પેટીએમ યુઝર્સ માટે ખુશ ખબર! હવે ડિસેમ્બર સુધી તમારા કેશ ને ટ્રાંસફર કરો તમારા બેંક એકાઉંન્ટ મા 0% ઇન્ટ્રેસ્ટ થી

Written by: Hitesh Vasavada

અત્યાર ની આ ડીમૉનિટરાઇઝેશન ની પરિસ્થિતિ માં પેટીએમ આપણ ને સતત મદદ કરી રહ્યું છે. પછી ભલે તે બેંક માં ટ્રાન્સફર કરવા ના હોઈ, કોઈ નો મોબાઈલ રિચાર્જ કરાવા નો હોઈ કે પછી કોઈ વસ્તુ ની ખરીદી કરવા ની હોઈ પેટીએમ એ આપણ ને બેંક ને બહાર લાગતી લાંબી લાંબી લાઈનો મા ઉભા રેહવા થી પણ બચાવ્યા છે અને આવા જ બધા કારણો ને લીધે આપડે કહી શકીએ કે પેટીએમે આપડા જીવન ને સરળ બનાવી દીધું છે.

પેટીએમ યુઝર્સ માટે ખુશ ખબર! હવે ડિસેમ્બર સુધી તમારા કેશ ને ટ્રાંસફર

જ્યારે થી 500 અને 1000 ની નોટ ને બંધ કરવા માં આવી છે ત્યાર બાદ પેટીએમ એ એવું જાહેર કર્યું હતું કે તેમની એપ દ્વારા તમે તમારા બેન્ક એકાઉંન્ટ માં પૈસા માત્ર 1% ઇન્ટ્રેસ્ટ થી ભરી શકશો.

પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1% ઇન્ટ્રેસ્ટ થી ?

તેમ છત્તા હાલત ને વધુ સરળ અને વધુ અનુકૂળ બનાવવા માટે, પેટીએમે હવે એક નવી જાહેરાત કરી છે જેમાં તેમણે જણાવેલ છે કે કોઈ પણ પ્રકાર ના બેંક ના ટ્રાન્સફર પર કોઈ પણ પ્રકાર ની ફી નહિ લેવા માં આવે, પછી ભલે તે એક જ બેંક નું ખાતું હોઈ કે અલગ અલગ હોઈ.

અગાઉ પેટીએમ ની બેંક ટ્રાન્સફર ફી 1% હતી

ડીમૉનિટરાઇઝશન થયા ના તુરંત બાદ જ પેટીએમેં એવું જાહેર કર્યું હતું કે તમે તમારા પેટીએમ ના વોલેટ માંથી તમારા બેંક ના ખાતા માં માત્ર 1% ઇંટ્રેસ્ટ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશો. કે જયારે તેની સામે મોબીકવિક અને ફ્રીચાર્જ બેંક ના ખાતા માં ફ્રી માં પૈસા ટ્રાન્સફર કરવા ની અનુમતિ આપી રહ્યા હતા.

પેટીએમ હવે 0% પ્રોસેસિંગ ફી વસુલે છે

થોડા સમય પેહલા જ પેટીએમે પોતાના સ્પર્ધકો સામે ટકી રહેવા માટે એવું જાહેર કર્યું હતું કે હવે તેના યુઝર્સ પોતાના બેંક ના ખાતા માં 31 ડિસેમ્બર સુધી ફ્રી માં પૈસા ટ્રાન્સફર કરી શકશે. તેમ છત્તા કંપની એ ડિસેમ્બર પછી ના પ્લાન હજી સુધી બહાર પાડ્યા નથી.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

અન્ય સ્પર્ધકો જેમ જ સમાન પ્રકારના પગલા

હા, તેમાં કોઈ શંકા નથી કે પેટીએમે આ પગલું પોતાના સ્પર્ધકો ની સામે ટકી રહેવા માટે ચાલેલું છે, જેમાં મોબીકવિક અને ફ્રીચાર્જ નો સમાવેશ થઇ જાય છે, કેમ કે તે લોકો પણ તેમના યુઝર્સ ને પોતાના બેંક ના ખાતા મા ફ્રી માં પૈસા ટ્રાન્સફર કરવા ની અનુમતિ આપે છે.

શું તમે KYC ફોર્માલિટી ને પુરી નથી કરી? તો આ ઓફર તમને લાગુ નહિ પડે

હા, જો કોઈ પેટીએમ યુઝર્સે KYC ની ફોર્માલિટી ને પુરી નહિ કરી હોઈ, અને છત્તા જો તેઓ પોતાના પૈસા ને બેંક ના ખાતા માં ટ્રાન્સફર કરાવવા માંગતા હશે તો તેમને 1% ઇન્ટ્રેસ્ટ થી પૈસા ભરવા પડશે, અને 0% ઇન્ટ્રેસ્ટ વાળી ઓફર તેમને લાગુ નહિ પડે.

પેટીએમ ના યુઝર્સ માટે RBI ની ગાઈડ લાઇન્સ

RBI ની ગાઈડ લાઇન્સ મુજબ, પેટીએમ યુઝર્સ દર મહિને માત્ર 10,000/- સુધી નું જ ટ્રાન્સેક્શન કરી શકે છે. પરંતુ જે યુઝર્સે KYC ની ફોર્માલિટી ને પુરી કરી લીધી હોઈ તે લોકો અનલિમિટેડ કિંમત ને ટ્રાન્સફર કરી શકે છે અને 100,000/- સુધી ની રકમ ને પોતાના પેટીએમ વોલેટસ પર સ્ટોર કરી શકે છે.

પેટીએમ મારફતે બેંક માં પૈસા ટ્રાન્સફર કરવા માટે ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે

પેટીએમ દ્વારા સફળતાપૂર્વક પૈસા ને ટ્રાન્સફર કરવા માટે યુઝર્સે અમુક ડોક્યુમેન્ટ આપવા પડે છે, જેમ કે, આધાર કાર્ડ, વોટર્સ ID કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, અથવા તો NRGEA જોબ કાર્ડ KYC ની પ્રક્રિયા ને પૂર્ણ કરવા માટે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Paytm users can now transfer cash to any bank account at 0% interest. Hurry up before the offer ends on December 31.
Please Wait while comments are loading...

Social Counting