આવનારા એપલ ના આઈફોન ની ડિઝાઇન એક્દમ અલગ હશે, OLED ડિસ્પ્લે હશે, વાયરલેસ ચાર્જિંગ હશે, અને બીજું ઘણું બધું.

નવા ડિઝાઇન વાળો આઈફોન બજાર માં આવશે.

By Keval Vachharajani
|

અત્યાર ના વર્તમાન ના આઈફોન 7 અને 7 પ્લસ ની જો વાત કરીયે તો તેની અંદર ડિઝાઇન માં કોઈ જ પ્રકાર નો ખાસ ફેરફાર નથી કરવા માં આવ્યો સિવાય કે ડ્યુઅલ કેમેરા અને વોટર રેઝિસ્ટન્ટ છે. તેમ છત્તા આ સ્માર્ટફોન લોન્ચ થવા ની સાથે જ ખુબ જ ઝડપ થી વેચવા લાગ્યા હતા તેની પાછળ નું કારણ આઈફોન નો બજાર પર નો ખુબ જ મોટ્ટો હોલ્ડ છે.

આવનારા એપલ ના આઈફોન ની ડિઝાઇન એક્દમ અલગ હશે

અને જેથી આ વર્ષ એપલ માટે આઈફોન્સ ની 10 મી વર્ષગાંઠ છે તેથી એવું માનવા માં આવી રહ્યું છે કે, એપલ આવનારા આઈફોન ની અંદર ઘણા બધા મોટા સુધારા વધારા કરશે. અને વધુ માં જોતા આ બધી અફવાઓ ની અંદર ઘણા બધા અનુમાનો આ મોડેલ વિષે કરવા માં આવતા રહેતા હોઈ છે, અને આ વસ્તુ આપડે ભૂતકાળ માં પણ ઘણી વખત જોઈ ચુક્યા છીએ.

અને કેમ કે, આ વર્ષ આઈફોન્સ ની 10 મી વર્ષગાંઠ છે તેથી અમે એવું માની રહ્યા છીએ કે એપલ આઈફોન નું એનિવર્સરી એડિશન બહાર પડશે જેનું નામ આઈફોન 8 અથવા તો આઈફોન X હોઈ શકે છે. અને તેની ડિઝાઇન પણ એકદમ અલગ રાખવા માં આવી શકે છે. થોડા દિવસ પહેલા ખુબ જ પ્રખ્યાત KGI એનાલિસ્ટ મિંગ ચી કુઓ એ એવું કહ્યું હતું કે, અમે એપ્રિલ 2017 માં એક્દુમ રેડિઝાઈન થયેલા ફોન ની આશા રાખીએ છીએ.

ફેસ ઓફ: વિવો V5 પ્લસ vs. બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન્સ

જો પાછલા વર્ષ ના રિપોર્ટ્સ પર એક નજર ફેરવીએ તો, આ વર્ષ ના આઈફોન ની અંદર જુદા સ્ક્રીન રેઝોલ્યૂશન આપવા માં આવી શકે છે જેના લીધે તે વાયરલેસ ચાર્જિંગ ને સપોર્ટ કરી શકે.

જેથી આઇફોન ના પરંપરાગત સ્ક્રીન રિઝોલ્યૂશન 720p કરતા સ્ક્રીન રેઝોલ્યૂશન કદાચ બદલી શકે છે. રિપોર્ટ્સ અનુસાર એપલે અત્યારે પોતાના ડિસ્પ્લે ઉત્પાદકો ને આવનારા આઈફોન માટે પોતાના પ્રોટોટાઇપ્સ ને સબમિટ કરવા માટે કહી દીધૂ છે, કે જે કદાચ અત્યારે અંડર ડેવલોપમેન્ટ છે.


અને વધુ માં અમે અત્યારે તો એવી જ આશા રાખી ને બેઠા છીએ કે એક નવો હાઈ એન્ડ આઇફોન બજાર માં OLED ડિસ્પ્લે અને ઓન બોર્ડ આઈરિસ સ્કેનર ની સાથે આવશે. અને તેની અંદર કદાચ ઓલ ગ્લાસ ડિઝાઇન નો પણ ઉપીયોગ થઇ શકે છે, પંરતુ જો તેવું કરશે તો તેની કિંમત ખુબ જ વધારે વધી જવા ની શક્યતાઓ છે.

અને થોડા સમય પહેલા જ આવેલી એક રિપોર્ટ અનુસાર આઈફોન 8 ની કિંમત $1000 કરતા પણ વધારે જઈ શકે છે અને તેની પાછળ નું કારણ આ બધા નવા આવનારા ફીચર્સ ને ગણવા માં આવે છે.

Best Mobiles in India

English summary
Apple iPhone 2017 to be a redesigned one with OLED display, wireless charging, and many other new features.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X