જુઓ આ ટોપ 5 સેલ્ફી સ્માર્ટફોન, તે પણ 20,000 રૂપિયાની અંદર

તમે વધારે ને વધારે સેલ્ફી લો છો, તો આ આર્ટિકલ તમને ખુબ જ મદદરૂપ થઇ શકે છે. તમારી સરળતા માટે અમે એક લિસ્ટ બનાવ્યું છે.

Written by: anuj prajapati

તમે દિવસમાં કેટલીવાર સેલ્ફી લો છો? જો તમારો જવાબ હોય કે કે તમે વધારે ને વધારે સેલ્ફી લો છો, તો આ આર્ટિકલ તમને ખુબ જ મદદરૂપ થઇ શકે છે. તમારી સરળતા માટે અમે એક લિસ્ટ બનાવ્યું છે. જેમાં અમે તમને 20,000 રૂપિયાની અંદર બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન વિશે જણાવીશુ.

ટોપ 5 સેલ્ફી સ્માર્ટફોન, તે પણ 20,000 રૂપિયાની અંદર

પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1% ઇન્ટ્રેસ્ટ થી ?

સ્માર્ટફોનના ફીચર ખુબ જ સારા છે જે તમને બેસ્ટ સેલ્ફી ક્લિક લેવામાં મદદ કરશે. જેને તમે તમારા ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને ફેસબૂક એકાઉન્ટમાં પોસ્ટ કરી શકો છો. તો એક નજર ચોક્કસ કરો આ લિસ્ટ પર...

Vivo V5 (Rs. 17,980)

અમારી લિસ્ટમાં પહેલું નામ છે વિવો વી5. જેનો ફ્રન્ટ કેમેરો જ ખાલી 20 મેગા પિક્સલનો છે. જે માર્કેટમાં સૌથી વધારે મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો ધરાવે છે. આ ફ્રન્ટ કેમેરો ફ્લેશલાઈટ સાથે પેર કરવામાં આવ્યો છે. જેને વિવો "મૂન લાઈટ" ફ્લેશ કહે છે. જે સેલ્ફી ક્લિક કરતી વખતે ઓછી લાઈટમાં પણ સ્કિનનો નેચરલ કલર ટોન જાળવી રાખે છે.

અમે વિવો વી5 નો ફ્રન્ટ કેમેરો ટેસ્ટ કર્યો છે અને જાણ્યું છે કે તે એક સારી સેલ્ફી પીક આપી શકે છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત 17,980 રાખી છે. જે તમને 26 નવેમ્બર પછી બધા જ સ્ટોર પર મળી જશે. તમે આ સ્માર્ટફોનને પ્રિ બુકિંગ પણ કરાવી શકો છો.

Oppo F1s (Rs. 17,999)

અમારી લિસ્ટમાં ઓપો એફ1 બીજા નંબરે છે. જેનો ફ્રન્ટ કેમેરો 16 મેગા પિક્સલ અને સાથે સાથે વાઈડ એંગલ લેન્સ પણ છે. જે તમને શાર્પ અને ક્લિયર સેલ્ફી લેવામાં મદદ કરશે. એટલું જ નહીં પરંતુ તેની સાથે બીજા ફીચર જેવા કે બ્યુટીફાય 4.0 અને ફૂલ એચડી રેકોર્ડિંગ પણ છે.

ઓપો F1 માં એલઇડી ફ્લેશ લાઈટ નથી. પરંતુ સ્ક્રીન ફ્લેશ રાખી છે જે તમારી સેલ્ફીને બ્રાઇટનેસ આપી શકશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Gionee S6s (Rs. 17,999)

અમારી લિસ્ટમાં ત્રીજા નંબરે છે જીઓની S6s. જે એક સારો સેલ્ફી કેમેરો ધરાવે છે તેમાં 8 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો એલઇડી લાઈટ સાથે છે. ફ્રન્ટ કેમેરામાં સ્ક્રીન ફ્લેશ સપોર્ટનો પણ ફીચર છે.

Asus Zenfone Selfie (Rs. 12,970)

જો તમે સેલ્ફી માટે બજેટમાં ફોન લેવા માંગતા હોવ તો અસૂસ ઝેનફોન સેલ્ફી હજુ પણ તમારા માટે એક સારો વિકલ્પ છે. ઝેનફોન સેલ્ફીમાં બે 13 મેગા પિક્સલ કેમેરાનો ઉપયોગ કરે છે. જે 5 પ્રીઝમા લારગન લેન્સ, તોશિબા સેન્સર અને ડ્યુઅલ ફ્લેશ એલઇડી પણ ધરાવે છે.

ફ્રન્ટ કેમેરો અસૂસ પિક્સલ માસ્ટર ટેકનોલોજી સાથે આવે છે. વાઈડ એંગલ લેન્સ તમને ગ્રુપ સેલ્ફી લેવામાં ખુબ જ ઉપયોગી છે.

Samsung Galaxy J7 Prime (Rs. 18,790)

સેમસંગ ગેલેક્ષી જે7 પણ સેલ્ફી લેવા માટે એક સારો સ્માર્ટફોન છે. તેમાં 8 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. જેનું રિઝલ્ટ પણ સેલ્ફી માટે સારું કહી શકાય. તેના કેમેરામાં વાઈડ સેલ્ફી ફંક્શન છે જે ગ્રુપ સેલ્ફી માટે યોગ્ય છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Here's a list of smartphones that will let you click amazing selfies
Please Wait while comments are loading...

Social Counting