નોકિયા 3, 5, 6 અને 3310 જૂન મહિનાથી યુકેમાં આવી જશે

નોકિયા ઘ્વારા એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન તેમના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિશે જાહેરાત કરવામાં આવી હતી.

By Anuj Prajapati
|

આપણે જોયું કે નોકિયા ઘ્વારા એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન તેમના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિશે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નોકિયા 3, નોકિયા 5, નોકિયા 6 અને નોકિયા 3310 ફીચર ફોનનો સમાવેશ થાય છે. એચએમડી ગ્લોબલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન વર્ષ 2017 બીજા કવાટરમાં લોન્ચ રિલીઝ કરવામાં આવશે.

નોકિયા 3, 5, 6 અને 3310 જૂન મહિનાથી યુકેમાં આવી જશે

એવી અફવાઓ હતી કે નોકિયા ફોન્સનાં આ નવા સેટને મે મહિનામાં યુકેમાં લોન્ચ કરવામાં આવશે. પરંતુ તારીખ નજીક છે તેમ, હવે એવું લાગે છે કે તેમના માટે આ ગુણવત્તાના ઉત્પાદનમાં એક મહિના સુધી રાહ જોવી પડશે. હા, કંપનીએ 30 મી જૂનના રોજ યુકેમાં નોકિયા 3 અને 5 ને રિલીઝ કરવાની મોટી સંભાવના છે.

યુકે ઓનલાઇન રિટેલર ક્લોએ આ હેન્ડસેટ માટે પહેલાથી ઓર્ડર લેવાનું શરૂ કરનાર આ માહિતી આપી. લેટેસ્ટ ફીચર ફોન 3310 ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. એટલે કે જૂનની મધ્યમાં, નોકિયા 6 ની પ્રકાશન તારીખ થોડો ગૂંચવણમાં મૂકે છે.

હવે તમે જો મુંજવણમાં હોવ કે કયો ફોન તમારે ખરીદવો જોઈએ, તો આ સ્માર્ટફોન વિશે નીચે માહિતી આપવામાં આવી છે.

નોકિયા 3

નોકિયા 3

નોકિયા 3 સ્માર્ટફોન 5 ઇંચ 1280*720 પિક્સલ રિઝોલ્યૂશન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1.3GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર, 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને તમે માઈક્રોએસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો.

આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ રિયર અને ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 2650mAh બેટરી આપવામાં આવી છે.

નોકિયા 5

નોકિયા 5

બીજી બાજુ નોકિયા 5 સ્માર્ટફોનમાં 5.2 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ, 16 જીબી રોમ અને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 ચિપસેટ આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.1 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

જાણો લેટેસ્ટ વિન્ડોઝ 10 મોબાઈલ ક્રીયેટર અપડેટમાં નવું શુ છેજાણો લેટેસ્ટ વિન્ડોઝ 10 મોબાઈલ ક્રીયેટર અપડેટમાં નવું શુ છે

નોકિયા 6

નોકિયા 6

નોકિયા 6 સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ફુલ એચડી રિઝોલ્યૂશન ડિસ્પ્લે, 2.5ડી કર્વ ગ્લાસ કોટિંગ અને ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 ચિપસેટ, 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરો અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 3000mAh બેટરી આપવામાં આવી છે.

નોકિયા 3310

નોકિયા 3310

નોકિયા 3310 ફીચર ફોનમાં 2.4 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 2 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે અને તેમાં માઇક્રો એસડી કાર્ડ પણ સપોર્ટ કરે છે. આ ફોનમાં જૂની ક્લાસિક સ્નેક ગેમ અપગ્રેડ વર્ઝન સાથે આપવામાં આવી છે.

Best Mobiles in India

English summary
There were rumors claiming that this new set of Nokia phones will be launched in the UK sometime in May. But as the date is nearing, now it looks like they have to wait for one more month to get this quality product in their hand.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X