ઇન્ડિયા માં સ્પોર્ટ્સ ના હાર્ડકોર ફેન્સ માટે 5 એપ્સ

By Keval Vachharajani
|

આપડે એક એવા દેશ માં રહીયે છીએ જેમાં જયારે સ્પોર્ટ્સ ની વાત આવે ત્યારે આપડે ક્યારેય ખરાબ ક્ષણ ના સાક્ષી નથી બન્યા. પછી ભલે તે ક્રિકેટ હોઈ હોકી, ફૂટબોલ, કે કબડ્ડી અથવા તો બીજી કોઈ પણ ગેમ હોઈ, આપડે લોકો હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપડે તેની દરેક ક્ષણ ને માણી અને આપડી મન ગમતી ટિમ અને આપડા મન ગમતા પ્લેયર્સ ને જીતવા માટે પુરે પૂરો સપોર્ટ કરીએ.

ઇન્ડિયા માં સ્પોર્ટ્સ ના હાર્ડકોર ફેન્સ માટે 5 એપ્સ

અને એક સ્પોર્ટ્સ ના ચાહક તરીકે, અમારા માટે ખુબ જ મહત્વ નું કામ છે કે અમે તમને આપડી મનપસંદ ટિમ અને આપડા મનપસંદ પ્લેયર્સ ની બધી જ માહિતી અને તેમના બધા જ સમાચારો ની સાથે તમને અપડેટેડ રાખીએ.

2017 થી ઇન્ડિયા માં બધા જ ફોન મા પેનિક બટન હોવા જરૂરી છે

તેના પર થી અમે આ નીચે આપેલું એક લિસ્ટ બનાવ્યું છે જેના લીધે તમને સોપોર્ટ્સ ની દુનિયા ની બધી જ માહિતી થી માહિતગાર રહેશો તેમાં તમને એક પણ ખબર નહિ છૂટે. વધુ માં આમા ની અમુક એપ્સ તમને સ્પોર્ટ્સ ના સમાચાર ની સાથે સાથે આ એપ સ્પોર્ટ્સ ના ફેન્સ ને એક બીજા સાથે સાચ્ચા સમયે જોડાવા મા પણ મદદ કરે છે. કારણ કે ગેમ ને પોતાના જેવા જ વિચારો ધરાવનાર લોકો ની સાથે જોવા ની મજા જ કંઈક અલગ હોઈ છે.

#ક્રિક બઝ

#ક્રિક બઝ

ક્રિક બઝ એ એક એવી એપ છે કે જે દરેક ક્રિકેટ ના એવા ફેન્સ કે જે ક્યારેય પોતાના મનગમતા મેચ, ટિમ કે પ્લેયર વિષે કોઈ પણ માહિતી ને જવા નથી દેવા માંગતા તેવા બધા જ ક્રિકેટ ફેન્સ પાસે આ એપ હોવી જરૂરી છે. આ એપ તમને બધા જ આંતરરાષ્ટીય મેચ જેમ કે, ટેસ્ટ, ODI અથવા T20, ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL), ICC ક્રિકેટ વર્લ્ડ કપ, ચેમ્પિયન લીગ T20, બિગ બેશ અને બીજી દુનિયા માં થતી મોટી મોટી બધી જ ઇવેન્ટ ની તમને બોલ ટુ બોલ કવરેજ આપે છે.

#Goal.com

#Goal.com

જો તમારી મનગમતી રમત ફૂટબોલ હોઈ તો તમારે માત્ર Goal.com ની જરૂર છે. આ એપ તમને સૌથી વધુ વ્યાપક ફૂટબૉલ ના સમાચાર આપે છે, કે જેમાં બધા જ ગોલ ના બ્રેકીંગ ન્યૂઝ ના રિયલ ટાઈમ એક્સેસ ની સાથે આપે છે. આ એક્દુમ સરળતા થી ઉપીયોગ કરી શકાય તેવી એપ તમને આખી દુનિયા માં થતા સેંકડો લીગ અને સ્પર્ધાઓ ના એક્દુમ લેટેસ્ટ સમાચાર તમારા સુધી પોંહચાડે છે, જેમાં ઇંગલિશ પ્રીમિયર લીગ, લા લિગા, બુન્ડેસલીગા, સિરી A, Ligue 1, ચેમ્પિયન્સ લીગ અને બીજી ઘણી બધી ટુર્નામેન્ટ્સ નો સમાવેશ કરવા માં આવે છે.

મેચ ના રિમાઇન્ડર માટે તમે એપ ને પોતાની રીતે કસ્ટમાઇઝ કરી અને તમે ગોલ્સ, રેડ કાર્ડ્સ અને બીજા બ્રેકીંગ ન્યૂઝ માટે નોટિફિકેશન મેળવી શકો છો.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#રૂટર

#રૂટર

જો તમે તમારા પરિવાર માં અથવા તો તમારા બીજા કોઈ ગ્રુપ માં જો તમે એક જ માંચેસ્ટર યુનાઇટેડ ને સપોર્ટ કરવા વાળા હો તો હવે ચિંતા મૂકી દયો, કારણ કે અમારી પાસે એક એવી એપ છે કે જે તમને તમારા જેવા જ વિચાર ધરાવતા બીજા ફેન્સ ને ગોતવા માં તમારી મદદ કરશે. કારણ કે તમારો મનગમતો મેચ જોવા ની મજા ત્યારે જ છે જયારે તમે તેને તમારા જેવો જ ઇંટ્રેસ્ટ ધરાવતા લોકો ની સાથે જોવો.

રૂટર એક એવી એપ છે જેના દ્વારા તમે તમારી ઓફિસ અથવા તો ઘર ની આજુ બાજુ માં તમારા જેવો જ ઇંટ્રેસ્ટ ધરાવતા લોકો ને ગોતવા માં તમારી મદદ કરે છે. આ એપ બધા જ સ્પોર્ટ્સ ના ફેન્સ ને હકીકત માં અથવા તો વર્ચ્યુઅલ જગતમાં તેમને ભેગા થવા માટે ની તક આપે છે. આ પ્રકાર ના પ્લેટફોર્મ પર આવી આ પ્રથમ એપ છે કે જે બધા જ સ્પોર્ટ્સ ફેન ને ભેગા થવા ની તક આપે છે. ફેન્સ પ્રી મેચ ક્વિઝ, અથવા તો ચેટ ફોર્મ દ્વારા એક બીજા સાથે જોડાઈ શકે છે, અને લાઈવ મેચ અનુમાનો અને પોસ્ટ મેચ ચર્ચા ને શેર કરવા માટે ફેન્સ પોતાના લેખો, અનુમાનો, વિશ્લેષણ ને શેર પણ કરી શકે છે.

#ESPN

#ESPN

સ્પોર્ટ્સ માટે ની એપ્સ ની લિસ્ટ ESPN વગર એક્દુમ અધૂરી છે તેમ કહી શકાય. આ ફ્રી માં ડાઉનલોડ કરી શકાય તેવી એપ તમને દરેક મિનિટે બદલાતા સ્કોર ની માહીતે આપે છે, સંપૂર્ણ સમાચાર કવરેજ, અને ESPN પ્લેટફોર્મ દ્વારા ગેમ્સ અને શોઝ નું લાઈવ સ્ટ્રીમિંગ કરવા માં આવે છે. અને તેટલું જ નહિ આ એપ ની અંદર તમને દુનિયા ના અમુક મોટા મોટા સ્પોર્ટ્સ ની અમુક સારી સારી વિડિઓઝ પણ જોવા મળશે.

અને તમે રાષ્ટ્રીય અને પ્રાદેશિક ભાષા માં લાઈવ ESPN રેડીઓ સ્ટેસશન ને પણ સાંભળી શકો છો, અને 100 કરતા પણ વધુ ESPN પોડકાસ્ટ, લાઈવ પ્લે બાય પ્લે મેચીસ અને બીજું ઘણું બધું. અને તમારી ગમતી ટીમ્સ અને લીગ વિષે તરત માહિતી મેળવવા માટે તમે એપ ને પર્સનલાઈઝ કરી અને નોટિફિકેશન પણ મેળવી શકો છો. અને વધુ માં હવે ESPN એપ એન્ડ્રોઇડ TV પર પણ ઉપલબ્ધ છે જ્યાં તમે મેચીસ અને હાઇલાઇટ્સ ને વોચESPN દ્વારા લાઈવ સ્ટ્રીમ કરી અને જોઈ શકો છો.

#ballr

#ballr

ballr એ એક ફ્રી એપ છે જેના દ્વારા પણ ફેન્સ એકબીજા સાથે જોડાઈ શકે છે અને સાચી સ્પોર્ટ્સ ઇવેન્ટ ચાલી રહી હોઈ ત્યારે એકબીજા સાથે વાતચીત કરી શકે છે. આ એક અલગ પ્રકાર નું ગેમિંગ પ્લેટફોર્મ છે, આમા ફેન્સ લાઈવ ચાલતી ઇવેન્ટ ની સાથે સાથે પોતે પણ એક અલગ ગેમ રમી શકે છે અને અંદાજ લગાવી શકે છે કે સાચી જે ગેમ ચાલી રહી છે તેમાં શું સ્કોર થશે.

આ એપ ને બનવવા પાછળ નો હેતુ, આખી દુનિયા ના બધા જ ફેન્સ ને એક લાઈવ સ્પોર્ટ્સ ઇવેન્ટ દ્વારા જોડવા નો હતો, અને તેના લીધે સ્પોર્ટ્સ ને વધુ ઍક્સેસિબલ વધુ આકર્ષક, અને વધુ લાભદાયી બનાવવા નો હતો.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Are you a sports fan? If yes, then download these apps right now to get the latest news of sports world

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X