ગૂગલ બંધ કરી રહ્યું છે તેનું હેન્ગઆઉટ એપીઆઈ

હેન્ગઆઉટ માટે ગૂગલ પ્લસ એપીઆઈ હવે સપોર્ટ નહીં કરે એપ 25 એપ્રિલ 2017 સુધી જ કામ કરી શકશે.

Written by: anuj prajapati

ગૂગલ ઘ્વારા હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે તેઓ ખુબ જ જલ્દી ગૂગલ પ્લસ હેન્ગઆઉટ એપીઆઈ બંધ કરી દેશે. જેનો મતલબ છે કે થર્ડ પાર્ટી ડેવલોપર ટૂલ્સ માટે સપોર્ટ બંધ કરી દેવામાં આવશે. શટડાઉન નવી એપને બનાવવાથી રોકશે, પરંતુ પહેલાથી જ હાજર એપ 25 એપ્રિલ સુધી રહેશે.

ગૂગલ બંધ કરી રહ્યું છે તેનું હેન્ગઆઉટ એપીઆઈ

આમ જોવા જઇયે તો ગૂગલ ઘ્વારા આ વાત ખુલીને કરવામાં આવી નથી. આ માહિતી વિશે કોઈ પણ બ્લોગસ્પોટ આપવામાં આવ્યો નથી. ડેવલોપર જેઓ એપીઆઈ પર એક્ટિવ છે તેમને મેલ નોટિફિકેશન પણ આપવામાં આવ્યું છે.

ટેક ક્રંચ મેલ ઘ્વારા મળતી માહિતી મુજબ ગૂગલ પ્લસ હેન્ગઆઉટ એપીઆઈ જેના ઘ્વારા એપ બનાવવામાં મદદ મળતી હતી. હવે તે એન્ટરપ્રાઇઝ યુઝ કેસ તરફ આગળ વધી રહી છે. તેમને આગળ જણાવ્યું છે કે તેના ઘ્વારા એવા ડેવલોપર જેમને ઈન્વેસ્ટ કર્યું છે તેમને અસર પડશે. પરંતુ તેમને ખુબ જ કાળજીપૂર્વક આ નિર્ણય કર્યો છે, જે યુઝરને વધારે ટાર્ગેટ હેન્ગઆઉટ અને ડેસ્કટોપ વીડિયો અનુભવ આપશે.

જાણો કઈ રીતે ફેસબૂક ન્યુઝ ફીડ કસ્ટમાઇઝ કરવું

આપને જણાવી દઈએ કે ગૂગલ હેન્ગઆઉટ એપીઆઈ માધ્યમથી એપ બનાવી શકાતી હતી. પરંતુ હવે તેની ઓફિશ્યિલ સાઈટ પર સંદેશ બતાવવામાં આવી રહ્યો છે કે "હેન્ગઆઉટ માટે ગૂગલ પ્લસ એપીઆઈ હવે સપોર્ટ નહીં કરે એપ 25 એપ્રિલ 2017 સુધી જ કામ કરી શકશે"

જેનો મતલબ છે કે 25 એપ્રિલ સુધી જ તેના ઘ્વારા બનાવવામાં આવેલી એપ ચાલી શકશે. પહેલા લોકો વચ્ચે આ વાતને અફવાહ માનવામાં આવતી હતી.

શટડાઉનમાં પણ કેટલીક વસ્તુ બાકાત છે કેટલીક એપ શટડાઉન થયા પછી પણ કામ કરશે જેવી કે ગૂગલની પોતાની હેન્ગઆઉટ એર બ્રોડકાસ્ટિંગ ટૂલ જેવા કે ટૂલબોક્સ, કંટ્રોલ રૂમ, અને કેમેરામેન. તેની સાથે સાથે બિઝનેસ અને એન્ટરપ્રાઇઝ ઓરિએન્ટેડ એપ જેવી કે સ્લેક જે એપીઆઈ સાથે ઇન્ટરિગ્રેટ કરવામાં આવી છે. એપ જેવી કે ડાયલ પેડ અને રિંગ સેન્ટર 25 એપ્રિલ પછી પણ ચાલુ રહેશે અને તેનો ઉપયોગ કરી શકાશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Most apps that use Google Hangouts API will shut down.
Please Wait while comments are loading...

Social Counting