સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન માં આવશે બેસ્ટ ડિસ્પ્લે

સેમસંગ ઘ્વારા તેમના હાલમાં જ લોન્ચ કરવામાં આવી રહેલા સ્માર્ટફોન ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોનમાં ઇન્ફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી રહી છે.

સેમસંગ ઘ્વારા તેમના હાલમાં જ લોન્ચ કરવામાં આવી રહેલા સ્માર્ટફોન ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોનમાં ઇન્ફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી રહી છે. આ યુનિક નામ અને પાતળા લેયરને કારણે ઘણા લોકોમાં શંકા છે કે આ ડિસ્પ્લેમાં એવું શુ ખાસ આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન માં આવશે બેસ્ટ ડિસ્પ્લે

ફેમસ ડિસ્પ્લે ટેસ્ટિંગ કંપની ડિસ્પ્લે મેટ ઘ્વારા આ ઇન્ફિનિટી ડિસ્પ્લે વિશે જણાવવામાં આવ્યું છે. તેમને જણાવ્યું છે કે હાલમાં ઇન્ફિનિટી ડિસ્પ્લે સ્માર્ટફોન માર્કેટમાં બેસ્ટ સ્માર્ટફોન ડિસ્પ્લે છે. તેમને આ ડિસ્પ્લેને સૌથી વધુ ગ્રેડ A+ આપ્યા છે. આ સેમસંગ સ્માર્ટફોન ફેન માટે ખુબ જ સારા સમાચાર છે.

ડિસ્પ્લે સાઈઝ

જો ડિસ્પ્લે વિશે વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 5.8 ઇંચ કવાડ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે 2960*1440 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આપવામાં આવી છે.

હવે જો સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો તેમાં 6.2 ઇંચ કવાડ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે 2960*1440 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આપવામાં આવી છે. બંને સ્માર્ટફોન ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે આપવામાં આવી છે.

 

હાઈ ડાયનેમિક રેન્જ 4K કન્ટેન્ટ સપોર્ટ

ધ્યાન આપવા જેવી બાબત છે કે સેમસંગ ગેલેક્ષી એસ8 પહેલો એવો સ્માર્ટફોન છે, જે યુએચડી અલાયન્સ મોબાઈલ પ્રિમિયન ઘ્વારા સર્ટિફાઇટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં તમે સરળતાથી હાઈ ડાયનેમિક રેન્જ 4K કન્ટેન્ટ સપોર્ટ કરાવી શકો છો.

5 વસ્તુ જે સેમસંગ ગેલેક્ષી એસ8 કરી શકે છે, પરંતુ આઈફોન 7 નહીં

ડિસ્પ્લે આસ્પેક્ટ રેસિયો

આસ્પેક્ટ રેસિયો વિશે ડિસ્પ્લે મેટ ઘ્વારા જણાવ્યા અનુસાર તેમાં હાઈટ અને વીડ્થ આસ્પેક્ટ રેસિયો 18.5:9 જેટલો રાખવામાં આવ્યો છે.

વધુ બ્રાઇટનેસ

ડિસ્પ્લે મેટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમાં બ્રાઈઝનેસ પણ ખુબ જ વધુ 1020 નિટ્સ રાખવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તેમાં ઑટોમેટિક બ્રાઇટનેસ સેટિંગ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલું નાઈટ ફિલ્ટર મોડ પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

જો સ્માર્ટફોન ખરીદતી વખતે ડિસ્પ્લે કવોલિટી તમારા માટે ખુબ જ અગત્યની હોય તો સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન તમારા લિસ્ટમાં સૌથી ઉપર રહી શકે છે.

 English summary
Samsung has introduced 'Infinity Display' in it's recently launched Galaxy S8 and Galaxy S8+ smartphones. Now it is known as the best phone display ever.
Please Wait while comments are loading...

Social Counting