ફ્રીડમ 251, સૌથી સસ્તો સ્માર્ટફોન ખોવાઈ ગયો છે, જાણો આગળ...

આખો દેશ ત્યારે ઉત્સાહ અને અચરજમાં મુકાઈ ગયો હતો જયારે "રિંગિંગ બેલ" કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન ફ્રીડમ 251 માર્કેટમાં લાવી રહ્યા છે.

Written by: anuj prajapati

આખો દેશ ત્યારે ઉત્સાહ અને અચરજમાં મુકાઈ ગયો હતો જયારે "રિંગિંગ બેલ" કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન ફ્રીડમ 251 માર્કેટમાં લાવી રહ્યા છે. આ સમાચાર જોતજોતામાં ખુબ જ તેજીથી વાઇરલ થયા હતા.

ફ્રીડમ 251, સૌથી સસ્તો સ્માર્ટફોન ખોવાઈ ગયો છે, જાણો આગળ...

આ સ્માર્ટફોનની કિંમત ખાલી 251 રૂપિયા જ હતી. આ ફોનની માંગ એટલી બધી હતી કે તેને આપતી વેબસાઈટ જ બ્લોક થઇ ગયી હતી. ઘણા લોકોએ આ સ્માર્ટફોનની પ્રિબુકિંગ પણ કરાવી રાખી હતી.

વર્ષ 2016 માં લોન્ચ થયેલા ટોપ 10 હાઈ એન્ડ સ્માર્ટફોન

જો તમે તે સમયે આ સ્માર્ટફોનની પ્રિબુકિંગ કરાવી રાખી હોય અને તમને કંપની તરફથી હજુ સુધી કોઈ જ જાણકારી મળી ના હોય, તો તમે એકલા નથી. ઘણા લોકોને તેમના સ્માર્ટફોન મળ્યા નથી. કંપનીએ વચન આપ્યું હતું કે તેઓ 2,00,000 સ્માર્ટફોનની ડિલિવરી કરશે. પરંતુ આ વાત ભૂતકાળ બની ચુક્યો છે અને મોટાભાગે લોકો તેના વિશે ભૂલી પણ ગયા છે.

વર્ષ 2017માં આવી રહ્યો છે નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આગળ..

જયારે કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ 5000 ફ્રીડમ 251 સ્માર્ટફોન જુલાઈમાં લોકોને પહોંચાડશે. રિંગિંગ બેલ કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ વધુ 65,000 સ્માર્ટફોન પહોંચાડશે જેમને કેશ ઓન ડિલિવરી મોડ પસંદ કર્યો હતો.

શુ થયું આગળ? તે લોકોને સ્માર્ટફોન મળ્યો?

હજુ સુધી તો કઈ જ મળ્યું નથી જે મોટી મોટી હાઇપ મળી હતી કે બધી જ ફૂટી ગયી. અચરજની વાત તો એ છે કે કંપની બીજા જ સેક્ટરમાં કામ કરવા લાગી છે. આ કંપની ફ્રીડમ 251 ને બિલકુલ ભૂલી જઈને હાલમાં ટીવી અને બીજા સ્માર્ટફોન બનાવી રહી છે.

2016 ની સૌથી મોટી નિરાશા

જે રીતે ખુબ જ ઓછા સમયમાં ફ્રીડમ 251 લોકો વચ્ચે ખુબ જ ફેમસ બન્યું હતું અને જે રીતે તેનો અંત આવ્યો. તે જોઈને એટલું જ ચોક્કસ કહીં શકાય કે તે વર્ષ 2016ની ટેક્નોલોજી બાબતની સૌથી મોટી નિરાશા હતી.

ફૈસલ કવૂસા કે જેઓ સાઇબર મીડિયા રિસર્ચ એનાલિસ્ટ છે. તેમને જણાવ્યું કે ફ્રીડમ 251 વર્ષ 2016 ની સૌથી મોટી નિરાશા છે. કારણકે તેની સાથે ખુબ જ વધારે લોકોની આશા જોડાઈ હતી.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ફ્રીડમ 251 ગાયબ થવું

જયારે ફ્રીડમ 251 રજીસ્ટ્રેશનની જાહેરાત થયી રિંગિંગ બેલ કંપનીનો પેમેન્ટ ગેટવે ક્રેશ થાય તે પહેલા 70 મિલિયન રજીસ્ટ્રેશન થઇ ચુક્યા હતા. કંપનીએ વર્ષ 2016 જૂન મહિના પહેલા 2.5 મિલિયન હેન્ડસેટને લોકો સુધી પહોંચાડવાનો પ્લાન પણ નક્કી કર્યો.

આ વાતથી નક્કી છે કે કંપની તેમના પ્લાનમાં પુરી રીતે નિષ્ફળ રહી અને જેને તમે ડિજિટલ મીડિયાની સૌથી મોટી ચિટ પણ કહી શકો છો.

 

જાદુઈ ડિવાઈઝ

રિંગિંગ બેલ કંપનીના સીઈઓ મોહિત ગોયલ જણાવ્યું કે જો સરકાર તરફથી તેમને 50,000 કરોડની સહાય મળે તો તેઓ લોકો સુધી આ સસ્તો ફ્રીડમ 251 સ્માર્ટફોન પહોંચાડી શકે છે. પર્વ શર્મા કે જેઓ દિલ્હીમાં રિસર્ચ એસોસિએટ છે તેમને જણાવ્યું કે ફ્રીડમ 251 ઘ્વારા લોકોને દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોનને વાપરવાની ખોટી આશા જગાવી હતી.

તેમને આગળ જણાવ્યું એક ફ્રીડમ 251 લોકોની માંગ પર ખરો ઉતરી શક્યો ના હતો. એટલા માટે કંપનીએ બધા જ પ્રિઓર્ડર ને કેન્સલ કરી દેવા પડ્યા અને લોકોને તેમના પૈસા રિફંડ કરવા પડ્યા.

 

સરકારનો રોલ

જયારે આ લોન્ચની વાત કરવામાં આવી ત્યારે બધા જ વિચારી રહ્યા હતા કે તેનાથી દેશની ઇમેજમાં સુધારો આવશે. આખો દેશ તે સમય આ સ્માર્ટફોન વિશે વાત કરી રહ્યો હતો. લોકો તેને "ડિજિટલ ઇન્ડિયા" અને "મેક ઈન ઇન્ડિયા" તરીકે લેવા લાગ્યા. પરંતુ અંતમાં આખો દાવ ઊંધો પડી ગયો.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Where has the Ringing Bells Freedom 251, the cheapest smartphone vanished?
Please Wait while comments are loading...

Social Counting