આ સેમસંગ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

વર્ષ 2016 સેમસંગ માટે કઈ ખાસ નથી રહ્યું અને તેઓ આશા રાખી રહ્યા છે કે નવું વર્ષ તેમના માટે ઉપયોગી સાબિત થાય.

By Anuj Prajapati
|

વર્ષ 2016 સેમસંગ માટે કઈ ખાસ નથી રહ્યું અને તેઓ આશા રાખી રહ્યા છે કે નવું વર્ષ તેમના માટે ઉપયોગી સાબિત થાય. સેમસંગ કંપની વર્ષ 2016 માં સતત સમાચારોમાં રહી, તે પણ કોઈ સારા લોન્ચને કારણે નહીં, પરંતુ સેમસંગ સ્માર્ટફોનમાં થતા બેટરી બ્લાસ્ટને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોનમાં જે કઈ પણ થયું તેના કારણે તેઓ માર્કેટમાં પોતાનું સ્થાન ગુમાવી ચુક્યા છે.

આ સેમસંગ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

હાલમાં ઈન્ટરનેટ પર વર્ષ 2017 માં સેમસંગ ઘ્વારા લોન્ચ કરવામાં આવનાર સ્માર્ટફોન વિશે ઘણી અફવા ઉડી રહી છે. સેમસંગ હાલમાં તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન લોન્ચને લઈને ચર્ચામાં છે. અફવાઓ મુજબ આ સ્માર્ટફોન એપલ આઈફોન 8 ને જોરદાર ટક્કર આપી શકે છે.

ફેસબુક ના 5 એવા ફીચર્સ કે જે દરેક ઇન્ડિયન ઈચ્છે છે કે હોઈ! શું તમે પણ માનો છો ?

અહીં અમે આપને સેમસંગના કેટલાક સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે, જે વર્ષ 2017 માં લોન્ચ થશે.

સેમસંગ ગેલેક્ષી એ5 (2017)

સેમસંગ ગેલેક્ષી એ5 (2017)

સાઉથ કોરિયન કંપની તેમનો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એ5 વર્ષ 2017 માં લોન્ચ કરી શકે છે. મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન વોટર રજિસ્ટન્ટ હશે અને બ્લેક, ગોલ્ડ, પિન્ક અને બ્લુ એવા ચાર કલરમાં લોન્ચ થશે.

સેમસંગ ગેલેક્ષી એસ8

સેમસંગ ગેલેક્ષી એસ8

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન હાલમાં ખુબ જ ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર આ સ્માર્ટફોન વિશે ઘણી ચર્ચા થઇ રહી છે. કેટલાક લોકોના જણાવ્યા મુજબ આ સ્માર્ટફોન એપલ આઈફોન 8 ને પણ ટક્કર આપી દેશે. આ સ્માર્ટફોનમાં બિસ્ટ મોડ, ઓન સ્ક્રીન નેવિગેશન કી અને બીજા ઘણા ફીચર આપવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્ષી જે1 મીની પ્રાઈમ

સેમસંગ ગેલેક્ષી જે1 મીની પ્રાઈમ

સેમસંગ ગેલેક્ષી જે1 મીની પ્રાઈમ સ્માર્ટફોન 4 ઇંચ ટચસ્ક્રીન સાથે આવશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ 6.0 માર્શમેલો પર કામ કરશે. આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવશે અને રિમૂવેઅબ્લ 1500 mAh બેટરી આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્ષી એ7

સેમસંગ ગેલેક્ષી એ7

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન લોન્ચ કરતા પહેલા સેમસંગ તેમનો અપડેટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એ7 લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં એક્સીનોસ 7870 ચિપસેટ સાથે તે બે સ્ટોરેજ વેરિયંટ 32 જીબી અને 64 જીબીમાં આવશે. તેને તમે 256 જીબી સુધી લંબાવી શકો છો.

સેમસંગ ગેલેક્ષી એ3

સેમસંગ ગેલેક્ષી એ3

સેમસંગ ગેલેક્ષી એ3 સ્માર્ટફોન પણ ખુબ જ જલ્દી આવી શકે છે. આ સ્માર્ટફોનમાં 4.7 ઇંચ સુપર અમોલેડ ડિસ્પ્લે, 1.5GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર, 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ સાથે આવી રહ્યો છે.

સેમસંગ ગેલેક્ષી જે3

સેમસંગ ગેલેક્ષી જે3

સેમસંગ ગેલેક્ષી જે3 સ્માર્ટફોન લોન્ચ થવા વિશે પણ ઘણી અફવાઓ ઉડી રહી છે. હાલમાં જ અફવા આવી હતી કે આ સ્માર્ટફોન માટે બધા જ સર્ટિફિકેશન પાસ થઇ ચુક્યા છે અને આ સ્માર્ટફોન ખુબ જ જલ્દી લોકો સામે આવી જશે.

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો સ્માર્ટફોન ખરેખર માં વર્ષ 2016 ડિસેમ્બર મહિનામાં લોન્ચ થવાનો હતો. પરંતુ તેને લોન્ચ થવામાં મોડું થયું અને હવે તે વર્ષ 2017 માં ખુબ જ જલ્દી આવી શકે છે. હાલમાં મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન મેટલ બોડી ડિઝાઇન આઇકોનિક રેક્ટેન્ગલ હોમ બટન સાથે આવશે.

સેમસંગ ગેલેક્ષી જે3 ઈમરજી

સેમસંગ ગેલેક્ષી જે3 ઈમરજી

સેમસંગ ગેલેક્ષી જે3 ઈમરજી સ્માર્ટફોન એપ્રિલ 2017 માં લોન્ચ થઇ શકે છે. આ સ્માર્ટફોનમાં પ્લાસ્ટિક બોડી ફીચર, 5 ઇંચ ડિસ્પ્લે સાથે 2 મેગાપિક્સલ કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન વિશે હજુ સુધી કોઈ જ નવી માહિતી કે તેના ફીચર આવ્યા નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Smartphones Samsung is rumored to launch in 2017

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X