સેમસંગ ગેલેક્ષી એ3 વર્ષ 2017 માં થશે લોન્ચ, ખુબ જ સુંદર

હાલમાં સેમસંગ એ સિરીઝ ઈન્ટરનેટ પર ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. હાલમાં અપર મીડ રેન્જ ગેલેક્ષી એ7 (2017) અને મીડ રેન્જ ગેલેક્ષી એ5 (2017) વિશે માહિતી મળી હતી.

Written by: anuj prajapati

હાલમાં સેમસંગ એ સિરીઝ ઈન્ટરનેટ પર ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. હાલમાં અપર મીડ રેન્જ ગેલેક્ષી એ7 (2017) અને મીડ રેન્જ ગેલેક્ષી એ5 (2017) વિશે માહિતી મળી હતી. પરંતુ હવે ગેલેક્ષી એ3 (2017) પણ સમાચારોમાં છવાઈ ગયું છે. વીડિયો રેન્ડર ઓફ સ્માર્ટફોન સરફેસ ઘ્વારા ઓનલાઇન આ સ્માર્ટફોનની ડિઝાઇન વિશે જણાવવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્ષી એ3 વર્ષ 2017 માં થશે લોન્ચ, ખુબ જ સુંદર

સેમસંગ ગેલેક્ષી એ3 સ્માર્ટફોનની ડિઝાઇન થોડી ઘણી સેમસંગ ગેલેક્ષી એસ 7 ને મળતી આવે છે. તો અહીં જાણો ગેલેક્ષી એ3 સ્માર્ટફોન વિશે કેટલીક વધારે માહિતી જે તમને આ સ્માર્ટફોન વિશે સમજવામાં મદદ કરશે.

એપલ IOS 10.2, એસઓએસ બટન, ટીવી એપ, ઈમોજી અને બીજું ઘણું

સ્ટાઈલિશ ડિઝાઇન 2.5 ડી કર્વ ગ્લાસ ફ્રન્ટમાં

આગળ જણાવ્યું તેમ આ સ્માર્ટફોન ડિઝાઇનની બાબતમાં સેમસંગ ગેલેક્ષી એસ 7 ને મળતો આવે છે. રેન્ડર ના જણાવ્યા મુજબ આ સ્માર્ટફોનની આગળ તરફ 2.5 ડી કર્વ ગ્લાસ પાવર બટન સાથે સેટ કરવામાં આવ્યો છે.

રેક્ટેન્ગલ હોમ બટન ડિસ્પ્લેની નીચે રાખવામાં આવ્યો છે જે ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે જ રાખવામાં આવ્યો છે. 3.5mm ઓડિયો પોર્ટ પણ ત્યાં જ રાખવામાં આવ્યો છે.

4.7 ઇંચ સુપર અમોલેડ એચડી ડિસ્પ્લે

ગેલેક્ષી એ3 (2017) સ્માર્ટફોનમાં 4.7 ઇંચ સુપર અમોલેડ એચડી ડિસ્પ્લે, એચડી રિઝોલ્યૂશન સાથે, જે ગેલેક્ષી એ3 (2016) સ્માર્ટફોનમાં હતી તે જ રાખવામાં આવી છે.

ડીસન્ટ ઇન્ટરનલ

આ સ્માર્ટફોનમાં તમને એક્સીનોસ 7870 ચિપસેટ, 2 જીબી રેમ, 12 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની બેટરી વિશે હજુ સુધી કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

જો બીજી બાજુ સોફ્ટવેરની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર કામ કરશે. પરંતુ આ હજુ સુધી નક્કી નથી કારણકે સેમસંગ એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ને પણ લોન્ચ કરી શકે છે.

ક્યારે આવશે માર્કેટમાં અને કિંમત

સેમસંગ ગેલેક્ષી એ3 (2016) સ્માર્ટફોન આ વર્ષમાં જાન્યુઆરીમાં લોન્ચ થયો હતો. એટલે બની શકે છે કે સેમસંગ ગેલેક્ષી એ3 (2017) પણ જાન્યુઆરી 2017માં લોન્ચ કરી શકે છે.

જો કિંમતની વાત કરવા માં આવે તો તેના વિશે હજુ સુધી કોઈ જ માહિતી બહાર આવી નથી. પરંતુ અમે તમને તેની સતત માહિતી આપતા રહીશુ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Image Source 1, Image Source 2English summary
Samsung's A series of smartphones have been doing rounds on the internet for a while now. Recently, we've reported about the upper mid-range Galaxy A7 (2017) and the mid-range Galaxy A5 (2017). Now, the Galaxy A3 (2017) is in the news. A video render of the smartphone surfaced online revealing a gorgeous design.
Please Wait while comments are loading...

Social Counting