એપલ આઈફોન 8 સ્માર્ટફોનમાં 5.8 ઇંચ OLED સ્ક્રીન: રિપોર્ટ

હાલમાં મળતી માહિતી મુજબ એપલ આઈફોન 8 સ્માર્ટફોનમાં 5.8 ઇંચ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી રહી છે.

હાલમાં મળતી માહિતી મુજબ એપલ આઈફોન 8 સ્માર્ટફોનમાં 5.8 ઇંચ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી રહી છે, જે વર્ષ 2017 માં એપલ ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા મોડલમાં સૌથી વધારે છે. એપલ આઈફોન 8 સ્ક્રીન વિશે બીજા પણ ઘણા રિપોર્ટમાં આ માહિતી વિશે કન્ફર્મ કરવામાં આવ્યું છે.

એપલ આઈફોન 8 સ્માર્ટફોનમાં 5.8 ઇંચ OLED સ્ક્રીન: રિપોર્ટ

જાપાનીઝ ન્યુઝ એજન્સી રિપોર્ટ અનુસાર એપલ આઈફોન 8 સ્માર્ટફોનમાં 5.8 ઇંચ ઓએલઈડી સ્ક્રીન આપવામાં આવશે. જયારે 4.7 ઇંચ આઈફોન 7s અને 5.5 ઇંચ સ્ક્રીન આઈફોન 7s પ્લસ સ્માર્ટફોનમાં આપવામાં આવી છે. તેમાં એલસીડી પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 5.5 ઇંચ આઈફોન 7s પ્લસ સ્માર્ટફોનમાં ઓએલઈડી ડિસ્પ્લે પણ આપવામાં આવી શકે છે.

લેટેસ્ટ અફવાહ મુજબ આઈફોન 8 સ્માર્ટફોન એજ ટુ એજ 5.8 ઇંચ ઓએલઈડી ડિસ્પ્લે સાથે આવશે. પરંતુ પ્રેક્ટિકલ પોર્શન 5.1 થી 5.15 ઇંચ જેટલો જ રાખવામાં આવ્યો છે. જયારે બાકી રહેલી સ્પેસ ફંક્શન એરિયા તરીકે રિઝર્વ રાખવામાં આવી છે. જેમાં સિસ્ટમ ફંક્શન જેવા કે વર્ચુઅલ બટન રાખવામાં આવશે. આ સ્માર્ટફોનમાં હોમ બટનનો ઉપયોગ કરવામાં નહીં આવે.

એપલ આઈફોન ભારતમાં 1500 રૂપિયાના સરળ હફ્તામાં પણ ઉપલબ્ધ

લેટેસ્ટ આઈફોનમાં તમને 3ડી ફેસિયલ રિકોગ્નીશન અથવા આઈરીશ સ્કેનિંગ ફીચર આપવામાં આવશે. વાયરલેસ ચાર્જિંગ અને ટાઈપ સી કેબલ ચાર્જિંગ આ ડિવાઈઝ સાથે આવી શકે છે. મોટી ડિસ્પ્લે અને હાયર ફીચર સાથે આવનારો આ એપલ આઈફોન ચોક્કસ કિંમતમાં મોંઘો હશે.

જાપાનીઝ વેબસાઈટ મુજબ આઈફોન 8 સ્માર્ટફોનની કિંમત 700$ રાખવામાં આવી છે. જયારે બીજા બધા રિપોર્ટ મુજબ આ સ્માર્ટફોનની કિંમત 1000$ રાખવામાં આવી છે.English summary
In a new report, Nikkei confirms that the iPhone 8 will have the largest screen of the three new models expected to be released in 2017.
Please Wait while comments are loading...

Social Counting