5 એવી ટેક્નોલોજી કે જેને અમે 2017 માં ઇન્ડિયા માં પૂરજોશમાં જોવા માંગીએ છીએ.

સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ થી લઇ ને ડ્રોન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી સુધી, અમે આ બધી જ એક્દુમ જોરદાર ટેકનોલોજીઓ ને ઇન્ડિયા માં વર્ષ 2017 માં વોવ માંગીએ છીએ.

By Keval Vachharajani
|

2016 માં આપણને ટેક્નોલોજી ના ક્ષેત્ર માં ઘણા બધા માઈલસ્ટોન્સ મળ્યા હતા. આપણ ને VoLTE મળ્યું, સસ્તું 4G નેટવર્ક મળ્યું, અને ઘણા બધા એવા સ્ટાર્ટઅપ્સ પણ મડ્યા કે જે આજે આપડા જીવન માં ખુબ જ અગત્ય નો ભાગ ભજવી રહ્યા છે, મોબાઈલ અને PC ના ક્ષેત્ર માં પણ આપણ ને ઘણા બધા સુધારા વધારા જોવા મળ્યા હતા, અને ભારત સરકાર ના ડીમૉનિટરાઇઝશન ના પગલાં ને લીધે પણ દેશ માં ઘણી બધી ડિજિટલ પહેલ જોવા મળી હતી.

5  એવી ટેક્નોલોજી કે જેને અમે 2017 માં ઇન્ડિયા માં પૂરજોશમાં જોવા

જાણો કઈ રીતે તમે તમારા યુટ્યૂબ જોવા ના અનુભવ ને વધુ સારો બનાવી શકો છો.

2017 માં આપણ ને શું શું જોવા મળશે તેના વિષે અત્યાર થી કઈ પણ કેહવું મુશ્કેલ છે, તેમ છત્તા અમે આ 5 ટેક્નોલોજી ને ઇન્ડિયા માં 2017 માં પુરજોશ માં જોવા માંગી છી.

ડ્રોન

ડ્રોન

આજે જયારે ઘણા બધા દેશો ની અંદર ડ્રોન માટે અમુક સરખા કાયદાઓ છે ત્યારે, બીજી તરફ એવા પણ ઘણા બધા દેશો છે કે જેમની પાસે ડ્રોન્સ ને લગતા કોઈ પણ પ્રકાર નાકાયદાઓ નથી. જો આપડે આપડા દેશ ની વાત કરીએ તો ઇન્ડિયા માં 2014 થી ડ્રોન ઉડાડવા એ ગેરકાયદે ગણવા માં આવે છે, જો તમારે ક્યારેય પણ ડ્રોન ઉડાડવું હોઈ તો તેની પેહલા તમારે તેના માટે થઇ અને ડાઈરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) માંથી પરવાનગી લેવી પડે છે.

અને અમે ઇન્ડિયા ના ડ્રોન લોઝ માં 2017 માં ઘણા બધા ફેરફાર જોવા માંગીએ છીએ, આ ટેક્નોલોજી ના ઘણા બધા ફાયદાઓ છે અને અમે એવું ઇચ્છિએ છીએ કે જેમ તેના ફાયદા આજે અમેરિકા લઇ રહ્યું છે તેમ આપડે પણ તેના અમુક ફાયદા લઇ શકીએ, અમેરિકા માં તેમની સરકારે ધંધાદારીઓ ને અમુક ગાઈડલાઈન્સ મુજબ લીગલી ડ્રોન્સ ઉડાડવા ની પરવાનગી આપી છે.

Augmented રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી

Augmented રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી

અમારા લિસ્ટ માં હવે જે વસ્તુ છે તે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે ના આપડા સંબંધ ને હંમેશા માટે બદલી શકે છે. Augmented રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી એ ટેક્નોલોજી ની દુનિયા માં ભવિષ્ય માં ખુબ જ અગત્ય નો ભાગ ભજવશે અને અમે તેને બધી જ જગ્યા એ જોવા માંગીએ છીએ, તે ભવિષ્ય માં બધી જ જગ્યાઓ પર હોઈ શકે છે જેમ કે તમારા ઘરે, ઓફિસે માં, ઉત્પાદન ઉદ્યોગ મા, તમારા સમાર્ટફોન માં અને તમારી ગેમ્સ માં પણ.

અમે 2016 માં ઇન્ડિયા માં અમુક એવા સ્ટાર્ટઅપ પણ જોયા કે જે ઇન્ડિયા માં વર્ચ્યુઅલ રિયાલિટી ના ચેહરા ને બદલવા નો પ્રયાસ કરી રહ્યા છે, અને એવું ઇચ્છિએ છીએ કે તે પ્રકાર ના સ્ટાર્ટઅપ ઇન્ડિયા માં વધુ ને વધુ શરુ થાય જેથી ઇન્ડિયન યુઝર્સ ને વધુ માં વધુ ટેક્નોલોજી પરવડી શકે તેવા ભાવ માં મળી શકે.

સેલ્ફ ડ્રાઈવિંગ કાર

સેલ્ફ ડ્રાઈવિંગ કાર

સેલ્ફ ડ્રાઈવિંગ કર ના ભવિષ્ય વિષે ઇન્ડિયા માં અત્યાર થી વાતો કરવી એ થોડું વહેલું લાગે છે, પરંતુ અમે તેના વિષે ની સંભાવનાઓ ને જતી ના જ કરી શકીયે ખાસ કરી ને ત્યારે જયારે બીજા ઘણા બધા દેશ આ ક્ષેત્ર માં ખુબ જ આગળ વધી ચુક્યા હોઈ. ધ હિન્દૂ ના કાર્લ Iagnemma, કે જે એક સેલ્ફ ડ્રાયવીંગ કાર બનાવતી કંપની nuTonomy, ના કો ફોઉંડેરા છે તેની સાથે ના ઇન્ટરવ્યૂ દ્વારા એવું જણાવ્યું હતું કે " આજે જયારે ઇન્ડિયા ના દરેક શહેર માં રોડ ની હાલત અલગ અલગ છે પરંતુ તેમ છત્તા ઇન્ડિયા માં સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ માટે ચોક્કસપણે અવકાશ છે.

અમે 2017 માં પૂર્ણ સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ ની વાત નથી કરી રહ્યા, પરંતુ ઓછા માં ઓછું તેની શક્યતાઓ વિષે સરખી ચર્ચા કરવા ની આશા જરૂર રાખીએ છીએ. અને Mr. Iagnemma એ ઉદાહરણ આપતા એવું કહ્યું હતું કે સૌથી પેહલા સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ તમને એરપોર્ટ અને બિઝનસ ડીસ્ટ્રીક વચ્ચે તેના રોડ્સ પર જોવા મળશે " એવું નહિ બને કે તમને રાતો રાત હજારો સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ દિલ્હી ના રસ્તાઓ પર જોવા મળે.

રોબોટિક્સ

રોબોટિક્સ

2016 એ વર્ષ હતું કે જયારે ઇન્ડિયા એ પોતાના પેહલા રોબોટ "બારબો" નું આગમન કર્યું હતું, તેની ડેવલોપમેન્ટ કોસ્ટ લગભગ 10 કરોડ હતી. અને જેની કિંમત 3 થી 6 લાખ ની વચ્ચે હતી. આ રોબોટ ટાટા મોટર્સ નું ઇનોવેશન હતું જેને 6 ઇજનેરો ની ટીમે એક ઘર માં બન્વ્યું હતું.

અમે 2017 માં બીજા પણ ઘણા બધા બારબો અને તેના જેવા બીજા ઘણા બધા રોબોટ્સ ને જોવા માંગીએ છીએ, જેના દ્વારા ઇન્ડિયા માં ઉત્પાદન ક્ષેત્ર માં ઘણા બધા સુધારા થઇ શકે. તે ઉપરાંત ઘરગથ્થુ તથા બીજા પણ ઘણા બધા ક્ષેત્રો માં રોબોટ્સ આવવા થી આપણા જીવન ને તે ખુબ જ મોટા પ્રમાણ માં અસર કરી શકે છે.

ફાસ્ટ 4G ઈન્ટરનેટ

ફાસ્ટ 4G ઈન્ટરનેટ

અમે ઇન્ડિયા માં 2017 માં સાચી 4G ની સ્પીડ ને એક્દુમ જોર માં જોવા મનગીએ છીએ, કેમ કે, ડિજિટલ ઇન્ડિયા નું સ્વપ્નું ત્યારે જ સાકાર થઇ શકે છે જયારે દેશ ની અંદર એક સરખું ઈન્ટરનેટ નું માળખું હોઈ.

રિપોર્ટ્સ અનુસાર, એવું કેહવા માં આવ્યું છે કે ઇન્ડિયા માં જે સ્પેક્ર્મ ક્ષેત્ર ના વિકાસ માં જે અવરોધ હતો તે હવે રહ્યો નથી અને 2017 માં એક સરખી 4G અને એક સરખી બ્રોડબેન્ડ ની સેવા ઉપલબ્ધ કરવા માં આવી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
This year we want to see faster 4G internet, drones self-driving cars, virtual and augment reality in full swing in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X