ફેસબુક મેસેન્જર નું નવું ફીચર રૂમ્સ તમને યાહૂ ગ્રુપ ચેટ ની જેમ જ ચેટ કરવા ની અનુમતિ આપે છે

Written by: Hitesh Vasavada

સૌથી વધુ મનપસંદ અને સૌથી વધુ ઉપીયોગ થાતું સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક છેલ્લા થોડા સમય થી મેસેજિંગ માટે ના નવા નવા ફીચર્સ અજમાવી રહ્યું છે. તેને હમણાં જ એક નવું ફીચર બહાર પાડ્યું છે, અને આ વખતે તેમણે બંને પ્રકાર ના લોકો કે જે તેમના યુઝર્સ છે અને બીજા તે લોકો કે જે તેમના સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા નથી તે બંને ને ધ્યાન મા રાખી અને ત્યાર બાદ આ નવું ફીચર બહાર પાડ્યું છે.

ફેસબુક મેસેન્જર નું નવું ફીચર રૂમ્સ તમને યાહૂ ગ્રુપ ચેટ ની જેમ જ ચેટ

ફેસબુક છેલ્લા ઘણા સમય થી પોતાના નવા ફીચર રૂમ્સ ને ટેસ્ટ કરી રહ્યા છે, અને હવે અંતે તેમણે ઘણા સમય બાદ પોતાના આ ફીચર ને અમુક સિલેક્ટેડ માર્કેટ માં મુકેલ છે. હવે આ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ તે બધા જ લોકો ને ગ્રુપ ચેટ કરવા ની અનુમતિ આપશે કે જે ફેસબુક સાથે જોડાયેલા છે અને જે લોકો તેની સાથે જોડાયેલા નથી તેવા લોકો પણ ગ્રુપ ચેટ માં ભાગ લઇ શકશે.

ફેસબુક મેસેન્જર પર સિક્રેટ કન્વર્સેશન કઈ રીતે કરવું

એવું ધારવા માં આવે છે કે ફેસબુક ના આ નવા ફીચર દ્વારા તે લોકો ને કોઈ પણ ટોપિક પર વાત કરવા ની અનુમતિ આપશે અને તે પણ પોતાની અંગત વિગતો ને જાહેર કર્યા વગર તમે કોઈ પણ તમારી પસંદ ના ટોપિક પર ચર્ચા કરી શકો છો, તો આવો જાણીએ આ ફીચર નો કઈ રીતે ઉપીયોગ કરવો.

#રૂમ્સ બીજા બધા ગ્રુપ ચેટ કરતા કઈ રીતે અલગ છે

ફેસબુક નું આ નવું ફીચર રૂમ્સ લોકો ને કોઈ એક ટોપિક પર ચર્ચા કરવા ની અનુમતિ આપે છે, કે જેમાં બધા મેમ્બર ની પસંદગી પર ટોપિક પસંદ કરવા માં આવે છે. કુરિયર મેલ ના રિપોર્ટ મુજબ, ફેસબુક ના નવા ફીચર રૂમ્સ નું મેઈન ફોકસ કોઈ પણ લોકો ની સાથે કોઈ એક ચોક્કસ મુદ્દા પર વાત કરવા નું છે, પછી તે તમારા મિત્રો હોઈ શકે, તમારા પરિવાર ના સદસ્યો હોઈ શકે અથવા તો કોઈ અજાણી વ્યક્તિ પણ હોઈ શકે. આમા ફેસબુક ના ગ્રુપ ચેટ ની જેમ માત્ર ને માત્ર તમે તેવા લકો ની સાથે જ વાત નથી કરી શકતા કે જે તમારા ફ્રેન્ડલિસ્ટ માં હોઈ, તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો.

#આ નવું ફીચર રૂમ્સ એકદમ સુરક્ષિત અને સલામત છે

આમ તમે ભલે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો પરંતુ આ નવા ફીચર માં તમે રૂમ્સ ને પ્રાઇવેટ મોડ પર પણ બદલાવી શકો છો, અને ત્યાર બાદ માત્ર એડમિનિસ્ટ્રેટર ની અનુમતિ પછી જ કોઈ વ્યક્તિ તે રૂમ માં વાતચીત કરવા માટે આવી શકે છે.

અને તેટલું જ નહિ પરંતુ એડમિનિસ્ટ્રેટર કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે તેને બેન પણ કરી શકે છે, અને ત્યાર બાદ તે ડિવાઇસ હંમેશા માટે ગ્રુપ ચેટ નહિ કરી શકે. તો કોઈ પણ વ્યક્તિ જયારે કોઈ ખરાબ વર્તન કરશે તો, ફેસબુક પાસે એવા બધા જ હક છે કે જેના દ્વારા તે તેમની બધી જ પોસ્ટ ને ડીલીટ કઈ શકે છે, અથવા તો આખા રૂમ્સ ને પણ બંધ કરી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#રૂમ્સ ગ્રુપ ચેટ ની સાથે કઈ રીતે જોડાવું

આ ફીચર નો લાભ લેવા માટે, તમારી પાસે ફેસબુક નું એકાઉંન્ટ હોવું તે જરૂરી નથી, તમારી પાસે ઇમેઇલ આઈડી નહિ હોઈ તો પણ ચાલશે તમારે આમા સાઈન ઈન થવા માટે આવી કોઈ જ વસ્તુ ની જરૂર પડતી નથી. આ ફીચર માં જોડાવા માટે એક્દુમ અલગ વિચાર કરવા માં આવ્યો છે એક QR કોડ ઈનવાઈટ સિસ્ટમ તૈયાર કરવા માં આવી છે, કે જેમાં જે કોઈ પણ વ્યક્તિ રૂમ્સ ગ્રુપ ચેટ સાથે જોડાવા માંગતા હોઈ તેલોકો રૂમ્સ ના કોડ નો ફોટો પાડી શકે છે અથવા તો સ્ક્રીન શોટ લઇ અને તેલોકો ને મોકલી આપવા નો રહેશે.

#આ ફીચર કઈ રીતે મદદ કરશે?

રૂમ્સ ફીચર દ્વારા એક જ પ્રકાર નો રસ ધરાવનાર લોકો વધુ જોડાઈ શકશે, અને ત્યાર બાદ તેમને જે ટોપિક પર ચર્ચા કરવી છે તેના પર કરી શકશે, ફેસબુક મેસેન્જર ની જેમ એક ફોર્મલ ઢાંચો તૈયાર કરવા ની જરૂર નહિ પડે કે જેમાં બધા ને અંગત રીતે એડ કરો એન ત્યાર બાદ તેમાં તેમની અંગત વિગતો પણ બતાવી તેના જેવી કોઈ પણ ફોર્માલિટી ની જરૂર નહિ પડે. અને આ ફીચર કોઈ પણ પ્રકાર ની ઇવેન્ટ પ્લાન કરવા માં અથવા તો સોશ્યિલ અથવા તો પોલિટિકલ મુવમેન્ટ કરવા માં પણ ખુબ જ ઉપીયોગી નીવડી શકે છે.

#બધી જ વસ્તુ રૂમ્સ પર થઇ શકશે

રૂમ્સ ફીચર ના બહાર આવી ગયા બાદ, ફેસબુક યુઝર્સ તેમાં પોતાના અલગ રૂમ્સ બનાવી શકશે, અને તેમાં સભ્યો ને જોડી શકશે, રૂમ માટે એક સ્કીન નેમ પણ રાખી શકશે, અને તેના જેવું બીજું ઘણું બધું કરી ફેસબુક યુઝર્સ પોતાની જાતે જ રૂમ્સ પર કરી શકશે, અને પોતાના મન ગમતા ટોપિક પર એક રસપ્રદ વાતચીત ઉભી કરી શકશે.

#ઇન્ડિયા માં ટૂંક સમય માં જ લોન્ચ કરવા માં આવશે

ફેસબુક નું આ નવું ફીચર રૂમ્સ અત્યારે ઓસ્ટ્રેલિયા અને કેનેડા ના યુઝર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ આ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ખુબ જ ટૂંક સમય ની અંદર આ નવા ફીચર ને આખી દુનિયા માટે ઉપલબ્ધ કરી આપશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Facebook rolls out a new feature, allowing you to chat with anyone on or outside facebook. Check it out.
Please Wait while comments are loading...

Social Counting