ક્યુઅલકોમ સેન્સ આઈડી શુ છે અને કઈ રીતે તે કામ કરે છે?

એપલ ઘ્વારા ટચ આઈડી, એડવાન્સ સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ ઑરથેન્ટિકેશન ટેક્નોલોજી વર્ષ 2013 માં તેમના સ્માર્ટફોન આઈફોન 5S માં લોન્ચ કરવામાં આવી હતી.

Written by: anuj prajapati

એપલ ઘ્વારા ટચ આઈડી, એડવાન્સ સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ ઑરથેન્ટિકેશન ટેક્નોલોજી વર્ષ 2013 માં તેમના સ્માર્ટફોન આઈફોન 5S માં લોન્ચ કરવામાં આવી હતી. અત્યારે 3 વર્ષ પછી આ ટેક્નોલોજી સ્ટાન્ડર્ડ ખાલી ફ્લેગશિપ ડિવાઈઝ માટે જ નહીં પરંતુ પોસાય તેવા સ્માર્ટફોનમાં પણ આવી ચુકી છે.

ક્યુઅલકોમ સેન્સ આઈડી શુ છે અને કઈ રીતે તે કામ કરે છે?

પહેલા ફિંગરપ્રિન્ટ સ્કેનર બિઝનેસ લેવલ લેપટોપમાં ખુબ જ વધારે વાપરવામાં આવતો હતો અને નોર્મલ કન્ઝ્યુમર તેનો ઉપયોગ કરતા ના હતા. પરંતુ જેમ જેમ સાયબર ક્રાઇમ વધતા ગયા તેની સાથે જ સ્માર્ટફોન અને બીજી ઇલેક્ટ્રોનિક ડિવાઈઝમાં ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ વધવા લાગ્યો.

ટોપ 5 સેલ્ફી એપ્સ, એન્ડ્રોઇડ અને આઈફોન યુઝર માટે, જાણો અહીં

ડિજિટલ વોલેટ અને મોબાઈલ પેમેન્ટ સર્વિસ આવ્યા પછી લોકો બાયોમેટ્રિક ઑરથેન્ટિકેશન ટેક્નોલોજી વધારે સિરિયસ લેવા લાગ્યા. ઘણી કંપનીઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા જેમાં કે ટેક્નોલોજી ક્યુઅલકોમ સેન્સ આઈડી અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે.

ઝેન મોબાઈલ ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યા 2 બજેટ સ્માર્ટફોન

ચાલો એક નજર કરીયે ક્યુઅલકોમ સેન્સ આઈડી પર અને જાણીએ કે તે બીજી ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી કરતા કઈ રીતે અલગ છે.

ક્યુઅલકોમ સેન્સ આઈડી શુ છે અને કઈ રીતે તે કામ કરે છે.

ક્યુઅલકોમ સેન્સ આઈડી સ્માર્ટફોન માટે બાયોમેટ્રિક ઑરથેન્ટિકેશન કરવા માટે ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી છે. આ એક નવા ટાઈપની ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી છે જે સિક્યોરિટી માટે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ બનાવે છે.

કઈ રીતે તે કામ કરે છે.

જેવું અમે પહેલા જણાવ્યું તેમ સેન્સ આઈડી ટેક્નોલોજી ફિંગરપ્રિન્ટ ની ડીટેલ માહિતી લેવા માટે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ નો ઉપયોગ કરે છે. જેના કારણે તમે સ્માર્ટફોનને અનલોક કરવા માટે તમારી આંગળી સેન્સર પર મૂકીને કરી શકો છો.

ક્યુઅલકોમ સેન્સ આઈડી ટેક્નોલોજી ફિંગરપ્રિન્ટની ડીટેલ માહિતી મેળવવા માટે ટ્રાન્સમીટર અને રિસીવરનો ઉપયોગ કરે છે. જેના કારણે જયારે પણ તમારી આંગળી સ્કેનર પર પડે છે ત્યારે અલ્ટ્રાસોનિક પલ્સ આંગળીના વિરુદ્ધમાં ટ્રાન્સમિટ થાય છે. કેટલીક પલ્સ આંગળીમાં એબઝોર્બ થઇ જાય છે, જયારે કેટલીક સેન્સર પર બેક બાઉન્સ થાય છે.

ક્યુઅલકોમ સેન્સ આઈડી ટેક્નોલોજી એડવાન્સ અને ડીટેલ 3ડી ઇમેજ બનાવે છે, જે ખુબ જ સુરક્ષિત ટેક્નોલોજી છે.

 

ક્યુઅલકોમ સેન્સ આઈડી ટેક્નોલોજી ના ફાયદા

બીજી ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજીની સરખામણીમાં ક્યુઅલકોમ સેન્સ આઈડી અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર ટેક્નોલોજી વધારે સુરક્ષિત છે અને તેના ફાયદા પણ છે.

સેન્સ આઈડી ગ્લાસ, સફિરેં અને એલ્યુમિનિયમમાં પણ કામ કરે છે તો તેને સ્માર્ટફોનમાં ગમે ત્યાં સેટ કરી શકાય છે. સેન્સ આઈડી સારી ઑરથેન્ટિકેશન સર્વિસ આપે છે પછી ભલે તમારા હાથ ભીના હોય કે ગંદા હોય તો પણ તે ડિટેક્ટ કરી લે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Here's what you need to know about Qualcomm's Sense ID ultrasonic fingerprint scanner.
Please Wait while comments are loading...

Social Counting