સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 6890 રૂપિયા

સેમસંગ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોન ભારતમાં બધા જ રિટેલ શોપ પર ઉપલબ્ધ છે.

By Anuj Prajapati
|

કોરિયન મેન્યુફેક્ચર કંપની સેમસંગ ઘ્વારા ભારતમાં ખુબ જ ઓછી કિંમતમાં 4જી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. સેમસંગ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી જે1 છે. જેની કિંમત 6890 રૂપિયા રાખવામાં આવી છે.

સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 6890 રૂપિયા

સેમસંગ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોન ભારતમાં બધા જ રિટેલ શોપ પર ઉપલબ્ધ છે. સેમસંગ ઇન્ડિયાની સાઈટ મુજબ આ સ્માર્ટફોન ગોલ્ડ, બ્લેક અને વાઈટ કલર વેરિયંટમાં ઉપલબ્ધ છે.

આમ જોવા જઇયે તો આ સ્માર્ટફોન નવો સ્માર્ટફોન કહી શકાય નહીં. કારણકે સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોન ગયા વર્ષે રશિયા અને દુબઇમાં લોન્ચ થઇ ચુક્યો હતો. આખરે આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ચુક્યો છે.

સેમસંગ ગેલેક્ષી એસ8, ફીચર એવા જે તમને જોતા જ ગમી જશે.

જો સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 4.5 ઇંચ 800*480 પિક્સલ સુપર અમોલેડ ડિસ્પ્લે, 1.3GHz કવાડકોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોનમાં 1 જીબી રેમ, ડ્યુઅલ સિમકાર્ડ અને એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ ઑટોફોકસ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે અને 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ બજેટ સ્માર્ટફોનમાં 8 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડીકાર્ડ ઘ્વારા વધારી શકો છો.

આ સ્માર્ટફોનમાં બીજા ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 4G LTE સપોર્ટ, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.1, જીપીએસ અને 2050mAH બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

Best Mobiles in India

English summary
Samsung launches budget smartphone Galaxy J1 (4G) in India.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X