wish they had.
Please Wait while comments are loading...

Social Counting