એરટેલ પોતાના બધા હોમ બ્રોડબેન્ડ ગ્રાહકો માટે લાવ્યું છે 'એરટેલ સરપ્રાઇસિસ'

એરટેલ ના વર્તમાન હોમ બ્રોડબેન્ડ ગ્રાહકો તેમના મંથલી પ્લાન ની અંદર વધારા ના ફ્રી ડેટા ટોપ અપ મેળવશે અને તે પણ કોઈ પણ જાત ના ચાર્જીસ વગર.

Written by: Keval Vachharajani

એરટેલે હોમબ્રોડબેન્ડ ગ્રાહકો ની અંદર 2 મિલિયન યુઝર્સ નો આંકડો પાર કરી લીધો છે જેની ખુશી માં ઇન્ડિયા નું સૌથી મોટું ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક ભારતી એરટેલ પોતાના હોમ બ્રોડબેન્ડ ગ્રાહકો માટે લાવ્યું છે 'એરટેલ સરપ્રાઇસિસ'.

એરટેલ પોતાના બધા હોમ બ્રોડબેન્ડ ગ્રાહકો માટે લાવ્યું છે

અને આ આકર્ષક ઓફર નો લાભ મેળવવા માટે તમારે માત્ર www.airtel.in/broadbandsurprises આ વેબસાઈટ પર જઈ અને તમારી સરપ્રાઈઝ ને અનલોક કરવા ની રહેશે.

એરટેલ પોતાના ગ્રાહકો ને તેમના ચાલુ પ્લાન ની અંદર જ ફ્રી વધારા નો ડેટા અને કન્ટેન્ટ બેનિફિટ આપી રહ્યું છે. અને આ વધારા ના ફ્રી ડેટા દ્વારા, કે જે તમને 'એરટેલ સરપ્રાઇસિસ' માંથી મળે છે, તેના દ્વારા ગ્રાહકો પોતાના ડિજિટલ અનુભવ ને વધારી શકે છે કેમ કે આ ડેટા દ્વારા યુઝર્સ વધુ સમય માટે ઓનલાઇન સમય વિતાવી શકશે જેના કારણે તે વધુ કન્ટેન્ટ ની મજા લઇ શકશે.

આસુસ ઝેનફોન 4: 5.7 ઇંચ ડિસ્પ્લે અને 6 જીબી રેમ, જાણો આગળ

તેવી જ રીતે, વર્તમાન એરટેલ હોમ બોર્ડ બેન્ડ ના ગ્રાહકો ને તેમના મંથલી પ્લાન ની અંદર જ વધારા ના ડેટા નું ટોપ અપ મળી જશે અને તેના માટે કોઈ પણ પ્રકાર નો ચાર્જ નહિ લેવા માં આવે. અને તેટલું જ નહિ ગ્રાહકો એરટેલ મુવીઝ ને પણ ફ્રી માં એન્જોય કરી શકશે, જેની અંદર 10,000 કરતા પણ વધુ લોકપ્રિય હોલીવુડ અને બૉલીવુડ મુવીઝ નો સમાવેશ કરવા માં આવે છે, અને તેની અંદર અમુક પ્રીમિયમ tv શોઝ નો પણ સમાવેશ કરવા માં આવે છે.

અને જો તેના રોલઓઉટ વિષે વાતો કરીયે તો, Hemanth કુમાર ગુરુસ્વામી કે જે હોમ્સ ભારતી એરટેલ ઇન્ડિયા ના CEO છે તેમને જણાવ્યું હતું કે "અમે આ 2 મિલિયન ગ્રાહકો નો માઈલસ્ટોન પાર કરવા થી ખુબ જ કુશ છીએ, અને આગળ હવે અમે ઇન્ડિયા ની અંદર ફિક્સડ બ્રોડ બેન્ડ વિભાગ ની અંદર બીજા નંબર ના સૌથી મોટા પ્લેયર બની ચુક્યા છીએ, અને અમારા માટે અમે કોઈ પણ કામ કરીયે ત્યારે અમારા ગ્રાહકો ને જ ધ્યાન માં રાખી ને કરીયે છીએ કેમ કે તેલોકો અમારા હૃદય માં વસે છે તેથી આજે જયારે અમે 2 મિલ્યન યુઝર્સ નો આંકડો પાર કર્યો છે ત્યારે તેમનો અમારા પર વિશ્વાસ બદલ અમે તેમના માટે 'એરટેલ સરપ્રાઇસિસ' લાવ્યા છીએ, જેના દ્વારા ગ્રાહકો ને વધારા નો ડેટા ફ્રી માં આપવા માં આવશે જેના કારણે તે ઈન્ટરનેટ ની વધુ માજા લઇ શકે."


અને આજે જયારે એરટેલ 2 મિલ્યન ગ્રાહકો ની ખુશી ની ઉજવણી કરી રહી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, કંપની પોતાની પ્રોડકટ ઓફરિંગ્સ ને અને પોતાની સર્વિસ ઑફરિંગ્સ ને મજબૂત બનાવવા માટે આગળ કામ ચાલુ જ રાખશે. અને આજ થી થોડા સમય પહેલા જ કંપની એ પોતાનું "V-ફાઇબર" ને લોન્ચ કર્યું હતું જેના કારણે ગ્રાહકો બ્રોડબેન્ડ સ્પીડ ને 100mbps ની સ્પીડ સુધી મેળવી શકે છે. અને આ સેવા અત્યારે ચેન્નાઇ, મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ, પુણે, અમદાવાદ, ભોપાલ અને ઇન્દોર ની અંદર લાઈવ ચાલી જ રહી છે.

English summary
Airtel crosses two million home broadband customers mark
Please Wait while comments are loading...

Social Counting