ભવિષ્યમાં સ્માર્ટફોનમાં આવી શકે છે આ 6 ટેક્નોલોજી

સ્માર્ટફોન ક્ષેત્રે ટેક્નોલોજી હજુ પણ ખુબ જ ઝડપથી આગળ વધી રહી .છે ભવિષ્યમાં તેમાં ઘણા સારા એવા સુધારા અને વધારા થવા જઈ રહ્યા છે.

Written by: anuj prajapati

જો તમે આજથી 10 વર્ષ પહેલાની ટેક્નોલોજી જોશો તો ખબર પડશે કે આજની ટેક્નોલોજી સામે તે કઈ પણ ના હતી. લોકો હાઈ એન્ડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા ના હતા અને તેની સાથે સાથે જેઓ ઈન્ટરનેટનો પણ વધારે ઉપયોગ કરતા ના હતા. પરંતુ આજે દરેક કામ માટે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ જરૂરી બની ચૂક્યું છે.

ભવિષ્યમાં સ્માર્ટફોનમાં આવી શકે છે આ 6 ટેક્નોલોજી

સ્માર્ટફોનમાં પણ ઘણી નવી નવી ટેક્નોલોજી આવી ચુકી છે. ફ્લિપ સ્માર્ટફોન, સ્લાઈડિંગ કીબોર્ડ હવે પાસ્ટ બની ચુકી છે. તેના બદલે ફિંગરપ્રિન્ટ ઑરથેન્ટિકેશન, પાવર ફૂલ પ્રોસેસર, શાર્પ કેમેરા અને બ્રાઇટ ડિસ્પ્લે આવી ચુકી છે.

ઓઆઇએસ ફીચર, બેસ્ટ કેમેરા મોડ્યુલ ધરાવતા ટોપ સ્માર્ટફોન

સ્માર્ટફોન ક્ષેત્રે ટેક્નોલોજી હજુ પણ ખુબ જ ઝડપથી આગળ વધી રહી .છે ભવિષ્યમાં તેમાં ઘણા સારા એવા સુધારા અને વધારા થવા જઈ રહ્યા છે. અહીં અમે કેટલીક ધારણા કરી કે ભવિષ્યમાં તમારો સ્માર્ટફોન કઈ કઈ પ્રોસેસ કરવા માટે સક્ષમ રહેશે.

બેન્ડ અને ફોલ્ડ થતી સ્માર્ટફોન ડિસ્પ્લે

આ વાત સાંભળવામાં થોડી અજીબ ચોક્કસ લાગી રહી છે. પરંતુ આ ટેક્નોલોજી ખુબ જ જલ્દી આવી રહી છે. જેમાં તમે તમારા સ્માર્ટફોનને ફોલ્ડ કરીને તમારા હાથ પર પણ બધી શકો છો અને ખિસ્સામાં પણ રાખી શકો છો. આ ફોન ખુબ જ ફ્લેક્સિબલ હશે અને તેને તૂટવાનો પણ ખતરો નહીં રહે. સ્માર્ટફોન મેન્યુફેક્ચર સેમસંગ અને શ્યોમી તેના પર કામ પણ શરૂ કરી ચુક્યા છે. આ પ્રકારના ફોન બનાવવામાં ઓએલઈડી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

ઔગ્મેન્ટેડ રિયાલિટી ઘ્વારા જાણો તમારી આસપાસ શુ છે?

પોકીમોન ગો એપમાં આપણે ઔગ્મેન્ટેડ રિયાલિટીની તાકાત જોઈ લીધી છે. આવનારા સમયમાં ઔગ્મેન્ટેડ રિયાલિટી પર કામ કરવામાં આવશે. આ ટેક્નોલોજી ઘ્વારા સાઉન્ડ, ગ્રાફિક્સના માધ્યમથી તેને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભવિષ્યમાં આ ટેક્નોલોજીની મદદથી તમે ખાલી તમારા મોબાઈલ કેમેરાને પોઇન્ટ કરીને બધી જ ડીટેલ જેવી કે ટ્રેન અથવા તો બસ સિડ્યુલ, પ્રોડક્ટ વિશે માહિતી પણ મેળવી શકો છો. રિસર્ચનું માન્યે તો આ ટેક્નોલોજી ખુબ જ આગળ તરફ લઇ જશે.

3ડી ડિસ્પ્લે

એવી અફવાહ આવી રહી છે કે એપલ તેમના આવનારા આઈફોન 3ડી ડિસ્પ્લે પર કામ કરી રહી છે. આ ટેક્નોલોજી નવી નથી આપણે તેને અમેઝોન ફાયર ફોનમાં જોઈ ચુક્યા છે. પરંતુ તે ફેમસ થવામાં સફળ રહી નહીં. પરંતુ તમે ભવિષ્યમાં ઘણા સ્માર્ટફોનમાં 3ડી ડિસ્પ્લે જોઈ શકશો.

ઇન્ટરપ્રિટ વોઇસ કમાન્ડ એક્યુરસી

જ્યારથી એપલે સિરી ઘ્વારા ડેબ્યુ કર્યો છે, ત્યારથી ડિજિટલ આસિસ્ટન્ટ સિસ્ટમ ખુબ જ ફેમસ બની ચુકી છે. વોઇસ આસિસ્ટન્ટ એપલ સિરી અને ગૂગલ આસિસ્ટન્ટ એલેક્સા અથવા તો કોર્ટનામાં તમે નોટિસ કર્યું હશે કે તેઓ તમારા ઘ્વારા કહેવામાં આવેલી કેટલીક વસ્તુઓ સમજી શકતા નથી. પરંતુ આવનારા વર્ષોમાં આ પરિસ્થિતિ બદલાઈ શકે છે.

ઑરથેન્ટિકેશન માટે એનએફસી ઉપયોગ

આજના દિવસોમાં મોબાઈલ પેમેન્ટ ખુબ જ વધી રહ્યું છે. સ્માર્ટફોનની એનએફસી કેપિસિટી તમને પેમેન્ટ કરવામાં વધારે સારી રીતે મદદ કરશે. એટલું જ નહીં પરંતુ તેની મદદથી તમે હોટલ રૂમ અનલોક કરી શકો છો, તમારા ઘરનો દરવાજો ખોલી શકો છો. તેવા કામ પણ તમે સરળતાથી કરી શકો છો.

ઇન્ટીગ્રાટેડ પ્રોજેક્ટ કોમન બની જશે.

માર્કેટમાં લોન્ચ થયેલા કેટલાક સ્માર્ટફોનમાં અત્યારથી જ ઇન્ટીગ્રાટેડ પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યા છે. જેમાં સેમસંગ ગેલેક્ષી બીમ, બીમ2 અને લેનોવો સ્માર્ટ કાસ્ટ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. પરંતુ જે સ્માર્ટફોન ભવિષ્યમાં લોન્ચ થશે તેમાં વધારે સારા ફીચર આપવામાં આવશે. તેમાં તમને વર્ચુઅલ ટચ સ્ક્રીન પણ આપવામાં આવી શકે છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
we come up with the upcoming smartphone features and functionalities that we can see in the coming years.
Please Wait while comments are loading...

Social Counting