સેમસંગ ગેલેક્ષી એક્સકવર 4, IP68 અને યુએસ મિલિટરી રેટિંગ સાથે લોન્ચ

આખરે ઘણી અફવાહો પછી સેમસંગ ઘ્વારા તેમનો લેટેસ્ટ સેમસંગ ગેલેક્ષી એક્સકવર 4 સ્માર્ટફોન જાહેર કરવામાં આવ્યો.

By Anuj Prajapati
|

આખરે ઘણી અફવાહો પછી સેમસંગ ઘ્વારા તેમનો લેટેસ્ટ સેમસંગ ગેલેક્ષી એક્સકવર 4 સ્માર્ટફોન જાહેર કરવામાં આવ્યો. સેમસંગ સ્માર્ટફોન લિસ્ટમાં હવે વધુ એક સ્માર્ટફોન જોડાઈ ચુક્યો છે. તેના બીજા સ્માર્ટફોનની જેમ જ સેમસંગ ઘ્વારા જાહેર કરવામાં આવેલો આ સ્માર્ટફોન પણ ખુબ જ ડ્યુરેબલ છે.

સેમસંગ ગેલેક્ષી એક્સકવર 4, IP68 અને યુએસ મિલિટરી રેટિંગ સાથે લોન્ચ

સેમસંગ ગેલેક્ષી એક્સકવર 4 સ્માર્ટફોનની કિંમત €259 (લગભગ 18,200 રૂપિયા) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન એપ્રિલ મહિનામાં યુરોપ માર્કેટમાં આવી જશે. આ સ્માર્ટફોનને ગ્લોબલી ક્યારે રિલીઝ કરવામાં આવશે તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ સ્માર્ટફોન ખાલી બ્લેક કલર ઓપશનમાં જ ઉપલબ્ધ છે.

આ ખુબ જ રફ એન્ડ ટફ સ્માર્ટફોન છે. સેમસંગ ગેલેક્ષી એક્સકવર 4 વોટર રજિસ્ટન્ટ સ્માર્ટફોન છે, જે આઈપી68 રેટિંગ સાથે બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 1.5 મીટર પાણીમાં પણ 30 મિનિટ સુધી સુરક્ષિત રહી શકે છે. આ સ્માર્ટફોન યુએસ મિલિટરી સ્ટાન્ડર્ડ મુજબ ડસ્ટપ્રૂફ છે. આ સ્માર્ટફોનને 1.2 મીટરની ઉંચાઈથી ફેંકવામાં આવે તો પણ તેને કોઈ જ નુકશાન થતું નથી.

આ બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન 7000 રૂપિયાની અંદર ખરીદો

આ સ્માર્ટફોનમાં 4.99 ઇંચ એચડી સેન્સિટિવ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે તમે ગ્લોવ્સ પહેરીને પણ ગમે તેવી વિષમ પરિસ્થતિમાં ઉપયોગ કરી શકો છો. આ સ્માર્ટફોનમાં 1.4GHz કવાડકોર એક્સીનોસ 7570 પ્રોસેસર, 2 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો.

હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્ષી એક્સકવર 4 સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. મિલિટરી સ્ટાન્ડર્ડ મુજબ આ સ્માર્ટફોન કેમેરામાં હાઈ સેન્સિટિવ લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ગમે તેવી પરિસ્થતિમાં પણ ફોટો લઇ શકે છે.

આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. હવે જો કનેક્ટિવિટી વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 4જી, વાઇફાઇ, બ્લ્યુટૂથ જેવી સુવિધા આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 2800mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Samsung Galaxy Xcover 4 has been announced with IP68 rating and adheres to US Military Standard. Read more for its specs, price and features.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X