વોટ્સએપ વિડિઓ કોલિંગ ના 5 એવા ફાયદા જેના વિષે કદાચ તમને પણ ખબર નહિ હોઈ

Written by: Keval Vachharajani

વોટ્સએપે અંતે પોતાની એપ પર વિડિઓ કોલિંગ નું ફીચર જોડ્યું છે. તેનું આ ફીચર તેમના પોતાના ફેસબુક મેસેન્જર, એપલ ના ફેસ ટાઈમ, ગુગલ ડ્યુઓ, અને સ્કાયપ અને વાયબર કરતા કઈ રીતે ચડિયાતું છે તેના વિષે ની ચર્ચા કોઈ બીજા દિવસે કરશું, પરંતુ પોતાના આટલા બધા યુઝર્સ ને પણ તેને એક વર્ષ કરતા પણ વધુ રાહ જોવડાવેલી હતી તેમ છત્તા હવે તેઓ બીજી વિડિઓ કોલિંગ એપ ની સામે સારી ટક્કર આપી શકે તેટલું મજબૂત હોવું જોઈએ.

વોટ્સએપ વિડિઓ કોલિંગ ના 5 એવા ફાયદા જેના વિષે કદાચ તમને પણ ખબર નહિ હોઈ

જે પણ હોઈ, પાછા મુદ્દા પર આવીએ તો, વોટ્સએપ વિડિઓ કોલિંગ નો ઉપીયોગ કરવા ના અમુક ફાયદા પણ છે ખાસ કરી અને ઇન્ડિયા જેવા વિકસતા બજાર માટે, તેમ છત્તા ઘણા બધા લોકો એવા છે જેને આ ફાયદાઓ વિષે કોઈ જ ખબર પણ નહી હોઈ.

જાણો કઈ રીતે ફેસબુક યુઝર્સ હવે માત્ર એક સ્ટેટ્સ પોસ્ટ કરી અને સેફ્ટી ચેક ને ચાલુ કરી શકશે

તેટલા માટે થઇ ને જ આજે અમે તમારી સમક્ષ આ લિસ્ટ લઇ ને આવ્યા છીએ, તો ચાલો એક નજર કરીએ એ બધા ફાયદાઓ ઉપર કે જે વોટ્સએપ વિડિઓ કોલિંગ માં આપણ ને આપવા માં આવેલા છે.

#વિડિઓ કોલ્સ એ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે

મેસેજીસ ની જેમજ, વોટ્સએપ પર વિડિઓ કોલ્સ પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ આપવા માં આવેલ છે. તેનો અર્થ એવો થાય કે તમે જે વિડિઓ કોલ કરો છો તેને માત્ર તમે અને તમે જે વ્યક્તિ ને વિડિઓ કોલ કરી રહ્યા છો તેમના સિવાય બીજો કોઈ પણ વ્યક્તિ તેનો ઉપીયોગ કરી શકશે નહિ, અને તેને જોઈ પણ નહિ શકે, અને તેટલું જ નહિ તેમાં વોટ્સએપ ખુદ નો પણ સમાવેશ થઇ જાય છે.

#વધારે ત્રાસ પણ નહિ

વોટ્સએપ વિડિઓ કોલિંગ ફીચર માત્ર તેવા વ્યક્તિ ને જ થઇ શકશે કે જેનું નામ અથવા તો જેનો કોન્ટેક્ટ તમારા મોબાઈલ પર સેવ કરવા માં આવેલ હોઈ, તેમાં તમને બીજી બધી એપ ની જેમ કોઈ પણ વ્યક્તિ કોલ માટે ની અરજી મોકલી શક્તિ નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#ધીમા નેટવર્ક માટે ઓપ્ટિમાઇઝડ

ઇન્ડિયા માં લોકો ને સૌથી વધુ ચિંતા ઓછી બેન્ડવિથ સ્પીડ ની હોઈ છે, આ પ્રોબ્લેમ ના નિવારણ માટે વોટ્સએપે પોતાના વિડિઓ કોલિંગ ના ફીચર ને ઓપ્ટિમાઇઝડ કરેલ છે જે થી કરી અને ઓછી ઈન્ટરનેટ ની સ્પીડ દ્વારા પણ તમે વોટ્સએપ ના વિડિઓ કોલિંગ ફીચર નો લાભ લઇ શકો. તેનો મતલબ એમ કરી શકાય કે હવે તમારે વિડિઓ કોલિંગ કરવા માટે ઓછી ઈન્ટરનેટ ની સ્પીડ વિષે ચિંતા નહિ કરવી પડે.

#વિડિઓ કોલ માટે કોઈ બીજી એપ ની જરૂર નથી

ભારતમાં 160 મિલિયન સક્રિય વપરાશકર્તાઓ છે. શરૂઆત મા લોકો પોતાના મિત્રો સાથે વોટ્સએપ પર થી વાતચીત કરતા હતા, હવે જયારે તમે વિડિઓ કોલ પણ એપ માંથી જ કરી શકો છો ત્યારે તમારે તેના માટે બીજી એપ ને ડાઉનલોડ કરવા ની કોઈ જરૂરત રહેતી નથી.

#એન્ડ્રોઇડ અને આઈફોન બંને પર એકજ રીતે કામ કરે છે

એપલ ના ફેસ ટાઈમ ની જેમ નહિ, વોટ્સએપ નું આ વિડિઓ કોલિંગ નું ફીચર એન્ડ્રોઇડ અને ios બંને પર એક્દુમ સરખું જ કામ કરે છે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
WhatsApp finally adds support for video calling to its messaging app. Here are 6 advantages of using the video calling feature.
Please Wait while comments are loading...

Social Counting