132 વિન્ડોઝ માલવેર ઘ્વારા ઈનફેક્ટ થયેલી એન્ડ્રોઇડ એપ પ્લેસ્ટોરથી હટાવી

હાલમાં સ્માર્ટફોનમાં મોટાભાગે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી વખત યુઝરની પ્રાયવસીને નુકશાન કરે છે.

By Anuj Prajapati
|

હાલમાં સ્માર્ટફોનમાં મોટાભાગે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી વખત યુઝરની પ્રાયવસીને નુકશાન કરે છે. થોડા મહિનાઓ પહેલા જ ગૂલિગન માલવેર ઘ્વારા મિલિયન કરતા પણ વધારે ગૂગલ એકાઉન્ટ અને એન્ડ્રોઇડ ડિવાઈઝને નુકશાન પહોચાડ્યું હતું.

132 વિન્ડોઝ માલવેર ઘ્વારા ઈનફેક્ટ થયેલી એન્ડ્રોઇડ એપ પ્લેસ્ટોરથી હટાવી

હાલમાં જ રિસર્ચર ઘ્વારા વિન્ડોઝ બેઝ માલવેર વિશે જાણવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ માલવેરે પ્લેસ્ટોરમાં રહેલી 132 જેટલી એપને નુકશાન પહોચાડ્યું છે. આ વિન્ડોઝ બેઝ માલવેર પાલો અલ્ટો નેટવર્ક સિક્યોરિટી ફર્મ ઘ્વારા શોધવામાં આવ્યો છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે આ એન્ડ્રોઇડ એપને નાની અને હિડેન આઈફ્રેમ ઘ્વારા નુકશાન પહોચાડ્યું છે. આઈફ્રેમ એક એચટીએમએલ ડોક્યુમેન્ટ છે જેને વેબસાઈટમાં બીજા એચટીએમએલ ડોક્યુમેન્ટ સાથે એમ્બેડ કરવામાં આવી છે.

સોની એક્સપિરીયા એક્સઝેડ પ્રિમિયનને મળ્યો બેસ્ટ ન્યુ સ્માર્ટફોન એવોર્ડ

સિક્યોરિટી ફર્મ ઘ્વારા આ વિન્ડોઝ બેઝ માલવેર વિશે માહિતી આપવામાં આવી છે. તેમને જાણ્યું કે આ માલવેર પાછળ એપ બનાવનાર ડેવલોપરને દોષ આપી શકાય નહીં. તેમને આગળ જણાવ્યું છે કે ડેવલોપમેન્ટ પ્લેટફોર્મ જેઓ આ એપ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેઓ વિન્ડોઝ બેઝ માલવેર ઘ્વારા ઈનફેક્ટ થઇ ચુકી છે.

એન્ડ્રોઇડ યુઝરે ચિંતા કરવાની જરૂર નથી કારણકે આ માલવેર વિશે ગૂગલ સિક્યોરિટી ટીમને જણાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ જે પણ એપ માલવેર ઘ્વારા નુકશાન પામી છે, તેને ગૂગલ પ્લેસ્ટોરથી હટાવી દેવામાં આવી છે. આ માલવેર ઘ્વારા લર્નિંગ અને માહિતી આપતી એપ નુકશાન પામી છે.

આ માલવેર વિશે વધારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આઈફ્રેમમાં હિડેન એચટીએમએલ કોડ અજાણતા ડોમેન સાથે લીક કરવામાં આવ્યો હતો. નુકશાન પામેલી વધારે પડતી એપ ઇન્ડોનેશિયા લોકેશન બતાવતી હતી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Almost 100s of Android apps those were infected with Windows-based malware have been removed from the Google Play Store.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X