પેનાસોનિક એલુગા પ્રીમ લોન્ચ, અહીં જાણો તેના વિશે...

પેનાસોનિક ઘ્વારા તમારા બજેટમાં આવી રહી તેવા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 10,290 રૂપિયા રાખવામાં આવી છે.

By Anuj Prajapati
|

પેનાસોનિક ઘ્વારા તમારા બજેટમાં આવી રહી તેવા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 10,290 રૂપિયા રાખવામાં આવી છે. પેનાસોનિક એલુગા પ્રીમ 4જી એલટીઇ ઇનેબલ સ્માર્ટફોન છે, જે તમને રિટેલ સ્ટોર પર ગોલ્ડ અને ગનમેંટલ સિલ્વર કલર વેરિયંટમાં મળી જશે.

પેનાસોનિક એલુગા પ્રીમ લોન્ચ, અહીં જાણો તેના વિશે...

4જી એલટીઇ ઇનેબલ પેનાસોનિક એલુગા પ્રીમ વોઇસ ઓવર એલટીઇ પણ સપોર્ટ કરે છે. જે યુઝરને મોબાઈલ ડેટા ઘ્વારા વોઇસ કોલ કરવાની સુવિધા આપે છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે અને તેમાં માઇક્રોસિમ કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યું છે. આ સ્લોટ તમે 16 જીબી થી 32 જીબી સુધી વધારી શકો છો.

આઈફોન લવર્સ: આ ટિપ્સ DSLR જેવા ફોટો અને વીડિયો લેવામાં મદદ કરશે

પેનાસોનિક એલુગા પ્રીમ 5 ઇંચ એલઇડી ડિસ્પ્લે સાથે 720*1280 પિક્સલ રિઝોલ્યૂશન અને 2.5ડી ગ્લાસ લેયર સાથે આવી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં કવાડવોર પ્રોસેસર 1.2GHz આપવામાં આવ્યું છે. તેમાં 3જીબી રેમ પણ આપવામાં આવી છે.

પેનાસોનિક એલુગા પ્રીમ લોન્ચ, અહીં જાણો તેના વિશે...

કેમેરાની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં તમને 13 મેગાપિક્સલ રિયલ કેમેરો ટ્રિપલ એલઇડી લાઈટ સાથે આપવામાં આવ્યો છે. તેની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફિંગરપ્રિન્ટ સેન્સર આગળની તરફ આપવામાં આવ્યું છે. પેનાસોનિક એલુગા પ્રીમ તમને એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો સાથે આપવામાં આવી રહ્યો છે.

આ સ્માર્ટફોનમાં 2,500mAh બેટરી યુનિટ, વાઇફાઇ અને બ્લ્યુટૂથ 4.0 અને બીજી ઘણી સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી આપવામાં આવી છે.

પેનાસોનિક એલુગા પ્રીમમાં આપવામાં આવેલા ફીચરને જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે આ સ્માર્ટફોન બીજા સ્માર્ટફોનને સારી એવી ટક્કર ચોક્કસ આપશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Panasonic Eluga Prim is a budget smartphone with 4G LTE and VoLTE support. The smartphone has a 5-inch HD display and is powered by a quad-core CPU paired with 3 GB of RAM

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X