શ્યોમી અપડેટ: વર્ષ 2017 માં આ સ્માર્ટફોન આવી શકે છે.

શ્યોમી ચાઈનાની એક સફળ સ્માર્ટફોન કંપની છે. આ કંપની તેમના સસ્તા અને સારા સ્માર્ટફોન માટે ફેમસ છે.

Written by: anuj prajapati

શ્યોમી ચાઈનાની એક સફળ સ્માર્ટફોન કંપની છે. આ કંપની તેમના સસ્તા અને સારા સ્માર્ટફોન માટે ફેમસ છે. ચાઈનાની સાથે સાથે આ કંપની ભારતમાં પણ ખુબ જ સફળતાપૂર્વક પોતાનો બિઝનેસ કરી રહી છે.

શ્યોમી અપડેટ: વર્ષ 2017 માં આ સ્માર્ટફોન આવી શકે છે.

આખી દુનિયામાં મિલિયન શ્યોમી ફેન્સ છે જેઓ નવા આવેલા શ્યોમી સ્માર્ટફોનને ખરીદવા માંગે છે. કંપની ઘ્વારા ઘણા સ્માર્ટફોન આ વર્ષે લોન્ચ થવા જઈ રહ્યા છે. સારા ફીચર અને ઓછી કિંમત ધરાવતા શ્યોમી સ્માર્ટફોન ચોક્કસ લોકોને આકર્ષિત કરશે.

ઝેન મોબાઈલ ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યા 2 બજેટ સ્માર્ટફોન

આજે અમે એવા શ્યોમી સ્માર્ટફોન વિશે માહિતી લઈને આવી રહ્યા છે, જેઓ વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે. આ સ્માર્ટફોન વિશે માહિતી ઈન્ટરનેટ પર આવી રહી છે. કંપની ઘ્વારા તેની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

શ્યોમી એમઆઈ6

શ્યોમી એમઆઈ6 સ્માર્ટફોન દેખાવમાં હાલમાં જ લોન્ચ થયેલા એમઆઈ નોટ 2 સ્માર્ટફોન કરતા થોડો નાનો હશે. હાલમાં જ મળતી માહિતી મુજબ એમઆઈ6 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 પ્રોસેસર, 128 જીબી અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને બ્લુ, બ્લેક અને વાઈટ કલર ઓપશન સાથે આ સ્માર્ટફોન આવી શકે છે.

ફ્લેક્સિબલ ડિસ્પ્લે સ્માર્ટફોન

વર્ષ 2016 માં શ્યોમી મી મિક્સ સ્માર્ટફોન આઈડિયા સાથે આવી હતી. જેમાં સીરામીક બોડી અને એજ ટુ એજ ડિસ્પ્લે આપવામાં આવી હતી. આ વર્ષે પણ શ્યોમી ફ્લેક્સિબલ ડિસ્પ્લે આઈડિયા સાથે આવી શકે છે.

શ્યોમી એમઆઈ 6એસ

શ્યોમી એમઆઈ 6એસ સ્માર્ટફોન વિશે હજુ સુધી કોઈ જ જાહેરાત થઇ નથી અને તેના ફીચર વિશે પણ કોઈ જ માહિતી મળી નથી. પરંતુ ધારણા મુજબ એમઆઈ 5એસ સ્માર્ટફોન કરતા તેમાં ઘણા અપડેટ કરવામાં આવી શકે છે.

 

 

શ્યોમી એમઆઈ 6એસ પ્લસ

શ્યોમી એમઆઈ 6એસ પ્લસ તેના નામ મુજબ જ શ્યોમી એમઆઈ 6એસ સ્માર્ટફોન કરતા વધુ મોટા અને સારા વેરિયંટમાં આવશે. પરંતુ હજુ સુધી કઈ જ કહી ના શકાય કે શ્યોમી, એમઆઈ 6એસ પ્લસ સ્માર્ટફોન લોન્ચ કરશે. કારણકે સૌથી પહેલા તો આપણે એમઆઈ 6એસ સ્માર્ટફોન લોન્ચ થવા પર ધ્યાન છે.

શ્યોમી એમઆઈ 5સી

એમઆઈ 5સી સ્માર્ટફોન આ વર્ષે જ લોન્ચ થવાની જાહેરાત થઇ શકે છે. આ સ્માર્ટફોનમાં 5.2 ઇંચ એફએચડી 1080 પિક્સલ ડિસ્પ્લે અને એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર, 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો આવી શકે છે. પરંતુ હજુ સુધી શ્યોમી ઘ્વારા તેની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

શ્યોમી રેડમી નોટ 5

શ્યોમી રેડમી નોટ સિરીઝ ખુબ જ વધારે ફેમસ બની ચુકી છે. જેમાં શ્યોમી રેડમી નોટ 3 બેસ્ટ સેલિંગમાં આવી ચૂક્યું હતું. હવે શ્યોમી તેમનો આગળનો સ્માર્ટફોન શ્યોમી રેડમી નોટ 5 બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. આ સ્માર્ટફોન તેઓ આ વર્ષે જ લોન્ચ કરી શકે છે.

શ્યોમી મી નોટ 3

શ્યોમી ઘ્વારા ગયા વર્ષના અંતમાં મી નોટ 2 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ડિવાઈઝમાં સેમસંગ સ્માર્ટફોનની જેમાં જ મોટી ડ્યુઅલ કર્વ ડિસ્પ્લે આપવામાં આવી હતી. આ વર્ષે પણ તેઓ મી નોટ 3 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

શ્યોમી રેડમી 5

શ્યોમી રેડમી 5 પણ રેડમી 4 સ્માર્ટફોનની જેમ સફળ રહેશે. જે આ વર્ષે જ લોન્ચ થયો હતો. રેડમી 5 સ્માર્ટફોનમાં રેડમી 4 સ્માર્ટફોનની સરખામણીમાં વધુ સારા અને અપડેટ ફીચર જોવા મળી શકે છે. આ સ્માર્ટફોન સસ્તા અને સારા ફીચરમાં આવી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Already, the upcoming flagship smartphone, Xiaomi Mi 6 is in the rumor mills. Xiaomi is rumored to launch a slew of smartphones in 2017 including the flagship Mi 6 and a flexible display phone.
Please Wait while comments are loading...

Social Counting