એપલ ઘ્વારા નવો 9.7 ઇંચ આઇપેડ લોન્ચ કરવામાં આવ્યો, એપ્રિલમાં આવશે

એપલ ઘ્વારા નવો 9.7 ઇંચ આઇપેડ યુએસ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો.

By Anuj Prajapati
|

એપલ ઘ્વારા નવો 9.7 ઇંચ આઇપેડ યુએસ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો. આ આઇપેડ આવતા મહિને ભારતીય માર્કેટમાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કંપની ઘ્વારા આ આઇપેડની શરૂઆતની કિંમત $329 (લગભગ 22,000 રૂપિયા) રાખવામાં આવી છે.

એપલ ઘ્વારા નવો 9.7 ઇંચ આઇપેડ લોન્ચ કરવામાં આવ્યો, એપ્રિલમાં આવશે

એપલ હાલમાં તેમના આઇપેડ બ્રાન્ડ પર વધારે ધ્યાન આપી રહ્યું છે. નવું આઇપેડ ખુબ જ જલ્દી આઇપેડ એરને રિપ્લેસ કરી દેશે. હવે તો તેમના ફીચર વિશે વાત કરવામાં આવે તો લગભગ એકસરખા જ રહેશે. તેમાં ખાલી એક જ ફેરફાર કરવામાં આવ્યું છે કે નવા આઇપેડમાં A8X ચિપસેટને બદલે A9 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એપલ ડિવાઈઝ ની અંદર લાઈવ ફોટો ફીચર ને ચાલુ અથવા બંધ કઈ રીતે કરવું

ફિલિપ સચિલ્લેર જેઓ વર્લ્ડ વાઈડ માર્કેટિંગમાં એપલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ છે. તેમને જણાવ્યું છે કે આઇપેડ દુનિયાની સૌથી ફેમસ ટેબ્લેટ છે. લોકો 9.7 ઇંચ ટેબ્લેટનો ઉપયોગ ટીવી જોવા, ફિલ્મો જોવા, સર્ફિંગ કરવા માટે કરી રહ્યા છે.

તેમને આગળ જણાવ્યું કે નવા કસ્ટમર કે પછી કોઈને પણ આ આઇપેડમાં આપવામાં આવેલા લેટેસ્ટ વર્ઝન ખુબ જ પસંદ આવશે. લોકો તેનો ઘરે, સ્કૂલ અને કામ માટે ઉપયોગ કરી શકે છે. તેમાં રેટિના ડિસ્પ્લે અને પાવરફુલ એ9 ચિપસેટ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તમને 1.3 મિલિયન એપનો ઍક્સેસ પણ આપે છે.

9.7 ઇંચ આઇપેડ બે વેરિયંટમાં આવશે. ખાલી વાઇફાઇ ધરાવતા વેરિયંટની કિંમત $329 (લગભગ 22,000 રૂપિયા) રાખવામાં આવી છે. જયારે વાઇફાઇ અને સેલ્યુલર વેરિયંટની કિંમત $459 (લગભગ 30,000 રૂપિયા) રાખવામાં આવી છે. યુઝર માટે આ આઇપેડ ચાર અલગ અલગ ગ્રે, વાઈટ, મીડનાઈટ બ્લુ, અને પિન્ક સેન્ડ કલર ઓપશનમાં આપવામાં આવ્યા છે.

Best Mobiles in India

English summary
Apple's new 9.7 inch iPad launched today, will be available in India from April, iPad Air to be replaced with the new iPad.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X