જીઓની F5 સ્માર્ટફોન, 4000mAh બેટરી અને 4 જીબી રેમ સાથે લોન્ચ

જીઓની ઘ્વારા વધુ એક બજેટ સ્માર્ટફોન, જીઓની એફ5 લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની સૌથી સારી બાબત તેમાં આપવામાં આવેલી 4000mAh બેટરી અને 4 જીબી રેમ છે.

By Anuj Prajapati
|

જીઓની ઘ્વારા વધુ એક બજેટ સ્માર્ટફોન, જીઓની એફ5 લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની સૌથી સારી બાબત તેમાં આપવામાં આવેલી 4000mAh બેટરી અને 4 જીબી રેમ છે. જે આ સ્માર્ટફોનની મલ્ટિટાસ્કીંગ પ્રોસેસમાં મદદ કરશે.

જીઓની F5 સ્માર્ટફોન, 4000mAh બેટરી અને 4 જીબી રેમ સાથે લોન્ચ

કંપની ઘ્વારા આ સ્માર્ટફોન હાલમાં ચાઈનામાં લોન્ચ કરવામાં આવ્યો છે. પરંતુ ખુબ જ જલ્દી ભારત સહીત બીજા ગ્લોબલ માર્કેટમાં પણ તેને લોન્ચ કરવામાં આવશે. જ્યાં આ સ્ટ્રોંગ બેટરી ધરાવતા સ્માર્ટફોનને વધુ મોટું માર્કેટ મળી શકશે.

ભારતીય પૈસા મુજબ આ સ્માર્ટફોનની કિંમત 17,500 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન હાલમાં ગોલ્ડ અને રોઝ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે.

આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન.

હવે જો આ સ્માર્ટફોન ફીચરની વાત કરવામાં આવે તો તેમાં 5.3 ઇંચ એચડી ડિસ્પ્લે 2.5ડી કર્વ ગ્લાસ સાથે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 1.5GHz ઓક્ટાકોર મીડિયાટેક ચિપસેટ 4 જીબી રેમ સપોર્ટ સાથે આપવામાં આવી છે. જે મલ્ટિટાસ્કીંગમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.

જીઓની F5 સ્માર્ટફોન, 4000mAh બેટરી અને 4 જીબી રેમ સાથે લોન્ચ

જીઓની એફ5 સ્માર્ટફોનમાં 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે આપવામાં આવ્યો છે અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

જીઓની F5 સ્માર્ટફોન, 4000mAh બેટરી અને 4 જીબી રેમ સાથે લોન્ચ

જીઓની એફ5 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં હોમ બટન ઉપર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં હાઈબ્રીડ ડ્યુઅલ સિમકાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ બીજા જેવા કે 4G VoLTE, એફએમ રેડિયો, 3.5એમએમ ઓડિયો જેક, વાઇફાઇ, બ્લ્યુટૂથ 4.1, અને જીપીએસ કેનેક્ટિવિટી ઓપશન પણ આપવામાં આવ્યા છે.

Best Mobiles in India

English summary
Gionee F5 is backed by a large 4,000 mAh battery unit and runs on an octa-core MediaTek chipset paired with 4GB of RAM

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X