ફેસબુક મેસેન્જરથી મેળવો ઝડપી ગેમિંગ: પેકમેન, ગેલેગા અને બીજું ઘણું..

યુઝર મેસેન્જર એપમાં વધારે ને વધારે સમય પસાર કરે તેના માટે ફેસબુક તેની મેસેન્જર એપમાં ઘણા નવા અપડેટ લઈને આવી રહ્યું છે.

Written by: anuj prajapati

યુઝર મેસેન્જર એપમાં વધારે ને વધારે સમય પસાર કરે તેના માટે ફેસબુક તેની મેસેન્જર એપમાં ઘણા નવા અપડેટ લઈને આવી રહ્યું છે. આ મેસેન્જર એપમાં તેઓ નવું ફીચર ઉમેરવા જઈ રહ્યા છે અને તે ફીચર છે "ઇન્સ્ટન્ટ ગેમ".

ફેસબુક મેસેન્જરથી મેળવો ઝડપી ગેમિંગ: પેકમેન, ગેલેગા અને બીજું ઘણું..

આ ફીચર ઘ્વારા યુઝર અલગ અલગ પ્રકારની ગેમ મેસેન્જર એપમાં જ રમી શકશે. તેમને કોઈ પણ ગેમ ઇન્સ્ટોલ કરવાની કે ઉમેરવાની કોઈ જ જરૂર નહીં રહે. જયારે તમે કોઈના મેસેજની રાહ જોઈ રહ્યા હોવ ત્યારે તમે મેસેન્જર એપમાં રહેલી 17 ગેમમાંથી કોઈ પણ ગેમ રમી શકો છો. તમે તમારા મિત્રોને ગેમ રમવા માટે પણ ચેલેન્જ કરી શકો છો.

ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં અજીબ ભૂલ, વધુ જાણો અહીં..

હાલમાં આ મેસેન્જર એપમાં 17 ગેમ રહેલી છે. જેમાં પેકમેન, ગેલેગા અને સ્પેસ ઇનવેડર્સ જેવી જૂની કલાસિક ગેમ પણ છે.

એક નજર કરો 5 એવી રસપ્રદ ગેમ પર જેને તમે ફેસબુક મેસેન્જર એપમાં રહી શકો છો...

પેકમેન

પેકમેન ફેસબુક મેસેન્જર ગેમમાંની એક ગેમ છે. પેકમેન ખુબ જ જૂની અને જાણીતી ગેમ છે. આ ગેમમાં પેકમેન બધા જ ડોટ ખાઈ જાય છે અને યુઝરે તેને કંટ્રોલ કરવાનું હોય છે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ગેલેગા

ગેલેગા એક જૂની અને જાણીતી વીડિયો ગેમ છે. પેકમેન સાથે સાથે ગેલેગા પણ એક કલાસિક ગેમ છે અને હવે તે બંને ફેસબુક મેસેન્જર પર સરળતાથી મળી રહી છે. જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે ગેલેગા એક વર્ટિકલ સ્પેસશિપ શૂટર ગેમ છે જેને નામકો જાપાને પબ્લિશ કરી હતી.

સ્પેસ ઇનવેડર્સ

સ્પેસ ઇનવેડર્સ 2 ડાઈમેંશનની એક સ્પેસશૂટર ગેમ છે. આ ગેમનો મુખ્ય આઈડિયા ઇનવેડિંગ એલિયનને લેસર કેનનની મદદથી મારવાનું છે.

વર્ડ વિથ ફ્રેન્ડ

વર્ડ વિથ ફ્રેન્ડ ન્યુટોય ઘ્વારા બનાવવામાં આવેલી ફેમસ ગેમમાંથી એક છે. આ મલ્ટિપ્લેયર ગેમ તમને શબ્દો ઘ્વારા ક્રોસવર્ડ પઝલ બનાવવામાં મદદ કરે છે.

એન્ડલેસ લેક

એન્ડલેસ લેક એક રનિંગ ગેમ છે, જેમાં તમારે હીરોને આખો દરિયો પાર કરાવવામાં મદદ કરવાની છે. આ ગેમ ટેમ્પલ રનને મળતી આવે છે, પરંતુ આ ગેમમાં ફંકી આર્ટ વિઝ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
In an attempt to make users spend more time on its app, Facebook is rolling out a new update for its Messenger app (both iOS and Android) which brings a new feature called 'Instant Games."
Please Wait while comments are loading...

Social Counting