ફેસબૂકમાં ચેટ નોટિફિકેશન પોપઅપ પોસ્ટ સાથે, ટેસ્ટિંગ ચાલુ

ફેસબૂક ખુબ જ જલ્દી, જે રીતે તમે તમારા મિત્રો સાથે આ સોશ્યિલ મીડિયા સાઈટ પર જોડાવ છો તેને બદલવા જઈ રહ્યું છે.

By Anuj Prajapati
|

ફેસબૂક ખુબ જ જલ્દી, જે રીતે તમે તમારા મિત્રો સાથે આ સોશ્યિલ મીડિયા સાઈટ પર જોડાવ છો તેને બદલવા જઈ રહ્યું છે. ફેસબૂક ટીમ એક નવા ફીચર પર કામ કરવા જઈ રહ્યું છે. જેમાં જયારે કોઈ તમને ફેસબૂક પર મેસેજ મોકલશે, ત્યારે નીચે તરફ તે ફેસબૂક ચેટ બોક્સ એક પોપઅપ પોસ્ટ તરીકે દેખાશે.

ફેસબૂકમાં ચેટ નોટિફિકેશન પોપઅપ પોસ્ટ સાથે, ટેસ્ટિંગ ચાલુ

સીએનઈટી રિપોર્ટ અનુસાર આ પોપઆઉટ થયેલા ચેટ બોક્સમાં તમને કમેન્ટ ઓપશન પણ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ તમને તેને ફુલ પોસ્ટ તરીકે પણ જોઈ શકો છો અને તેને હાઇડ પણ કરી શકો છો.

ફેસબૂક સ્પોકપર્શન ઘ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ફેસબૂક યુઝર તેના ન્યુઝફીડ દરમિયાન પણ ખુબ જ સરળતાથી લોકો સાથે વાતચીત કરી શકશે. યુઝરની માંગ અનુસાર ફેસબૂક ટીમ ટેસ્ટિંગ કરી રહી છે. જેમાં નવા ઓપશનમાં જયારે કોઈ પણ વ્યક્તિ તમારા પોસ્ટ પર કમેન્ટ કરે, તમારા કમેન્ટ પર રીપ્લાય આપે, અથવા તો તમને કમેન્ટમાં ટેગ કરે ત્યારે એક નવી વિન્ડો ઓપન થશે.

ફેસબૂકમાં ચેટ નોટિફિકેશન પોપઅપ પોસ્ટ સાથે, ટેસ્ટિંગ ચાલુ

તમે હંમેશા પોસ્ટમાં આપેલા ડ્રોપડાઉન મેનુની મદદથી કન્વર્શેશન હાઇડ કરી શકો છો અથવા તો નોટિફિકેશન ઓફ કરી શકો છો.

આ નવું ફીચર લોકો માટે લોન્ચ થવામાં હજુ વધારે સમય લેશે. રિપોર્ટ ઘ્વારા માહિતી આપવામાં આવી છે કે ફેસબૂક ઘ્વારા આ ફીચરને ખુબ જ ઓછા લોકો માટે હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ટોપ 5 વેન્ડર લિસ્ટમાં કોઈ પણ ભારતીય બ્રાન્ડને જગ્યા નથી મળી

ફેસબૂક ઘ્વારા હજુ સુધી કોઈ જ માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ સોશ્યિલ મીડિયા કંપની નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે આ વાત નક્કી છે. આ નવા ફીચરની મદદથી પોસ્ટ લાઈટ, કમેન્ટ અને તેને શેર કરવું ખુબ જ સરળ બની જશે. આ નવું ફીચર ફેસબૂકને વધુ રેવન્યુ મેળવવામાં પણ મદદ કરશે.

Best Mobiles in India

English summary
Social network giant Facebook might soon push an update to its desktop site that will add pop-up posts

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X