જાણો કેમ ડ્યુઅલ કેમેરા લેન્સ સ્માર્ટફોન માં ટ્રેન્ડ બની રહ્યો છે!

ડ્યુઅલ કેમેરા સેટઅપ ખુબ જ સફળ બની ચૂક્યું છે. આ કેમેરા સેટઅપ સ્માર્ટફોન ફોટોગ્રાફી કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થયું છે.

Written by: anuj prajapati

આજકાલ ડ્યુઅલ કેમેરા લેન્સ સેટઅપ સ્માર્ટફોનમાં ધીરે ધીરે ખુબ જ વધારે ટ્રેન્ડમાં આવી રહ્યો છે. સ્માર્ટફોન લેડિંગ મેન્યુફેક્ચર એપલ, એલજી, એચટીસી, હુવાઈ ડ્યુઅલ કેમેરા સેટઅપ ધરાવતા સ્માર્ટફોન લોન્ચ કરી ચુક્યા છે અને બીજા ઘણા સ્માર્ટફોન મેન્યુફેક્ચર આ ટ્રેન્ડમાં ખુબ જ જલ્દી જોડાઈ શકે છે.

જાણો કેમ ડ્યુઅલ કેમેરા લેન્સ સ્માર્ટફોન માં ટ્રેન્ડ બની રહ્યો છે!

ડ્યુઅલ કેમેરા સેટઅપ ખુબ જ સફળ બની ચૂક્યું છે. આ કેમેરા સેટઅપ સ્માર્ટફોન ફોટોગ્રાફી કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થયું છે. જેના કારણે આવનારા વર્ષોમાં તેને ખુબ જ વધુ ધ્યાનમાં રાખવામાં આવશે.

નિઓન અપડેટ વિન્ડોઝ 10 ને વધુ એનિમેટેડ અને સ્માર્ટ બનાવશે

સ્માર્ટફોનમાં બે રિયર કેમેરા હોવાના ઘણા ફાયદા પણ છે. મેન્યુફેક્ચર કંપનીઓ સ્માર્ટફોનની પાછળ એક ને બદલે બે લેન્સ આપી રહ્યા છે. જો તમારે આ બે લેન્સના ફાયદા જાણવા હોય તો એક નજર નીચે આપેલી માહિતી પર ચોક્કસ કરો.

ફોકસ

હુવાઈ અને સાથે સાથે તેની સબ બ્રાન્ડ હોનોર ડ્યુઅલ કેમરા સેટઅપ તેમનું ફોકસ વધારવા માટે કરે છે. તેમના જણાવ્યા મુજબ બંને કેમેરા લેન્સ ફોકસ સ્પીડ વધારવા અને ઑટોફોકસ તેને વધુ ઝડપી બનાવે છે. કેમેરા ફોકસ ક્રિસ્પી અને ડિજિટલ ફોટો લેવામાં મદદ કરે છે. જયારે ફોટો ક્લિક થાય છે ત્યારે બંને કેમેરા એક જ સમયે ફોટો ક્લિક કરે છે ત્યારેપછી સોફ્ટવેર બ્લેક, વાઈટ અને કલર ફોટો માટે પ્રોસેસ કરે છે.

બોકહે ઈફેક્ટ

બોકહે ઈફેક્ટ પ્રોફેશનલ ફોટોગ્રાફરને બ્લર બેક ગ્રાઉન્ડમાં પણ સારી ફોટો લેવામાં મદદ કરે છે. સ્માર્ટફોન કેમેરામાં ફિક્સ ફોકસ લેન્થ અને સ્મોલ ઇમેજ સેન્સર હોય છે. તેવામાં બોકહે ઈફેક્ટ ઘ્વારા બ્લર બેક ગ્રાઉન્ડમાં ફોટા લેવા સરળ નથી હોતા. પરંતુ સોફ્ટવેરની મદદથી આ સમસ્યા ઉકેલી શકાય છે. ડ્યુઅલ લેનસની મદદથી 12 મેગાપિક્સલ રિયર કેમેરા સરળતાથી ફેસ, સબ્જેક્ટ અને બેક ગ્રાઉન્ડને સારી રીતે પ્રોસેસ કરે છે.

ઝૂમ

એપલ અને એલજી મેન્યુફેક્ચર તેમના સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઝૂમ લેન્સ સાથે લઈને આવ્યા છે. ઝૂમ લેન્સ ફોટોગ્રાફી દરમિયાન વધારે સ્પેસ રોકે છે.

ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન

એપલ અને એલજી મેન્યુફેક્ચર તેમના સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચર લઈને આવ્યા છે. જેમાં શાર્પ ફોટો લેવા માટે ઓછી કેમેરા શેક ઈફેક્ટ પડે છે. હુવાઈ ડ્યુઅલ કેમેરા સ્માર્ટફોનમાં આ ફીચર એડ કરવામાં આવ્યું નથી. આ ફીચરની મદદથી ઓછી લાઈટ અને શેકી હેન્ડ જેવી હાલતમાં પણ સારા ફોટો ક્લિક કરી શકાય છે.

નિર્ણય

આ ખુબ જ સારી બાબત છે કે સ્માર્ટફોન મેન્યુફેક્ચર કંપની સારો કેમેરા અનુભવ માટે નવા નવા ફીચર આપતા રહે છે, જેના કારણે તમને ડીએસએલઆર ની પણ જરૂર પડતી નથી. ડ્યુઅલ કેમેરા સેટઅપની મદદથી તમે ખુબ જ સારા ફોટો ક્લિક કરી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Here is the reason why the dual camera lens setup on smartphones has become a trend now.
Please Wait while comments are loading...

Social Counting